SURAT

એપ ડાઉન લોડ કરવાની ભૂલ સુરત સિવિલના ડોક્ટરને 40 હજારમાં પડી

સુરત: સુરત (Surat) સિવિલ હોસ્પિટલના (Civil Hospital) એક મેડિકલ ઓફિસરે (Medical Officer) અજાણ્યા મેસેજ (Message) પર ક્લિક કરતા જ 40 હજાર ગુમાવ્યા હોવાનો કિસ્સો સએ આવ્યો છે. ભરાયેલું વીજ બિલ (Bill) અપડેટ ન થયું હોવાનું કહી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો આવેલો મેસેજ ડોક્ટરને 40 હજારમાં પડતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાનો વારો આવ્યો છે. મેડિકલ ઓફિસરે કહ્યું હતું કે બસ મેસેજ આવ્યા બાદ ક્લિક કરતા જ ગણતરીની સેકેન્ડમાં ખાતામાંથી 40 હજાર ગયા બાદ ઠગબાજો નો ભોગ બન્યો હોવાની સમજ પડી હતી. એટલું જ નહીં પણ આખો ફોન હેક કરી મેઈલ આઈડી અને ઇન-આઉટ કોલ પણ હેક કરી દીધા છે.

મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે વાત સોમવારની સાંજની હતી. મોબાઈલ નંબર પર લાઈટ બિલ અપડેટ નથી થયું મેસેજ આવ્યો હતો. એટલે તરત ફોન નંબર પર ભરેલું વીજ મોકલ્યું હતું. ત્યારબાદ થોડી જ વારમાં ફોન આવ્યો હતો. બિલ ભરાયું છે પણ અપડેટ નથી થયું, પ્લે સ્ટોરમાં જઈ ટોરેન્ટ પાવરની એપ ડાઉન લોડ કરો, એપ ડાઉન લોડ કરી ડેબિટ કાર્ડની માહિતી નાખતા જ 10-10 હજાર ચાર વખતમાં ઉપડી ગયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે બધું જ જાણે ગણતરીની સેકેન્ડમાં થયું હતું. કંઈ પણ સમજવાની સૂઝ ન મળી, તાત્કાલિક સાયબર વિભાગને જાણ કરી, તમામ પુરાવા આપ્યા, બેંક કાર્ડ બ્લોક કરી દીધો હતો તેમ છતાં 48 કલાક થઈ ગયા હોય કોઈ પરિણામ મળ્યું નથી. એમ કહીએ તો ચાલે કે એપ ડાઉન લોડની ભૂલ 40 હજારમાં પડી. શું કરવું અને શું ન કરવું એની કોઈ સૂઝ પડતી નથી, બસ એટલું જ કહી શકાય ન સમજાય તો છોડી દેવાય પણ કોઈ મેસેજ કે એપ ની ક્લિક ડાઉન લોડ ન કરાઇ એ વાત સમજાય ગઈ છે.

વધુમાં જણાવ્યું હતું કે 40 હજાર તો ગયા જ પણ સાથે ફોન હેક કરી લીધો, મેઈલ હેક કરી લીધો હોવાનું પણ કહી શકાય છે. બસ હવે ચિંતા એની છે કે વધારે મોટી રકમમાં નુકશાન ન થાય, મારા કોઈ પણ મિત્રને મેસેજ કરી રૂપિયા નહિ લઈ લે, મારી વિનંતી છે કે આવા કોઈ પણ મેસેજ આવે તો એકવાર સૂઝબૂઝ થી કામ કરો નહિંતર બેંક બેલેન્સ ખાલી થઈ જશે એનું ઉત્તમ ઉદાહરણ હું છું.

Most Popular

To Top