Science & Technology

ચંદ્રયાને ટ્વીટ કરી પૂછ્યું ‘હું ચંદ્રની ભ્રમણકક્ષામાં આવ્યો છું, ફોટો મોકલું?’…

નવી દિલ્હી: ‘હું ચંદ્રની ભ્રમણકક્ષામાં આવ્યો છું, ફોટો મોકલું?’… આ ચંદ્રયાન-3એ (Chandrayaan-3) પૂછ્યું છે. ચંદ્રયાને ટ્વીટ કરીને આ સવાલ પૂછ્યો છે. આ ટ્વીટને અત્યાર સુધીમાં 1600 થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવી છે. 10 હજારથી વધુ લાઈક્સ છે. 86 વખત કોટ કરવામાં આવ્યાં છે. બુકમાર્ક 37 વખત. આ સિવાય તેને 1.68 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

ટ્વીટમાં લખ્યું છે હે પૃથ્વીવાસીઓ! હું ચંદ્રની ભ્રમણકક્ષામાં છું. @isro, શું તમે કૃપા કરીને મને કેટલાક ચિત્રો પોસ્ટ કરવાની પરવાનગી આપી શકો?. આ ટ્વિટ હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યું છે. વિશ્વની નજર ભારતના આ ચંદ્ર મિશન પર છે. અમેરિકા, રશિયા, યુરોપીયન દેશો, ચીન, જાપાન બધા એક પણ આંખ મીંચ્યા વગર ભારત અને ઈસરો તરફ જોઈ રહ્યા છે. આ મિશન ક્યારે સફળ થશે તેની રાહ જોવાઈ રહી છે. કદાચ કેટલાકને ભારત અને ઈસરોની આ સફળતા ગમતી ન હોય. તેથી આ ટ્વિટ દ્વારા ચંદ્રયાન-3 તેમને બાળવાની વાત કરી રહ્યું છે.

ISRO બીજી વખત ચંદ્રયાન-3 ની ભ્રમણકક્ષા ઘટાડશે
આ સાથે ISRO બુધવારે બપોરે 1 થી 2 વચ્ચે બીજી વખત ચંદ્રયાન-3 ની ભ્રમણકક્ષા ઘટાડશે. આ યાન હાલમાં ચંદ્રની 170 કિમી x 4313 કિમીની ભ્રમણકક્ષામાં છે. એટલે કે, તે એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર 170 Km અને મહત્તમ અંતર 4313 Km છે.

ચંદ્રયાન-3નાં ઓનબોર્ડ કેમેરાએ ચંદ્રની તસવીરો કેદ કરી હતી
5 ઓગસ્ટ, 2023ના રોજ જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની પ્રથમ ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. ચંદ્રયાન 164 કિમી x 18,074 કિમીની ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું ત્યારે તેના ઓનબોર્ડ કેમેરાએ ચંદ્રની તસવીરો કેદ કરી હતી. ઈસરોએ તેનો વીડિયો બનાવીને તેની વેબસાઈટ પર શેર કર્યો છે. આ તસવીરોમાં ચંદ્રના ખાડા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

Most Popular

To Top