Charchapatra

નકલી ઘી : જાહેર આરોગ્ય, સુખાકારી અને સ્વાસ્થ્ય સાથે ચેનચેડા!

સરકારના વખતોવખત બદલાતા જતા નાણાં વિભાગના સચિવો કનેથી અલગ અલગ  જાણેલું કે, ‘દેવું કરીને ચોમાસામાં ઘી પીઓ ‘અથવા ‘અધિક માસ દરમિયાન જાત્રા કરો’ યા પછી ‘ઘર ખરીદો’…! હાહાહા ! અત્રે વાર્તા નકલી ઘી ઉપર પ્રસ્તુત.. જાણીતી,માનીતી અને લોકપ્રિય બ્રાન્ડનેમ કમ્પનીનું કથિત નકલી શુદ્ધ ઘી મુક્ત બજારમાંથી પકડાયું  અને / અથવા કહેવાતું બનાવટી દેશી ઘી ઉત્પાદન / પેકીંગ થતું હોવા અંગેની ફેક્ટરી ઝડપાય વિગેરે   સમાચારો અવારનવાર જાણવા મળતા હોય છે કેમ કે, જમાનો ગુણવત્તા અને શુદ્ધતાનો રહ્યો નથી,

મિલાવટ(ભેળસેળ)કરવાનો ખરાબ સમય ચાલતો હોવાથી  અને ત્યાં  ગંદુ રાજકરણ અને ઠેરઠેરનો  ભ્રષ્ટાચાર નડતો હોય પછી શુદ્ધતા અને ગુણવત્તાની ગેરેન્ટી વોરંટી કયા રહેવા પામી !? ખેર, ઓળખો .. !બજારનું દેશી / શુદ્ઘ ઘી નકલી છે કે અસલી?! અલબત, શુદ્ધ / દેશી ધી વગર ભારતીય વાનગીનો ટેસ્ટ બિલકુલ અધૂરો અને અપૂર્ણ  જ હોય છે. પહેલાના સમયથી જ દેશી / શુદ્ધ  ઘી ભારતીય વાનગીઓ અને આયુર્વેદિકિ ચિકિત્સા પદ્ધિતિનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે. એવું કહેવાય છે કે, દાળ-શાકમાં અનેક રોગોથી છુટકારો મેળવવા દેશી / શુદ્ધ  ઘીનો વધારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કિન્તુ  તે ત્યારે જ સંભવ છે કે જ્યારે ઘી અસલી અને ચોખ્ખુ  હોય. !

બલ્કે, બજારમાંથી લીધેલું ઘી એ અસલી છે કે નકલી તેની ખરાઈ અને ભૌતિક તપાસ નિમ્નલિખિત રીતે શક્ય છે! સર્વ પ્રથમ દેશી ઘી ઉકાળવાથી હકીકત સામે આવશે. સૌ પહેલાં  4 થી 5 ચમચી ઘીને કોઇ એક વાસણમાં નાખીને તેને બરાબર ઉકાળી લ્યો  અને પછી તેને વાસણમાં જ 24 કલાક સુધી મૂકી રાખો.  24 કલાક બાદ પણ ઘીમાંથી સુગંધ આવી રહી છે તો સમજી જજો કે તે ઘી અસલી છે. પરંતુ જો ઘીમાંથી સુગંધ નહિ આવે તો ભૂલથી પણ તે ઘીનો ખાવામાં ઉપયોગ નહિ કરતા કારણ કે ઘી નકલી હોઇ શકે છે.

બીજી રીતે મીઠું ભેળવીને ચેક કરો! એ માટે સૌ પ્રથમ  એક વાસમણાં બે ચમચી ઘી, અડધી ચમચી મીઠું અને એક ચપટી હાઇડ્રોક્લોરિક એસિડ ભેળવો અને તેને 20 મિનિટ સુધી અલગ કરીને મૂકી રાખો. 20 મિનિટ બાદ  ઘીનો રંગ ચેક કરો. જો ઘીએ કોઇ જ રંગ નથી બદલ્યો તો ઘી અસલી છે. પરંતુ જો ઘી લાલ અથવા તો કોઇ અન્ય રંગ પકડી લે છો તો સમજી જજો કે ઘી નકલી હોઇ શકે છે.! પાણીથી પણ થશે,  અસલી ઘીની ઓળખ સૌ પહેલાં એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં એક ચમચી ઘી મેળવી દો. હવે ઘી પાણીની ઉપર તરવા લાગે છે તો સમજી જજો કે ઘી અસલી છે પણ જો ઘી પાણીની નીચે બેસી જાય  તો સમજી જજો કે ઘી નકલી હોઇ શકે છે.! (એક ગૂઢ રહસ્યમય અભ્યાસ મુજબ !)
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન .- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top