Entertainment

સીમા સચિનની લવસ્ટોરી પર બનશે ફિલ્મ, નામ હશે કરાચી ટુ નોઈડા

નવી દિલ્હી: પાકિસ્તાનથી (Pakistan) પોતાના પ્રેમીને મળવા ભારત (India) આવેલી સીમા હૈદર (Seema Haider) હાલ ચર્ચાનો વિષય બની છે. હિંદુસ્તાની યુવક સચિન મીણા સાથેની તેની લવસ્ટોરી એટલી ફેમસ થઈ ગઈ છે કે તેની પર હવે ફિલ્મ (Film) બનવા જઈ રહી છે. જાની ફાયરફોક્સ પ્રોડકશન હાઉસના મેનેજિંગ ડિરેકટર અમિત જાની આ કપલ પર ફિલ્મ બનાવા જઈ રહ્યાં છે.

સચિન સીમાની લવસ્ટોરી પર જે ફિલ્મ બનવા જઈ રહી છે તેનું નામ કરાચી ટુ નોઈડા આપવામાં આવ્યું છે. અમિત જાની આ ફિલ્મનું થીમ સોંગ આવતા અઠવાડિયે લોન્ચ કરશે. જણાવી દઈએ કે આ પહેલા અમિત જાનીએ આ કપલને ફિલ્મમાં કામ આપવા માટેની પણ ઓફર આપી હતી. રાજસ્થાનના ઉદયપુરમાં દર્જી કનૈયાલલ પર બની રહેલી ફિલ્મ A Tailor Murder Storyમાં અભિનય કરવા માટે અમિત જાનીએ સીમાને ઓફર આપી હતી. આ ઓફરને પણ સીમાએ સ્વીકારી લીધી છે. આ ફિલ્મમાં સીમા RAW એજન્ટની ભૂમિકામાં જોવા મળશે.

ગયા અઠવાડિયે જ સીમા જાની ફાયર પ્રોડકશન હાઉસની ટીમને ગ્રેટર નોઈડામાં મળવા ગઈ હગતી. ટીમે સીમાનું ઓડિશન પણ લીધું હતું. આ ઉપરાંત સીમાએ તમામ સદસ્યના આર્શીવાદ પણ સીધા હતા. ફિલ્મમાં કામ કરવા માટે સીમા ઉત્સાહિત હોય તેવું પ્રતિત થઈ રહ્યું હતું તેમજ તેણે જણાવ્યું હતું કે તે ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સાહિત છે. તેને માત્ર UP ATSની તરફથી ક્લીન ચીટ મળે તેની જ રાહ છે.

બીજી તરફ અમિત જાનીને પણ ધમકીઓ મળવા લાગી છે. અમિત જાનીનો આરોપ છે કે સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રવક્તા અભિષેક સોમ અને મોનુ માનેસરે તેમને ધમકી આપી છે. અભિષેકે તેમને વીડિયો દ્વારા ધમકી આપી છે કે તે તેના ગુંડાઓ સાથે મળીને ફિલ્મના સેટ પર હુમલો કરશે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફિલ્મ નિર્દેશક અમિત જાનીએ ટ્વિટ દ્વારા યુપી પોલીસના અધિકારીઓને આ અંગે ફરિયાદ કરી છે.

અમિતે ટ્વીટ કર્યું, “હું જાની ફાયરફોક્સ મીડિયા પ્રાઈવેટ હાઉસ લિમિટેડનો મેનેજિંગ ડિરેક્ટર છું. મારું પ્રોડક્શન હાઉસ ગયા વર્ષે ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલ સાહુની હત્યા પર એક ફીચર ફિલ્મ બનાવી રહ્યું છે. જેની કાસ્ટિંગ ચાલી રહી છે. આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરમાં શૂટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે મેં મીડિયા ગ્રુપમાં એક વીડિયો વાયરલ જોયો જે મેરઠના રહેવાસી અભિષેક સોમનો છે. વીડિયોમાં અભિષેક સોમે મને ધમકી આપી છે.” ટ્વીટમાં અમિતે આગળ લખ્યું, “અભિષેકે મને ધમકી આપી છે કે તે હંગામો મચાવશે અને ફિલ્મના સેટમાં તોડફોડ કરશે, જેમ કે ફિલ્મ પદ્માવતના શૂટિંગ દરમિયાન થયું હતું.”‘ અમિત પોલીસને આ અંગે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. અમિત જાનીએ એમ પણ કહ્યું કે તેમને એક વીડિયો કોલ પણ આવ્યો છે. પરંતુ તેણે ઉપાડ્યો નહીં ત્યારબાદ તેમને એક વોઈસ મેસેજ મળ્યો જેમાં મોનુ માનેસરના નામે ધમકીઓ આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે જો સીમા હૈદરને રોલ આપવામાં આવશે તો પરિણામ સારું નહીં આવે.

શું છે સીમા હૈદર કેસ?
પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદર મોબાઈલ પર PUBG રમતી વખતે ભારતના સચિન સાથે પ્રેમમાં પડી ગઈ હતી. આ પછી, તે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને નેપાળ થઈને તેના પ્રેમીને મળવા ભારત આવી હતી. પરંતુ નોઈડા પોલીસે તેની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જે બાદ તે હાલમાં જામીન પર મુક્ત થઈ છે. હવે યુપી એટીએસ સીમા હૈદર કેસની તપાસ કરી રહી છે.

Most Popular

To Top