Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: આ વર્ષે ભારતમાં (India) ODI વર્લ્ડ કપ (ODI Woeld cup 2023) રમાવાનો છે. આઈસીસીએ ગયા મહિને આ વર્લ્ડ કપનું શેડ્યૂલ (Schedule) જાહેર કર્યું હતું, પરંતુ હવે કેટલીક મેચોની તારીખો ફરીથી બદલવામાં આવી છે. આઈસીસી (ICC) એ હવે આ અંગે નવું શિડ્યુલ જાહેર કર્યું છે. જ્યાં ભારત (India) અને પાકિસ્તાનની (Pakistan) મેચ સહિત કુલ 9 મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાની બે મેચની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પાકિસ્તાન સામેની મેચ સિવાય નેધરલેન્ડ સામેની મેચ પણ સામેલ છે.

ODI વર્લ્ડ કપ 2023 આ વર્ષે 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, જેનું આયોજન ભારત કરશે. ટુર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તેનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારત-પાકિસ્તાન મેચ સહિત 9 મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 15મીને બદલે એક દિવસ પહેલા એટલે કે 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સહિત 9 મેચોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

આઈસીસીએ પાકિસ્તાન ટીમની એક નહીં પરંતુ ત્રણ મેચોના શિડ્યુલમાં ફેરફાર કર્યો છે. પાકિસ્તાનની ટીમ 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત સામે તેની મેચ રમવાની હતી. પરંતુ સમાચાર આવ્યા છે કે આ મેચ હવે એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે આ જ મેદાન પર યોજાશે. 15 ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ હશે. આ કારણોસર આ મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. પરંતુ આ સાથે 12 ઓક્ટોબરે યોજાનારી પાકિસ્તાન ટીમની અન્ય મેચમાં ફેરફાર કરવામાં આવશે. આ મેચ શ્રીલંકા સામે થવાની છે, જે હવે હૈદરાબાદમાં 12ને બદલે 10 ઓક્ટોબરે રમાશે.

આ 9 મેચોના શેડ્યૂલમાં થયો ફેરફાર

  • ઈંગ્લેન્ડ Vs બાંગલાદેશ- 10 ઓક્ટોબર – સવારે 10:30 વાગ્યે
  • પાકિસ્તાન Vs શ્રીલંકા- 10 ઓક્ટોબ ર- બપોરે 2:00 વાગ્યે
  • ઓસ્ટ્રેલિયા Vs સાઉથ આફ્રિકા- 12 ઓક્ટોબર – બપોરે 2:00 વાગ્યે
  • ન્યુઝીલેન્ડ Vs બાંગ્લાદેશ- 13 ઓક્ટોબર – બપોરે 2:00 વાગ્યે
  • ભારત Vs પાકિસ્તાન- 14 ઓક્ટોબર – બપોરે 2:00 વાગ્યે
  • ઈંગ્લેન્ડ Vs અફગાનિસ્તાન – 15 ઓક્ટોબર – બપોરે 2:00 વાગ્યે
  • ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ- 11 નવેમ્બર – સવારે 10:30 વાગ્યે
  • ઈંગ્લેન્ડ Vs પાકિસ્તાન – 11 નવેમ્બર – બપોરે 2:00 વાગ્યે
  • ભારત Vs નેધરલેન્ડ્સ- 12 નવેમ્બર – બપોરે 2:00 વાગ્યે
To Top