Entertainment

ડોનનો ચહેરો બદલાયો: શાહરૂખને બદલે રણવીર સિંહ દેખાશે ડોન-3માં, ટીઝર થયું રીલિઝ

મુંબઇ: ડોન-3 (Don-3) ના લીડ કેરેક્ટરમાં શાહરૂખ ખાન (Shahruk khan) હશે કે રણવીર સિંહ (Ranveer singh) લાંબા સમયથી તે ચર્ચાનો વિષય છે. હવે આ ચર્ચાઓ પર વિરામ આવ્યો છે. ફરહાન અખ્તરે ડોન-3નું ટીઝર (Teaser) રીલિઝ કરીને ચાહકોને જબરદસ્ત ઝટકો આપ્યો છે. ડોન-3માં શાહરૂખ ખાન જોવા નહિ મળશે. બોલીવુડના કિંગ ખાનની સુપરહિટ ડોનના સીક્વલમાં એ જ નહિ જોવા મળશે, આ જાણીને તેમના ચાહકો નિરાશ થયા છે. ડોન-3માં રણવીર સિંહને જોઇને લોકોમાં ટ્રેલર અને મૂવી માટે ઉત્સાહ વધ્યો છે. રણવીર સિંહને આ સીક્વલમાં ડોન તરીકે જોવા માટે ફેન્સ આતૂર છે.

ડોન અને ડોન-2 શાહરૂખ ખાનની સફળ ફિલ્મોમાંની એક હતી. ચાહકો ઘણા સમયથી આ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. દર્શકોની ઈચ્છા પૂરી કરીને ફરહાને ‘ડોન 3’ બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે શાહરૂખને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ સંભળાવી હતી, પરંતુ ‘પઠાન’ની સફળતા બાદ કિંગ ખાન માત્ર મોટી એક્શન ફિલ્મો કરવા માંગે છે. આ જ કારણ છે કે અભિનેતાએ ‘ડોન 3’નો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો.

હવે ફિલ્મ ‘ડોન 3’નો ધમાકેદાર વીડિયો રિલીઝ થયો છે. આ વીડિયોએ રિલીઝ થતાની સાથે જ ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ વીડિયો ફરહાન અખ્તરે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. ફિલ્મ ‘ડોન 3’ના આ વીડિયોમાં રણવીર સિંહના ડેશિંગ લુકને લોકો પસંદ કરી રહ્યા છે. વીડિયોને જોઈને અંદાજ લગાવી શકાય છે કે ‘ડોન 3’ની સ્ટોરી આ વખતે પણ ખૂબ જ રસપ્રદ બનવાની છે. આ વીડિયોનો બેકગ્રાઉન્ડ સાઉન્ડ અને વોઈસ ઓવર પણ ખૂબ જ મજબૂત છે. વૉઇસ-ઓવર આ રીતે શરૂ થાય છે, ‘પુછતે હૈં સબ, શેર સો રહા હૈ… વો કબ જગેગા? ઉન લોગો સે કેહ દો કિ શેર જાગ ગયા હૈ, મોત સે ખેલના ઝિંદગી હે મેરી, જીતના હી મેરા કામ હૈ, 11 મુલ્કો કી પુલીસ મુઝે ઢુંઢ રહી હૈ, મૈં હું ડોન!

ડોન 3ના ટીઝરમાં રણવીર સિંહ નવા ડોન તરીકે જોવા મળી રહ્યો છે. જ્યાં કેટલાક ચાહકો રણવીર સિંહને ડોન તરીકે જોવા માટે ઉત્સાહિત છે તો બીજી તરફ આ ફિલ્મમાં શાહરુખ ખાન ન હોવાને કારણે કેટલાક લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમજ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા પણ દર્શાવી છે.

Most Popular

To Top