Trending

માત્ર 10 વર્ષની બાળકીએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા, પહેલા પરિવારે ઉજવણી કરી અને પછી શોક મનાવ્યો

નવી દિલ્હી: અમેરિકાના (America) નોર્થ કેરોલિનામાંથી એક ચોંકવનારો મામલો સામે આવ્યો છે. 10 વર્ષની એક બાળકીના લગ્ન (Marriage) તેની ઈચ્છાથી તેનાં બોયફ્રેન્ડ (Boy Friend) સાથે કરાવવામાં આવ્યા હતા. પરંતુ લગ્નના 12 દિવસ પછી બાળકી મૃત્યુ પામી અને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે બાળકી, તેનાં પરિવાર સહિત અને બોયફ્રેન્ડને પણ આ વાતની જાણ હતી કે તે હવે લાંબુ જીવી શકશે નહિં તેમ છતાં તેનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતા.

અમેરિકામાં રહેતી 10 વર્ષની બાળકી એમ્મા એડવર્ડ્સ હવે આ દુનિયામાં નથી. એમ્મા એડવર્ડ્સનું તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યાના થોડા જ દિવસોમાં અવસાન થયું હતું. એમ્માને બ્લડ કેન્સર હતું. તેની છેલ્લી ઈચ્છા તેના પ્રેમી સાથે લગ્ન કરવાની હતી. એમ્મા ભલે હયાત નથી પરંતુ તેના માતા-પિતાએ તેની દુનિયામાંથી વિદાયના 12 દિવસ પહેલા તેની એક ઈચ્છા પૂરી કરી હતી જે હવે ચર્ચામાં આવી છે. એમ્મા એડવર્ડ્સ અને ડેનિયલ માર્શલ ક્રિસ્ટોફર વિલિયમ્સે 29 જૂનના રોજ 100 લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્નનાં બરાબર 12 દિવસ પછી એમ્માનું અવસાન થયું હતું.

દુલ્હન બનવા માંગતી હતી એમ્મા
એમ્માના માતા-પિતા જણાવે છે કે તેને દુલ્હન બનવાની ઈચ્છા હતી. અમે જ્યારે ડૉક્ટર પાસે ગયા ત્યારે તેમણે કહ્યું કે એમ્મા પાસે હવે થોડા જ દિવસો બાકી છે. જેથી અમે એમ્માની દુલ્હન બનવાની ઈચ્છા પૂરી કરી હતી. આ માટે એમ્માના માતા-પિતાએ તેમના સમાજનો અને તેમના નજીકના મિત્રનો આભાર માન્યો હતો.

ગયા વર્ષે એપ્રિલમાં આ રોગની જાણ થઈ હતી
એમ્માને ગયા વર્ષે એપ્રિલમાં એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા (ALL) હોવાનું નિદાન થયું હતું. લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયાએ રક્ત કેન્સરનો એક પ્રકાર છે જે સામાન્ય રીતે બાળકોમાં થાય છે. તે લોહીને બગાડે છે.

એમ્માની માતા અલિનાએ આ વાત કહી
એમ્માની માતા એલિના કહે છે કે ‘એમ્માનો તેના વર્ગમાં શ્રેષ્ઠ મિત્ર ડેનિયલ માર્શલ ક્રિસ્ટોફર વિલિયમ્સ હતો. અમે તેને પ્રેમથી ડીજે કહીએ છીએ. એમ્મા ઘણીવાર કહેતી કે તે દુલ્હન બનવા માંગે છે. લગ્ન કરવા માંગે છે ડીજેના પરિવાર સાથે પણ અમારા ઘણા સારા સંબંધો છે. એમ્મા શાળામાં લગ્ન કરવા માંગતી હતી, પરંતુ શાળાએ તેને મંજૂરી આપી ન હતી. એમ્માની છેલ્લી ઈચ્છા પૂરી કરવા બંને પરિવારો નકલી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બગીચામાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100 થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top