SURAT

સુરત: પહેલાં કારને ટક્કર મારી પછી યુવકને બોનેટ પર લટકાવી દારૂડિયાએ અઢી કિમી સુધી બેફામ કાર દોડાવી

સુરત (Surat): શહેરમાં પાલ (Pal) મેઈન રોડ પર બે કાર વચ્ચે અકસ્માત (CarAccident) થતાં બબાલ (Fight) થઈ હતી. જેમાં એક કારચાલકે એક યુવકને પોતાની કારના બોનેટ પર લટકાવી બેથી અઢી કિલોમીટર સુધી કાર દોડાવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. પોલસે સમગ્ર ઘટનામાં દારૂના નશામાં અકસ્માતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

  • લા વિક્ટોરિયા પાસે ઉભેલી ગાડીને ટક્કર મારીને ભાગતા યુવકે પીછો કરી કારને થોભાવી હતી
  • વિડીયો વાયરલ થતા પાલ પોલીસે ફરિયાદ દાખલ કરી પણ હળવી કલમો લગાડતાં વિવાદ

ગઈકાલે રાત્રે દેવ કેતનભાઈ ડેર (ઉ.વ.22, રહે. યોગી કોમ્પલેક્ષ, અડાજણ) મધરાતે એક વાગે તેની કાર (જીજે-05-આરડી-2379) લઈને નશામાં ધુત બની લા વિક્ટોરીયા મોલ પાસેથી પસાર થતો હતો. અને ત્યાં મૃગેશ બ્રહ્મભટ્ટ નામના એક યુવકની ઉભેલી ગાડીને ટક્કર મારી ભાગી ગયો હતો. આથી આ ગાડી ચાલકનો મુકેશે પીછો કરી રોકી ઉભો રાખી બહાર આવવા કહ્યું હતું.

મુકેશે કાર ચાલકને બહાર આવવાનું કહ્યું ત્યારે તે કારની આગળ ઉભો હતો. કાર ચાલક દેવ ડેર કારમાંથી બહાર તો નીકળ્યો ન નીકળ્યો પરંતુ તેના બદલે કાર હંકારી મૂકી, જેના કારણે કારની સામે ઊભેલા મૃગેશ બ્રહ્મભટ્ટ કારના બોનેટ ઉપર ચડી જવું પડ્યું તેમ છતાં દેવએ કાર હંકારવાનું ચાલુ રાખ્યું હતું.

કારચાલક દેવ ત્યાંથી કારના બોનેટ ઉપર મુકેશને અઢીથી ત્રણ કિલોમીટર સુધી લટકતો લઈ ગયો હતો. અને ગેલેક્સી સર્કલથી લઈને તેને નિશાંત સર્કલ પાસે છોડ્યો હતો. આ દરમિયાન બાઈક ચાલક સહિત અનેક લોકોએ તેઓનો પીછો કર્યો હતો. દરમિયાન કોઈકે વિડીયો ઉતારી લેતા તે વાયરલ થયો છે. બાદમાં પોલીસે ગુનો દાખલ કરી આરોપી દેવ કેતનભાઈ ડેર (ઉ.વ.22, રહે. યોગી કોમ્પલેક્ષ, અડાજણ) ની ધરપકડ કરી હતી.

મને કચડવાની કોશિશ કરતાં હું કારના બોનેટ પર ચડી ગયો, તેમ છતાં ગાડીને ગોળગોળ ફેરવી ટર્ન માર્યા
મૃગેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે લા વિક્ટોરિયામાં મારી ઓફિસ છે. હું મારા મિત્રને ગાડીમાં મૂકવા આવ્યો હતો. મારી ગાડી ઊભી હતી છતાં પેલો કાર ચાલક મારી ગાડી સાથે અથડાવીને આગળ નીકળી ગયો હતો. બાદમાં તેણે આગળ સર્કલ પાસે ગાડી ઊભી રાખી હતી. મેં તેને કહ્યું કે તે ઊભી ગાડીને ટક્કર મારી છે તો તું બહાર આવ, તને ભાનબાન છે. પછી તેણે મને કચડવાની કોશિશ કરી, એટલે હું તેની કારના બોનેટ પર ચડી ગયો હતો. 70થી 80 કિમીની ઝડપે તેણે મને 2થી 3 કિમી ફેરવ્યો, ચાલુ ગાડીએ મને ગોળગોળ ટર્ન માર્યા હતા.

પોલીસે સામાન્ય ગુનો નોંધી ધરપકડ કરતા વિવાદ
ભોગ બનનાર રાત્રે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો ત્યારે તેને સવારે આવવા કહ્યું હતું. સવારે ફરિયાદ નોંધાવી તો પોલીસે આરોપી સામે માત્ર દારૂના નશાનો કેસ નોંધ્યો છે. પોલીસે પ્રોહી.એક્ટની 66(1)(બી) અને મોટર વાહન અધિનિયમની 185 દાખલ કરી છે. આરોપી દારૂના નશામાં યુવકને બોનેટ પર મારવા પ્રયાસ કર્યો હોવા છતાં પોલીસે બીજી ગંભીર કલમો દાખલ કરી નહોતી. જેને લઈને વિવાદ સર્જાયો છે.

Most Popular

To Top