Gujarat

રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં સીઆર પાટીલ સાથે દેખાયા પાટીદાર નેતા નરેશ પટેલ, પણ બંને..

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ રાજકીય પાર્ટીઓ (Political Patry) સક્રિય બની છે. ત્યારે પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલની ભાજપમાં (BJP) એન્ટ્રી થયા બાદ સૌ કોઈની નજર ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ (Naresh Patel) પર છે. રવિવારે રાજકોટમાં (Rajkot) ભાજપ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં સી આર પાટીલ (C R Patil) સાથે ફરી એકવાર નરેશ પટેલની હાજરી જોવા મળતા રાજકીય ક્ષેત્રે ચર્ચાએ જોર પકડ્યું છે. બે અલગ અલગ કાર્યક્રમમાં નરેશ પટેલની હાજરી જોવા મળી હતી. પરંતુ તેમના પહેરવેશ અને બોડી લેંગ્વેજ પરથી તેઓ આવનારા સમયમાં ભાજપમાં જોડાશે તેવા સંકેત આપ્યા હતા. નરેશે પટેલે સી આર પાટીલ સાથેના એક કાર્યક્રમમાં સફેદ કપડા અને પાઘડી પહેરી હતી, પરંતુ સી આર પાટીલે ભગવા રંગની પાઘડી પહેરી હતી જ્યારે નરેશ પટેલે સફેદ રંગની પાઘડી પહેરી હતી. ત્યાં કાર્યક્રમમાં સી આર પાટીલે કાર્યકર્તાઓને કટાક્ષમાં કહ્યું હતું કે પાર્ટીની ટોપી પહેરજો પણ કોઈને ટોપી પહેરાવતા નહીં.

હાર્ટલી વેલકમના બેનરો ચર્ચામાં રહ્યા હતા
રવિવારે રાજકોટ શહેરમાં હાર્ટલી વેલકમના બેનરોએ જોર પકડ્યું હતું. રવિવારે સી આર પાટીલ પોતાન બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને બે કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે મવડી રોડ પર એક જિમનું ઉદ્ઘાટન કર્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખે તેમના વ્યસ્ત શેડ્યૂલમાં પણ આ પ્રકારના ઉદ્ઘાટનમાં હાજરી આપીને એક મેસેજ પણ આપી દીધો હતો. બે દિવસ પૂર્વે હાર્ટલી વેલકમના બેનરો લગવવામાં આવ્યા હતા પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બેનેરો ફકત લોકોમાં ચર્ચા જગાવવા માટે જ લગાવવામાં આવ્યા હતા. આ ઉદ્ઘાટનમાં સી આર પાટીલ સાથે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જિમના ઉદ્ઘાટન બાદ સી આર પાટીલ અને નરેશ પટેલે સમૂહલગ્નમાં ભાજપના નેતા સાથે ફોટોસેશન કર્યું હતું. વોર્ડ નં. 6ના પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડિયાના ટ્રસ્ટ હેઠળના સમૂહલગ્નમાં ફોટોસેશન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા સી આર પાટીલ માટે ભગવા તથા નરેશ પટેલ માટે સફેદ રંગની પાઘડી તૈયાર રાખી હતી. ત્યાર બાદમાં ભાજપના જ નેતાઓ સાથે ફોટોસેશન થયું, પરંતુ ત્યાં બંનેની બોડી લેંગ્વેજ અલગ અલગ જોવા મળી હતી. તેમણે કાર્યક્રમમાં કોઈ એવા સંકેતો આપ્યા ન હતા કે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ ભાજપમાં જોડાશે. જો કે હવે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશમાં વધુ એક મુદત પડી છે, જે છેક માર્ચ મહિનાથી ચાલી આવે છે.

આ ઉપરાંત કાર્યક્રમમાં સી આર પાટીલે કાર્યકર્તાઓને કટાક્ષમાં કહ્યું હતું કે ટોપી પહેરજો પણ પહેરાવતા નહીં. વધુમાં તેમણે કહ્યું હતું કે અધિકારીઓ કે પક્ષના કોઈ નેતા ભ્રષ્ટાચાર કરતા હોય, ફાઈલો ફેરવતા હોય તો એની મને સીધી જાણ કરવી. તેમણે કહ્યું માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે.

Most Popular

To Top