Gujarat

શ્રાવણના અધિક માસ સાથે ગૃહિણીઓની ચિંતા પણ અધિક થઇ, સિંગતેલના ભાવમાં થયો વધારો

ગુજરાત: સામાન્ય રીતે ઓગસ્ટ (August) મહિનો એટલે તહેવારોનો (Festivals) મહિનો એમ માનવામાં આવે છે. ઓગસ્ટમાં શ્રાવણ માસની સાથે સાથે જન્મીષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારો પણ આવતા હોય છે. જેથી લોકોમાં ખુશીનો માહોલ હોય છે, પરંતુ આ વખતે ગૃહિણી અને સામાન્ય લોકો માટે ચિંતાજનક વાત છે કે તહેવારો સાથે મોંઘવારી પણ વધી રહી છે. પહેલા ટાંમેટાના ભાવ અને હવે તેલના (Groundnut Oil) ભાવમાં વધારો થયો છે. જો કે દર વર્ષે તહેવારો આવતા તેલના ભાવ વધે જ છે. જેની સામાન્ય લોકોના જીવન પર ભારે અસર જોવા મળે છે.

શ્રાવણના અધિક માસ શરૂઆત થતાની સાથે જ તેલના ભાવને કારણે ગૃહિણીઓની ચિંતા પણ અધિક થઇ છે. તેલના ભાવને કારણે ફરસાણ પણ મોંઘુ થતું હોય છે. સિંગ તેલના ડબ્બાનો ભાવ વધીને 3100 રૂપિયાને પાર પહોંચ્યું છે. હવે શ્રાવણિયા ઉપવાસ કરવા પણ મોંઘા પડશે. બજારમાં ટાંમેટાંના ભાવવધારેને લઇને પહેલાથી જ લોકો પરેશાન હતા કે સિંગતેલના ભવમાં વઘારો થતાં સામાન્ય લોકો વધુ ચિંતામાં મુકાયા છે. સિંગતેલના ભાવમાં વધઘટ ચાલ્યા જ કરતી હોય છે.

જો કે તહેવારો આવતા સિંગતેલ જ નહિ પરંતુ સિંગદાણાની ડિમાન્ડ પણ વધતી હોય છે. એવામાં મગફળીના ભાવમાં પણ વધઘટ રહી છે. હાલ ખેડૂતો પાસે 10 ટકા જેટલી મગફળી રહી છે. તહેવારોને કારણે સિંગતેલની જરૂરિયાત પણ વધી છે, જેનો સીધો અસર મગફળીની ઉત્પાદન પર થાય છે. જેની પાસે મગફળી છે તેઓ જરૂર પૂરતી જ મગફળીનો જથ્થો રિલીઝ કરી રહ્યા છે. જેને કારણે મિલમાં પિલાણ માટે મગફળી ઓછી આવી રહી છે. મગફળીના જથ્થામાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે.

તેલના ભાવમાં વધારો ફરસાણ અને ખાદ્યતેલ બંને મોંઘા ખરીદવા સિવા કોઇ છુટકારો રહેતો નથી. જેના કારણે વેચટિયાઓને ફાયદો થતો હોય છે. આજે સિંગતેલમાં વધુ 20 રૂપિયાનો ભાવવધારો થયો છે. હવે સિંગતેલનો ડબ્બો 3100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જ્યારે સિંગતેલની સરખામણીમાં અન્ય તેલ ખરીદવામાં સસ્તા છે. કપાસિયા તેલ કરતાં સરસવ અને વનસ્પતિ ઘી સસ્તાં છે. બજાર પ્રમાણે કપાસિયા તેલનો ભાવ 1735, સરસવ તેલનો ડબ્બો 1710, વનસ્પતિ ઘીનો ભાવ રૂપિયા 1700 અને સિંગતેલનો ડબ્બો 3100 રૂપિયા સુધી પહોંચ્યું છે.

Most Popular

To Top