SURAT

સુરત સરથાણાના આ મોલમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર મહિલા પોલીસ પહોંચી અને..

સુરત: (Surat) સરથાણા ખાતે યોગીચોક ધ પેલેડીયમ મોલમાં વેલકમ સ્પાની (Welcome Spa) આડમાં ચાલતા કુટણખાના ઉપર મહિલા પોલીસે રેઈડ કરી હતી. સ્પાની માલિક, ગ્રાહકને ઝડપી પાડી રૂ.26,530 નો મુદ્દામાલ કબજે કરી 3 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • યોગીચોક ધ પેલેડીયમ મોલમાં વેલકમ સ્પામાં ચાલતુા કુટણખાના પર મહિલા પોલીસના દરોડા
  • સ્પાની માલિક, ગ્રાહકને ઝડપી પાડી રૂપિયા 26,530 નો મુદ્દામાલ કબજે કર્યો
  • દેહવેપારમાં ધકેલાયેલી ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી

શહેર પોલીસની મહિલા પોલીસને શુક્રવારે બપોરે સરથાણા યોગીચોક ધ પેલેડીયમ મોલ બીજા માળે દુકાન નં. 2092 માં આવેલા વેલકમ સ્પામાં દેહવેપારનો ધંધો ચાલતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઈડ કરીને સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી લીધું હતું. મહિલા પોલીસે સ્પાના માલિક કમ સંચાલક મુક્તિબેન રમેશભાઈ દાત્રીયે ( રહે.37, પ્રિયંકા મેગાસિટી, ગોડાદરા, સુરત ) અને ગ્રાહક રાકેશ રાઘવભાઈ જીવાણી (રહે.44, પૂર્વી સોસાયટી, હીરાબાગ, વરાછા, સુરત. મૂળ રહે.સુખનાથ પ્લોટ, ગારીયાધાર, જી.ભાવનગર ) ની ધરપકડ કરી હતી. અને રોકડા 26,530 રૂપિયા કબજે કર્યા હતા. મહિલા પોલીસે ત્યાં મસાજના નામે દેહવ્યાપાર કરતી ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી. સ્પાની સંચાલક મુક્તિબેન ગ્રાહક પાસેથી 2000 રૂપિયા લઈને તેમાંથી 1000 મહિલાઓને આપી પોતે 1000 કમિશન લેતી હતી. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉધારમાં ખરીદેલા પાઈપના પેમેન્ટની ચૂકવણી માટે આપેલો ચેક રિટર્ન થતા એક વર્ષની કેદની સજા
સુરત : ઉધારમાં ખરીદેલા પાઈપની ચૂકવણી માટે આપેલો ચેક રિટર્ન થતા કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વ્યાજ સાથી ચૂકવી દેવાનો હુકમ કર્યો છે. કેસની વિગત એવી છે કે સિંગણપોર-કોઝ વે રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા રાહુલ પ્રવિણ શિહોરા યોગી મેટલના નામથી સ્ટીલના પાઈપ હોલસેલ તથા રિટેલમાં ખરીદ-વેચાણ કરે છે. આરોપી કમલેશ ભગવાનભાઈ રાદડિયા શિવ ફેબ્રિકેશનના નામથી પાઈપનું ખરીદ-વેચાણનું કામ કરે છે. આરોપી કમલેશે ફરિયાદી રાહુલ પાસેથી ઉધારમાં પાઈપ ખરીદ્યા હતા. તેના 2.87 લાખ રૂપિયાની ચૂકવણી માટે તેઓએ ચેક આપ્યો હતો. તે ચેક પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅરના શેરા સાથે રિટર્ન થયો હતો. તેથી ફરિયાદીએ રાહુલે આરોપી કમલેશ વિરુદ્ધ એડવોકેટ એચ.વી. વેકરિયા મારફત કોર્ટમાં ફરિયાદ કરતા કેસ ચાલી ગયો હતો. તેમાં કોર્ટે એડવોકેટ એ.વી.વેકરિયાની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપી કમલેશને કસુરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ ફરિયાદ તારીખથી વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જો રકમ નહીં ચૂકવે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top