SURAT

તક્ષશિલા કાંડની યાદ અપાવતી ઘટના સુરતમાં ફરી બની: સિંગણપોરના ટ્યુશન ક્લાસમાં આગ લાગી

સુરત (Surat): શહેરના સિંગણપોર (Singanpore) વિસ્તારમાં તક્ષશિલા કાંડની (TakshShilaFire) યાદ તાજી કરાવતો કિસ્સો સામે આવ્યો છે. સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલા તાના ક્લાસીસની (Tana Classes) મીટર પેટીમાં અચાનક આગ (Fire) લાગી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગી ત્યારે ક્લાસમાં 100થી વધુ વિદ્યાર્થીઓ હાજર હતાં. છતાં ફાયર બ્રિગેડને (Fire Brigade) ક્લાસ બંધ હોવાની માહિતી અપાઈ હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

  • સિંગણપોરના તાના ટ્યુશન ક્લાસીસના ગ્રાઉન્ડ ફ્લોર પર મીટર પેટીમાં આગ લાગી
  • આગમાં ત્રણ મીટર પેટી અને વાયરીંગ બળીને ખાક થયું
  • આગ લાગી ત્યારે ક્લાસમાં 100 વિદ્યાર્થી હતા, સદ્દનસીબે કોઈ જાનહાનિ નહીં
  • ટ્યુશન કલાસમાં આગ લાગતા લોકોને સરથાણા તક્ષશિલા કાંડ યાદ આવી ગયો

ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના આજે બુધવારે સવારે 8:14 મિનિટ કલાકે બની હતી. સિંગણપોર ખાતે આવેલા તાના ટ્યુશન ક્લાસીસના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મીટર પેટીમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો. જેથી ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતાં જ સ્થળ પર દોડી ગયું હતું. આગ પર સ્થાનિકોએ કાબૂ મેળવી લીધો હતો.

વધુમાં જણાવ્યું હતું કે નવાઈની વાત એ હતી કે ક્લાસીસના માલિકે ફાયર બ્રિગેડને ક્લાસ બંધ હોવાની ખોટી વિગતો આપી હતી. આગમાં 3 મીટર પેટી અને વાયરિંગ બળીને ખાક થઈ ગઈ ગયું હતું. સવારના સમયે જ સ્થાનિકોને ફરીથી તક્ષશિલાવાળી ભયાનક ઘટનાની યાદ તાજા થઇ ગઈ હતી.

ક્લાસિસના માલિક તુષાર સુતરિયાએ કહ્યું કે, ધોરણ 10થી 12 સુધીના ક્લાસ ચાલી રહ્યા હતા. ફાયર બ્રિગેડને ખોટી વિગતો કેમ અપાઈ તે અંગે પૂછતા તુષાર સુતરિયાએ કહ્યું કે, ક્લાસની પાળી એ જ સમયે પૂર્ણ થઈ હતી. વળી ફાયરબ્રિગેડ પણ સાત મિનીટ જેટલું મોડું આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. હાલ ફાયર વિભાગ આગળ શું કાર્યવાહી કરશે એ જોવાનું રહ્યું છે.

ચાર વર્ષ પહેલાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોના મોત થયા હતા
આજથી ચાર વર્ષ પહેલાં 24 મે, 2019ના ગોઝારા દિવસે સરથાણામાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. તક્ષશિલા બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લિટ એરકન્ડિશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી.

Most Popular

To Top