Dakshin Gujarat

દમણથી દારૂ ભરીને અમદાવાદ જતી ટ્રક કડોદરા નજીક પકડાઈ

પલસાણા(Palsana) : સુરત (Surat) જિલ્લા એલસીબીએ (LCB) બાતમીના આધારે દમણથી (Daman) દારૂ (Liquor) ભરીને આવતી ટ્રકને કડોદરા સીએનજી પંપ નજીક ઊભી રાખી તલાશી લેતાં ટ્રકમાંથી 15 લાખથી વધુનો દારૂ સાથે એકની અટકાયત કરવામાં આવી હતી.

  • એકની અટકાયત, દારૂ ભરેલી ટ્રક આપી જનાર બે અજાણ્યા અને દારૂ મંગાવનાર વોન્ટેડ

સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક મરૂન કલરની ટ્રક નં. (જીજે 1 બીવી 1715)નો ચાલક ટ્રકમાં દમણ તરફથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મુંબઇ-અમદાવાદ ને.હા.48 પરથી અમદાવાદ તરફ જનાર છે. ટ્રકની ઉપર ઇંગ્લિશમાં ઓલ ઇન્ડિયા ૫રમિટ લખેલ છે અને તે ટ્રકે નવસારી પાસ કરેલ છે.

બાતમી મળતા જ એલસીબીની ટીમે કડોદરાથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 ૫૨ સીએનજી પંપ પાસે વોચ ગોઠવી ટ્રકને ઝડપી પાડી હતી. ટ્રકમાં તપાસ કરતાં પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ-૫૪૦૦ કિં.૧૫,૬૦,૦૦૦, ટ્રકની કિં.૧૦ લાખ, મોબાઇલ ફોન નંગ-૧ કિંમત ૫૦૦૦, રોકડ રૂ.૩૬૧૦, તાડપત્રી નંગ-૧ કિં.૨૦૦૦ મળી કુલ રૂ.૨૫,૭૦,૬૧૦ના મુદ્દામાલ સાથે પોલીસે ટ્રકચાલક રોહિત ભૂપત માતાસુળીયા (દેવીપૂજક) (ઉં.વ.૨૫) (૨હે., ચોરીવીરા હાઇસ્કૂલની બાજુમાં, જિ.સુરેન્દ્રનગ૨)ને ઝડપી પાડી તેની સઘન પૂછપરછ કરતાં વાપી નેશનલ હાઇવે પર દારૂ ભરેલી ટ્રક આપી જનાર બે અજાણ્યા ઇસમ તેમજ દારૂ મંગાવનાર અરવિંદ (રહે., જેસર, જિ.ભાવનગર)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજપીપળામાં દારૂ સાથે મહિલા ઝડપાઈ
રાજપીપળા: ગતરોજ રાજપીપળા પોલીસે રાજેન્દ્રનગર સોસાયટી જલારામ મંદિર પાસે આવેલા વિક્રમસિંહ ભાવસિંહ ગોહિલના ઘરના પ્રથમ રૂમમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં દારૂનો જથ્થો છુપાવેલો હોવાની બાતમી મળતા રેડ કરી હતી. પોલીસે રૂ.28,600નો મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપી મંજુલાબેન વિક્રમસિંહ ગોહિલની ધરપકડ કરી હતી. જ્યારે વિક્રમસિંહગોહિલ, દિગ્વિજયસિંહ રાજેન્દ્રસિંહ શીનોરા (રહે., રાજપૂત ફળિયા, રાજપીપળા જૂની કોર્ટની બાજુમાં)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ઓલપાડના માસમા ગામે પાર્ક કરેલી ડમ્પરમાંથી 14 લાખથી વધુનો દારૂ ઝડપાયો
પલસાણા: સુરત જિલ્લા એલસીબીએ બાતમીના આધારે ઓલપાડના માસમાની સીમમાં આવેલા એક પેટ્રોલપંપના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ડમ્પરમાંથી 14 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો.

સુરત એલસીબી પેટ્રોલિંગમાં હતી. ત્યારે સુરત વેડ રોડ ખાતે રહેતો ચેતન ઉર્ફે હાર્દીક રમેશભાઇ પરમાર એક ટાટા ડમ્પર નં.(GJ16-X-6915)માં વિદેશી દારૂ ભરાવી પોતે ડમ્પરનું કારથી પાયલોટિંગ કરી દારૂ ભરેલું ડમ્પર માસમા ગામની સીમમાં આવેલા સાંઇ શ્રદ્ધા પેટ્રોલપંપના કંપાઉન્ડમાં પાર્ક કર્યુ છે તેવી બાતમી મળી હતી.

જેના આધારે સ્થળ પર પહોંચી તપાસ કરતાં ડમ્પર ટ્રક મળી આવ્યું હતું. આ ટ્રકમાં તપાસ કરતાં કોઈ હાજર ન હતું. જેથી ટ્રકના પાછળના ભાગે તપાસ કરતાં 14,28,400નો દારૂ મળી આવતાં જિલ્લા એલસીબીએ મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂ મંગાવનારા ડમ્પર નં.(GJ-16-X-6915)ના ચાલક અને માલ મંગાવનાર ચેતન ઉર્ફે હાર્દિક રમેશ પરમાર (રહે.,વેડ રોડ, કુબેરનગર, સુરત શહેર)ને વોન્ટેડ જાહેર કરાયા હતા. જિલ્લા એલસીબીએ 20 લાખના ડમ્પર સાથે કુલ 34,28,400નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top