Columns

આપણા શબ્દો

7,055 Dance Teacher Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

એક ડાન્સર છોકરી, નામ રાધિકા  બહુ જ સરસ નૃત્ય કરે પણ બધાની સામે નૃત્ય કરવામાં શરમાય. તેના નૃત્ય શિક્ષક આ વાત જાણતા હતા તેમને એક દિવસ જાહેર કર્યું કે આજે જે સૌથી સરસ નૃત્ય કરશે તેને મહિના પછી કરવામાં આવનારી નૃત્ય નાટિકા મુખ્ય પાત્ર ભજવવા મળશે.બધી છોકરીઓએ પ્પોતાના નૃત્યમાં જાન રેડી દીધી પરંતુ એથી ઉલટું રાધિકાએ જાણી જોઇને ભૂલો કરી અને ટીચર આ વાત સમજી ગયા.ત્યારે તેમણે કહ્યું, ‘આ તો પહેલી કસોટી હતી હજી આવી કસોટીઓ થશે અને પછી કોણ મુખ્ય પાત્ર ભજવશે તે નક્કી કરવામાં આવશે.’ ટીચર રોજ બધાને નૃત્ય શીખવતા રાધિકા સૌથી સરસ નૃત્ય કરતી અને જયારે જાહેરાત તઃતી કે આજે કસોટી છે તેમાં તે અચૂક ભૂલો કરતી.આવું ત્રણ થી ચાર વાર થયું ટીચર સમજી ગયા કે આ ભુલો રાધિકા જાણી જોઇને કરે છે.

ટીચરે રાધિકાને પોતાની પાસે બોલાવી અને આજે તેને જે ભૂલો કરેલી તે સમજાવી ફરી એકલા ડાન્સ કરવા કહ્યું.રાધિકાએ બધું બરાબર કર્યું પણ થોડી ભૂલો જાની જોઇને કરી….ટીચર તેને ખીજાયા નહિ પણ એકલામાં લઇ જઈને કહ્યું, ‘રાધિકા મને ખબર છે તું જાણી જોઇને ભૂલો કરે છે.પણ શા માટે આવું કરે છે તે સમજાતું નથી.બધાને મુખ્ય પાત્ર ભજવવું છે અને તું કેમ મુખ્ય પાત્રની કસોટી વખતે જ ભૂલો કરે છે.કેમ આમ
કરે છે.’

રાધિકા રડવા લાગી અને બોલી, ‘ટીચર મને સ્ટેજ પર બધાની સામે બહુ ડર લાગે છે? મને સતત ડર લાગે છે મનમાં સતત એમ જ વિચાર આવે છે કે ‘શું હું આટલા બધા લોકોની સામે બરાબર નૃત્ય કરી શકીશ??’ અને એટલે તમે મારી પસંદગી ન કરો તે માટે હું જાણી જોઇને ભૂલો કરું છું.’ ટીચર બોલ્યા, ‘રાધિકા, તું જે વિચારે છે તેમાં મારે માત્ર એક જ શબ્દ અને એક જ વિરામ ચિન્હ નો ફરક કરવો છે… સાંભળ અને સમજ; તું રોજ વિચારે છે કે ‘શું હું આટલા બધા લોકોની સામે બરાબર નૃત્ય કરી શકીશ??’ અને એટલે તારો ડર વધતો જ જાય છે. હવે આજ વાક્યમાંથી આગળથી પહેલો શબ્દ ‘શું’ કાઢી નાખીએ અને છેલ્લે પ્રશ્નચિહ્નના સ્થાને પૂર્ણવિરામ મૂકી દઈએ.તો વાક્ય થશે ‘ હું આટલા બધા લોકોની સામે બરાબર નૃત્ય કરી શકીશ.’ અને સતત આ વાક્ય વિચારીશ તો તારી હિંમત વધતી જશે.’હમણાં જ પાંચ વાર મોટેથી આ વાક્ય બોલ અને મનમાં સતત આ જ વાક્ય વિચારતી રહેજે.’ ટીચરે રાધિકાના શબ્દોમાં થોડો ફેરફાર કરી તેનો ડર દુર કરી હિંમત વધારી દીધી.આ શબ્દોની તાકાતથી રાધિકાનો વિશ્વાસ વધ્યો અને તેણે મુખ્યપાત સફળતાપૂર્વક ભજવ્યું,’ આપના બોલતા અને વિચારતા શબ્દો પર ધ્યાન આપો અને તે નકારાત્મક અસર કરતા હોય તો તેને સકારાત્મક અસર કરતા શબ્દોમાં બદલી નાખો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top