SURAT

સુરત: શિક્ષિકાને લગ્ન કરી લંડન લઈ જવાની લાલચે 17.48 લાખની છેતરપિંડી મામલે થયો ઘટસ્ફોટ

સુરત: (Surat) મુગલીસરા ખાતે રહેતી અને પૂણા પાટીયા પાસેની સ્કુલમાં (School) શિક્ષિકાને (Teacher) શાદી ડોટ કોમમાં બનાવેલા એકાઉન્ટમાંથી નંબર મેળવી લંડનથી યુવકે ફોન કર્યો હતો. તેની સાથે લગ્ન (Marriage) કરવા યુવક ભારત આવ્યો હોવાનું નાટક રચીને દિલ્લી એરપોર્ટ પર ફસાયાનું કહીને 17.48 લાખ પડાવ્યા હતા. આ ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસે 4 નાઈજેરીયન સહિત 7 ની ધરપકડ કરી છે.

  • શિક્ષિકાને લગ્ન કરી લંડન લઈ જવાની લાલચે 17.48 લાખની છેતરપિંડી કરનાર 4 નાઈજેરીયન સહિત 7 પકડાયા
  • દિલ્લી એરપોર્ટ ઉપર લંડન કરન્સીના ડીડી લાવ્યા હોવાથી તેને એરપોર્ટ બહાર લઈ જવાના નામે વિવિધ ચાર્જ પેટે પૈસા પડાવ્યા હતા
  • ખ્રિસ્તી મુરતિયા સાથે લગ્ન કરવા માંગતી હોવાથી પીટરે કેથલિક ક્રિશ્ચન હોવાનું કહી યુવતીને ફસાવી હતી

સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લાલગેટ મુગલીસરા ખાતે રહેતી 37 વર્ષીય રોહીની (નામ બદલ્યું છે) પૂણા પાટીયા ખાતે આવેલી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ગત 11 જાન્યુઆરી 2023 ના રોજ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. અજાણ્યાએ પોતાની ઓળખ ડો.પ્રશાંત પીટર હોવાની અને પોતે લંડનથી બોલતો હોવાની આપી હતી. ત્યારબાદ પીટરે પોતાની તસવીર અને બાયોડેટા પણ આપ્યો હતો. જેમાં પીટર મૂળ ચેન્નઈનો અને લંડનમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. યુવતી ખ્રિસ્તી મુરતિયા સાથે લગ્ન કરવા માંગતી હોવાથી પીટરે પોતે કેથલિક ક્રિશ્ચન હોવાનું કહ્યું હતું.

યુવતીને વિશ્વાસમાં લઈને બાદમાં પીટર ભારત આવ્યો હોવાનું અને દિલ્લી એરપોર્ટ ઉપર ફસાયો હોવાનું નાટક રચી તેની પાસેથી લંડન કરન્સીના ડીડી હોવાથી તેમના પાસપોર્ટ જપ્ત થઈ જવાનું કહીને ટુકડે ટુકડે 17.47 લાખ પડાવ્યા હતા. યુવતીએ તેની એફડી તોડીને પણ પૈસા આપ્યા હતા. બાદમાં છેતરપિંડી થયાની જાણ થતા સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાવ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી 7 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક દંપત્તિ છે. અને ચાર નાઈજેરીયન નાગરિકો સામેલ છે.

પકડાયેલા આરોપીઓ
પ્રિન્સ ચિનેચર્મ ઓન્હો (રહે, બાલમીકી મંદિર વાલી ગલી, પીપલ ચોક, મોહન ગાર્ડન, દ્વારકા, દિલ્લી)

  1. Pascal Guilavogui (રહે, દ્વારકા દિલ્લી)
  2. Ubasinachi Kelly Anago (રહે. ગ્રેટર નોઈડા)
  3. Joshua Chima kalu S/O Chima (રહે ગ્રેટર નોઈડા)
  4. Christian Anthony Maduneme (રહે ગ્રેટર નોઈડા)
  5. Shalini D/o Sh. Samson Sunny (Shalini W/o Prince Chinecheram Onoh)
  6. Mo. Ifan S/o Nisar (બરેલી, ઉત્તરપ્રદેશ)

Most Popular

To Top