નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાંથી (Jammu Kashmir) કલમ 370 (Article-370) હટાવવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં (SC) સુનાવણી ચાલી રહી છે. દરમ્યાન આ મામલે...
ભારત પાસે ભૂતકાળનો ભવ્ય વારસો પડ્યો છે, પણ ભારતની પ્રજા અને ખાસ કરીને સરકાર પ્રાચીન વારસાની જાળવણી બાબતમાં ઉદાસીન છે. પુરાતત્ત્વ ખાતાના...
તલગાજરડા, મહુવા: મોરારીબાપુ દ્વારા આયોજીત 12 જ્યોતિર્લિંગ ખાતે રામકથાની પવિત્ર યાત્રાનું 8 ઓગસ્ટ, 2023ના રોજ ગુજરાતના તલગાજરડા ખાતે બાપુના ચિત્રકુટધામમાં સમાપન કરવામાં...
નવી દિલ્હી: રાહુલ ગાંધીની (RahulGandhi) સંસદમાં વાપસી બાદ કોંગ્રેસ (Congress) એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી...
વિરપુર: વિરપુર (Virpur) તાલુકામાં છેલ્લા એક માસ અગાઉ ભારે વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. તે દરમ્યાન તાલુકાના મોટાભાગના નદી નાળા તળાવો છલાકાઈ...
સુરત: સુરતના (Surat) એક બ્રીજ ઉપર યુવતી જાહેરમાં ચક દુમ દુમ – ચક દુમ દુમ કરતા ગીત ઉપર ડાન્સ (Dance) કરતી હોવાનો...
સુરત : સુરતમાં (Surat) ભારતને (India) કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર-વીરાંગનાઓને અંજલિ આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા તા. 9 થી 30...
સુરત : સુરત (Surat) અમરોલીની જે.ઝેડ શાહ કોલેજમાં (College) એસ.વાય. બી.કોમ સેમેસ્ટર-4 ની પરીક્ષામાં (Exam) બી.એ- બી.કોમના બદલે બેન્કિંગ વિષયનું પેપર વિદ્યાર્થીઓને...
ગુજરાત: ગુજરાતના (Gujarat) અનેક જીલ્લાઓને મેઘરાજાએ ઘમરોળ્યું છે. હાલ મેઘરાજાની સવારી થોડી ધીમી પડી હતી. પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા વરસાદના (Monsoon)...
ગુજરાત: સામાન્ય રીતે ઓગસ્ટ (August) મહિનો એટલે તહેવારોનો (Festivals) મહિનો એમ માનવામાં આવે છે. ઓગસ્ટમાં શ્રાવણ માસની સાથે સાથે જન્મીષ્ટમી, રક્ષાબંધન જેવા...
ભરૂચ(Bharuch) : આમોદ (Aamod) અને જંબુસર (Jambusar) નગર પાલિકાની (municipality) 6 બેઠકો ખાલી પડતા યોજાયેલી પેટા ચૂંટણીમાં (By-election) 4 પર ભાજપ અને...
અમદાવાદ: રસ્તા પર 9 નિર્દોષ લોકોને કચડી મોતને ઘાટ ઉતારનાર નબીરા તથ્ય પટેલે જેલમાં પણ નખરાં શરૂ કરી દીધાં છે. 9 લોકોના...
મુંબઈ: સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ લાંબી ચાલતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા (TarakMehtaKaOoltaChashma) છેલ્લાં કેટલાંક દિવસોથી કોન્ટ્રોવર્સીના લીધે...
નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) વધુ એક ભારતીય કફ સીરપને (Cough Syrup) લઈને એલર્ટ જારી કર્યું છે. WHOએ ઈરાકમાં (Iraq) સામાન્ય...
નવી દિલ્હી: પાકિસ્તાનથી (Pakistan) પોતાના પ્રેમીને મળવા ભારત (India) આવેલી સીમા હૈદર (Seema Haider) હાલ ચર્ચાનો વિષય બની છે. હિંદુસ્તાની યુવક સચિન...
સુરત: આદિવાસી (Tribal) બાંધવોના વિકાસ માટે રાજય સરકાર હરહંમેશ કટિબધ્ધ રહી છે. આદિજાતિ પ્રજામાં શિક્ષણનું (Education) પ્રમાણ વધે તથા બાળકોમાં નાનપણથી સારા...
પલસાણા(Palsana) : સુરત (Surat) જિલ્લા એલસીબીએ (LCB) બાતમીના આધારે દમણથી (Daman) દારૂ (Liquor) ભરીને આવતી ટ્રકને કડોદરા સીએનજી પંપ નજીક ઊભી રાખી...
ભરૂચ: ભરૂચના (Bharuch) દહેજ (Dahej) બાયપાસ રોડ પર આવેલી મંગલદીપ સોસાયટીમાં મહાદેવ મંદિરમાં (Mahadev Temple) તસ્કર (Thief) ત્રાટક્યો હતો. મંદિરમાં રહેલી દાનપેટી...
ભરૂચ: ભરૂચમાંથી (Bharuch) પસાર થતી નર્મદા (Narmada) નદીના (River) રેતાળ અને માટીવાળા કિનારા મગરો (Crocodile) માટે અનુકૂળ આશ્રયસ્થાન બની ગયા છે. છેલ્લા...
વડોદરા: શહેરી વિસ્તારમાં વાહન સહેજ પણ નો પાર્કિંગ હોય તો ટ્રાફિક પોલીસ દ્વારા તુરંત ડીટેઇન કરી લેવાય છે તો પછી વડોદરામાં પ્રવેશવાના...
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર (BJP) વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ અંગે આજથી લોકસભામાં ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના (Congress) અસમના સાંસદ...
વડોદરા: વડોદરાને સ્માર્ટ સિટી નહીં પણ ભૂવા નગરી તરીકે લોકો ઓળખતા થયા છે.તેવામાં શહેરના સુસેન સર્કલથી જયુપીટર ચાર રસ્તા પાસે ભૂવો આકાર...
વડોદરા:વડોદરા ગેસ લિમિટેડના કોન્ટ્રાક્ટરના કારણે બે કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. છાણી ટીપી 13 યોગી નગર ખાતે ગેસ લાઈનમાં બ્લોર મારતા ધડાકા...
વડોદરા: વડોદરા શહેર જિલ્લા સહિત અમદાવાદ ખેડાના અનેક પેટ્રોલ પંપના માલિકો પાસેથી પેટ્રોલ -ડીઝલ ખરીદ કર્યા બાદ રૂપિયા ન ચૂકવી કરોડોની છેતરપિંડી...
સુરત : સુરત શહેરમાં કેટલાંક ખાઈબદેલા પોલીસ કર્મીઓની રહેમનજર હેઠળ દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યાં છે. કહેવા માટે તો દારૂબંધી છે પરંતુ...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજય દેસાઇ હાલ ક્યાં છે ? તે પોલીસને પણ ખ્યાલ નથી. પરંતુ સંજય દેસાઇ આણીમંડળીએ ચકલાસીમાં અગાઉ...
સુરત : સુરત (Surat) મનપાનું (SMC) જયારે હદ વિસ્તરણ થાય છે ત્યારે મનપામાં સમાવેશ થતા ગામો અને વિસ્તારોને સારી સુવિધા અને સારા...
આણંદ : આણંદ શહેરના અમીન બજાજ શો રૂમની બહાર રોડ પર પત્ની સાથે મોબાઇલ વાત કરતાં ખાનગી કંપનીના કર્મચારીનો રોકડ રૂ.5.90 લાખ...
વડતાલ: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્યતીર્થ સ્થાન વડતાલ ખાતે તા.6 ઠ્ઠી ઓગસ્ટના રોજ 79 મી રવિસભા યોજાઈ હતી. રવિસભામાં વચનામૃત કથાના વક્તા અને...
નવી દિલ્હી: મુંબઈથી (Mumbai) ખવાજા અબ્દુલ હમીદે શરૂ કરેલ સીપલા (Cipla) કંપનીએ ફાર્મા સેકટરમાં (Farma Sector) ઘમાલ મચાવી છે. આજે આ કંપની...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાંથી (Jammu Kashmir) કલમ 370 (Article-370) હટાવવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં (SC) સુનાવણી ચાલી રહી છે. દરમ્યાન આ મામલે મંગળવારે કોર્ટે મોટી ટિપ્પણી કરી હતી . સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ (Brexit) જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથી. કોર્ટ એનું મૂલ્યાંકન કરી રહી છે કે શું તેનું રદ કરવું બંધારણીય રીતે કાયદેસર હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારત એક બંધારણીય લોકશાહી છે જ્યાં તેના રહેવાસીઓની ઇચ્છા સ્થાપિત સંસ્થાઓ દ્વારા જ જાણી શકાય છે.
મંગળવારે નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર સિબ્બલ લોન માટે હાજર થયા હતા. સીજેઆઈની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની દલીલ બાદ ‘બ્રેક્ઝિટ’ પર ટિપ્પણી કરી હતી. જેમાં સિબ્બલે કહ્યું હતું કે બંધારણની કલમ 370 નાબૂદ કરવી એ બ્રેક્ઝિટ જેવી રાજકીય ચાલ છે જ્યાં બ્રિટિશ નાગરિકોનો અભિપ્રાય લોકમતમાંથી લેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો.
સિબ્બલે વધુમાં કહ્યું કે જ્યારે 5 ઓગસ્ટ, 2019નાં રોજ કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી ત્યારે આવો કોઈ અભિપ્રાય કોઈ પાસેથી લેવામાં આવ્યો ન હતો. સિબ્બલે ભારપૂર્વક કહ્યું, આ કોર્ટ બ્રેક્ઝિટને યાદ રાખશે. બ્રેક્ઝિટ પર લોકમતની માગણી કરતી (ઇંગ્લેન્ડમાં) કોઈ બંધારણીય જોગવાઈ નહોતી. પરંતુ, જ્યારે તમે આવા સંબંધને તોડવા માંગતા હો તો તમારે લોકોનો અભિપ્રાય લેવો જોઈએ. કારણ કે આ નિર્ણયના કેન્દ્રમાં લોકો છે, કેન્દ્ર સરકારનો નહીં.
કોર્ટમાં સિબ્બલે કહ્યું કે તમે મધ્યપ્રદેશ કે બિહારને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી શકતા નથી. તે લોકશાહીનું પ્રતિનિધિત્વ સ્વરૂપ છે. આવી સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરના લોકોનો અવાજ ક્યાં છે? પ્રતિનિધિ લોકશાહીનો અવાજ ક્યાં છે? પાંચ વર્ષ વીતી ગયા… શું તમારી પાસે પ્રતિનિધિ લોકશાહીનું કોઈ સ્વરૂપ છે? આ રીતે સમગ્ર ભારતને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી શકાય છે. સિબ્બલે પોતાની દલીલો પૂરી કરતાં કહ્યું કે, મને આશા છે કે આ કોર્ટ ચૂપ નહીં રહે.
કોર્ટમાં CJI ઉપરાંત બંધારણીય બેંચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંત પણ સામેલ છે. જોકે, CJI ચંદ્રચુડ સિબ્બલની દલીલોથી પ્રભાવિત થયા ન હતા. CJIએ કહ્યું કે, બંધારણીય લોકશાહીમાં લોકોના અભિપ્રાય મેળવવાનું કામ સ્થાપિત સંસ્થાઓ દ્વારા થવું જોઈએ. એટલા માટે તમે બ્રેક્ઝિટ જેવી લોકમત જેવી પરિસ્થિતિની કલ્પના કરી શકતા નથી. તેઓ સિબ્બલના મત સાથે સહમત હતા કે બ્રેક્ઝિટ એક રાજકીય નિર્ણય હતો, પરંતુ આપણા જેવા બંધારણ હેઠળ જનમત લેવાનો કોઈ પ્રશ્ન જ નથી.
બ્રેક્ઝિટ શું છે?
યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના અલગ થવાને ‘બ્રેક્ઝિટ’ નામ આપવામાં આવ્યું હતું. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનનું બહાર નીકળવું એટલે કે બ્રેક્ઝિટને વધતા રાષ્ટ્રવાદી ઉત્સાહ, સખત ઇમિગ્રેશન નિયમો અને મુશ્કેલીમાં મુકાયેલી અર્થવ્યવસ્થાને કારણે વેગ મળ્યો હતો. બ્રેક્ઝિટ અંગે 2016માં બ્રિટનમાં જનમત સંગ્રહ થયો હતો. જેમાં મોટાભાગના લોકો યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના અલગ થવાના પક્ષમાં હતા. રેફરન્ડમના પરિણામ બાદ કેમરન સરકારને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ કન્ઝર્વેટિવ પાર્ટીના થેરેસા મેના નેતૃત્વમાં સરકાર રચાઈ હતી.