National

રાહુલ ગાંધીએ ભાષણ પછી સંસદ ભવનમાં આપી ફલાઈંગ કિસ, સ્મૃતિ ઈરાની ગુસ્સે થઈ

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે સાંસદ ભવનમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાનું ભાષણ આપ્યું હતું. રાહુલ પોતાનું ભાષણ આપીને જ્યારે સાંસદ ભવનની બહાર નીકળી રહ્યાં હતા તે સમયે કંઈક એવું થયું કે જેના પર સાંસદમાં હાજર તમામ મહિલાઓએ (Women) આપત્તિ વ્યકત કરી હતી. આ મામલે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. તેમણે બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા કરી હતી. તેમણે પોતાનું ભાષણ આપ્યું હતું. ભાષણ આપ્યા પછી રાહુલ ગાંધી સંસદ ભવનની બહાર નીકળી રહ્યાં હતા ત્યારે તેમણે ફ્લાઈંગ કિસ આપી હતી. રાહુલના આ રિએકશન પર ધણી મહિલા સાંસદોએ લોકસભાનાં અધ્યક્ષને ફરિયાદ નોંધાવી હતી. જ્યારે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલની આ હરકતને અભદ્ર ગણાવી હતી. રાહુલનું આ રિએકશન કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટનાને જેણે નજરે નીહાળી હતી તેઓ અનુસાર રાહુલ ગાંધી જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવના ભાષણ પછી લોકસભા પરિસરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમની કેટલીક ફાઇલો નીચે પડી ગઈ હતી. તેઓ તેમને લેવા માટે નીચે ઝૂક્યા કે તરત જ ભાજપના કેટલાક સાંસદો તેમના પર હસવા લાગ્યા હતા. આના પર રાહુલ ગાંધીએ ભાજપના સાંસદોને ફ્લાઈંગ કિસ આપી અને હસતા હસતા બહાર નીકળી ગયા હતા.

મહિલા સાંસદોને માત્ર મહિલા વિરોધી વ્યક્તિ જ ફ્લાઈંગ કિસ આપી શકે : સ્મૃતિ ઈરાની
સંસદમાં ભાષણ દરમિયાન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, સંસદમાં મહિલા સાંસદોને માત્ર મહિલા વિરોધી વ્યક્તિ જ ફ્લાઈંગ કિસ આપી શકે છે. આવું ઉદાહરણ પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. આ બતાવે છે કે તેઓ મહિલાઓ વિશે શું વિચારે છે. આ અભદ્ર વર્તન છે.

લોકસભા સ્પીકરને ફરિયાદ
કેન્દ્રીય કૃષિ મંત્રી શોભા કરંદલાજેએ પણ ફ્લાઈંગ કિસને લઈને કોંગ્રેસના સાંસદ પર નિશાન સાધ્યું હતું. તેણે રાહુલના વર્તનને ‘અયોગ્ય’ ગણાવ્યું અને લોકસભાના અધ્યક્ષને ફરિયાદ કરી હતી. ફરિયાદ પત્ર પર ઘણી મહિલા સાંસદોએ સહી કરી છે. આ પત્રમાં તેણે કડક કાર્યવાહીની માંગ કરી છે. સહી કરનાર તમામ મહિલા ભાજપ સાંસદો સ્પીકરના રૂમમાં પહોંચી ગઈ હતી.

Most Popular

To Top