World

મોહમ્મદ પયગંબર પર ટિપ્પણી મુદ્દે કુવૈતમાં રોષ, ભારતીય વસ્તુઓનો બહિષ્કાર કર્યો

નવી દિલ્હી: પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) પર ભાજપ(BJP)ના નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણીનો વિવાદ (Controversy)અટકવાના બદલે વકરી રહ્યો છે. ઈસ્લામિક દેશોના વાંધાઓ વચ્ચે હવે કુવૈત(Kuwait)માં ભારતીય(Indian) ઉત્પાદનો(Product)નો બહિષ્કાર(Boycott) શરૂ થઈ ગયો છે. કુવૈતમાં એક સુપરમાર્કેટે તેના શેલ્ફમાંથી ભારતીય ઉત્પાદનો હટાવવાનું શરૂ કર્યું છે. કુવૈતમાં અલ-આર્દિયા કો-ઓપરેટિવ સોસાયટી સ્ટોરના કામદારો ભારતીય ચા અને અન્ય ઉત્પાદનો સ્ટોરમાંથી દૂર કરી રહ્યા છે.

ભારતીય વસ્તુઓ ઢાંકી દેવાઈ
કુવૈત શહેરની બહાર સુપરમાર્કેટમાં ચોખા, મસાલા અને મરીને શેલ્ફમાંથી કાઢીને પ્લાસ્ટિકની ચાદરમાં ઢાંકી દેવામાં આવ્યા છે. અને તેના પર અરબી ભાષામાં લખ્યું છે કે, અમે ભારતીય ઉત્પાદનો હટાવી દીધા છે. સ્ટોરના સીઈઓ, નાસેર અલ-મુતૈરીએ કહ્યું, “અમે, કુવૈતી મુસ્લિમો તરીકે, પયગંબર મોહમ્મદનું અપમાન સહન કરી શકતા નથી. સુપરમાર્કેટ ચેઈનના એક અધિકારીએ જણાવ્યું કે કંપની ભારતીય ઉત્પાદનોનો વ્યાપક બહિષ્કાર કરવાનું વિચારી રહી છે.

પયગંબર મોહમ્મદ પર કરેલી ટીપ્પણી મામલે રોષ યથાવત
અત્યાર સુધી ઘણા દેશોએ પયગંબર મોહમ્મદ પર ભાજપના બે નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો છે. જેમાં ઈરાન, ઈરાક, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, ઓમાન, યુએઈ, જોર્ડન, અફઘાનિસ્તાન, બહેરીન, માલદીવ, લીબિયા અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. ભાજપે આ ટિપ્પણી કરનારા નેતાઓ સામે પણ કાર્યવાહી કરી છે. આ મામલે રાજદ્વારી સ્તરે પણ આગ લાગી હતી. ઘણા દેશોએ તેમના દેશોમાં સ્થિત ભારતીય રાજદૂતોને બોલાવીને નારાજગી વ્યક્ત કરી હતી. કતારે ભારતને આ ઈસ્લામિક વિરોધી ટિપ્પણી માટે માફી માંગવા કહ્યું હતું. આ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કતારની મુલાકાતે હતા.

ઇજિપ્તની પ્રતિષ્ઠિત અલ-અઝહર યુનિવર્સિટીએ પણ નિંદા કરી
ઇસ્લામની સૌથી મહત્વપૂર્ણ સંસ્થાઓમાંની એક અલ-અઝહર યુનિવર્સિટીએ પયગંબર મુહમ્મદ પરની આ ટિપ્પણીઓને વાસ્તવિક આતંકવાદ ગણાવી હતી. સાઉદી અરેબિયા સ્થિત મુસ્લિમ વર્લ્ડ લીગે કહ્યું કે ટિપ્પણીઓ નફરતને પ્રોત્સાહન આપી શકે છે. સાઉદી અરેબિયાએ તેને જઘન્ય અપરાધ ગણાવ્યો હતો. આ સાથે, છ ખાડી દેશોના સમૂહ ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલે પણ ભાજપના નેતાઓની આ ટિપ્પણીઓને નકારી કાઢી હતી અને તેની નિંદા કરી હતી. બહેરીને આ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ભાજપના નેતાને સસ્પેન્ડ કરી દેતા તેનું સ્વાગત કર્યું હતું. જો કે વિવાદ બાદ નુપુર શર્માએ કહ્યું કે, જો મારા શબ્દોથી કોઈને અસ્વસ્થતા પહોંચી હોય, કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું કોઈપણ શરત વિના મારું નિવેદન પાછું ખેંચું છું.

Most Popular

To Top