Vadodara

બેરોકટોક દોડતા ગેરકાયદેસર વાહનો પર સામે પોલીસ-RTOની મીઠી નજર..?

વડોદરા: શહેરી વિસ્તારમાં વાહન સહેજ પણ નો પાર્કિંગ હોય તો ટ્રાફિક પોલીસ દ્વારા તુરંત ડીટેઇન કરી લેવાય છે તો પછી વડોદરામાં પ્રવેશવાના માણેક પાર્ક, અમિતનગર, સોમાતળાવ, સુસેન ચાર રસ્તા, કીર્તિસ્તંભ સહિતના ચાર રસ્તા પર ગેરકાયદે વાહનો મસમોટી જગ્યા રોકીને ઉભા રહેતો હોવા છતાં કેમ તેમની કાર્યવાહી કરાતા નથી. શુ આ વાહન ચાલકો પાસેથી પોલીસ ખાતુ મહિને હપ્તો ઉઘરાતો હોવાથી તેમની સામે કોઇ પગલા ભરવામાં આવતા નથી?

ખાનગી વાહનોને વ્યાપારી ધોરણે ચલાવવા પર આરટીઓ વિભાગની રોક છે તેમ છતા વિવિધ વિસ્તારમાં સર્કલો પર બિન્દાસ્ત રીતે ચાલકો પોતાના ખાનગી વાહનોમાં વર્ધી મારી નફો રડી રહ્યા છે અને સરકારી બસનો નુક્સાન પહોંચાડી રહ્યા છે. તેમ છતાં ટ્રાફિક પોલીસના છુપા આશીર્વાદથી ચાલી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક બાજુ ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓ એવુ કહીરહ્યા છે કે શહેરમાં નડતૂર વાહનો સામે ડિટેઇન કાર્યવાહી કરાઇ છે.

તો પછી અમિતનગર, માણેકપાર્ક, સોમાતળાવ, સુસેન ચાર રસ્તા અને કીર્તિસ્તંભ પર મોડી સંખ્યામાં ખાનગી હોવાનો ઘણુ મોટી જગ્યા રોડ પર રોકીને ઉભી રહી જતા હોય છે. જેના કારણે અન્ય વાહન ચાલકોને હેરાન થવું છે. બીજી તરફ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ખાનગી વાહન ચાલકો પાસેથી ટ્રાફિકના અધિકારીઓને મસમોટો હપ્તો જતો હોવાના કારણે તેમની સામે કાર્યવાહી કરતા નથી અને કરાય તો માત્ર નામ પુરતા વાહનો ડીટેઇન કરવામાં આવતા હોય છે.અધિકારીઓના પાપે ક્યારેક આમ જનતો ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે જોવુ રહ્યું કે ગેરકાયદે ઉભા રહેતા ખાનગી વાહનો સામે કાર્યવાહી કરાય છે કે પછી આ વાહનોને અનદેખા કરાઇ છે.

સિટીમાં ટુ વ્હીલર સહિતના વાહનો ડીટેઇન કરાય છે તો પછી ખાનગી વાહનો અનદેખા કેમ?
સિટી વિસ્તારમાં જાહેર જનતા દ્વારા વાહનો પાર્ક કરેલા વાહનો ટ્રાફિક પોલીસ ્દ્વારા ડીટેઇન કરીને લઇ જવામાં આવતા હોય છે. તો શહેરના પ્રવેશવાના રસ્તા પર ઉભા રહેતા ખાનગી વાહનો કેમ ડીટેઇન કરવામાં આવતા નથી. વાહન ચાલકો પાસેથી દંડ ઉઘરાવાય છે તો પછી વરદી મારતા વાહન ચાલકોને સામે કડક પગલા ભરવામાં આવતા નથી. આ ટ્રાફિકની બેવડી નીતિ કરતી ટ્રાફિક પોલીસ સામે આમનજતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વર્ધી મારતા વાહનોમાં નંબર પ્લેટ સફેદ રંગની હોય છે આરટીઓ કુંભકર્ણની નિદ્રામાં
બીજી તરફ આરટીઓ પણ કુંભકર્ણની નિદ્રામાં ઉંઘતું હોય તેમ જણાઇ રહ્યું છે. કારણ વર્ધી મારતા ખાનગી વાહનો પર નંબર પ્લેટ ખાનગી હોવી જોઇએ પરંતુ આ વાહનો પર સફેદ રંગની નંબર લગાડેલી હોય છે. જેનામાં ફેમિલી માટે હોય છે તેના વાહન ચાલકો વરદી મારીને આરટીઓના નિયમનો ભંગ કરી રહ્યા છે તેમ છતાં આરટીઓ દ્વારા જાણે તેમને માત્ર દંડ ઉઘરાવવામાં રસ હોય તેમ કાર્યવાહી કરતું નથી.

Most Popular

To Top