Vadodara

પહેલા દિવસે પાલિકાએ 13 ટીમ ઉતારી, પણ ઢોર ઝડપાયા માત્ર 35!

વડોદરા: ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ શહેરોમાં ઢોર પકડવાની કામગીરી તેજ બની છે. જેમાં વડોદરામાં કેટલ પોલિસી અમલમાં આવી છે. જેની સાથે જ રસ્તા પર રખડતાં ઢોરને પકડવાની કામગીરી માટે 13 ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રહી હતી. પરંતુ 35 ઢોર પકડાયાં હતાં. ઘણા વિસ્તારોમા ઢોર પકડતી ટીમો સામે વિરોઘ પણ થયો હતો. શહેર ના કેટલાય વિસ્તારોમા પશુપાલકો અને ઢોર અને પકડનારી ટીમો વચ્ચે પકડદાવ ના દ્રશ્યો સામે આવ્યા હતા.બુધવાર થી શહેર માં રખડતાં ઢોરને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જેમાં પોલીસ તંત્રએ પણ કોર્પોરેશનને સહકાર આપવા કમર કસી છે. જેમાં કેટલ પોલીસીનો અમલ કરાવવા પોલીસ પણ કડકાઈથી કામ કરશે તેમ જણાવ્યું છે. ઢોરોને રસ્તે રખડતા મૂકી દેનારને કાયદાનું ભાન કરાવશે. પોલીસ પશુપાલકો સામે જરૂર પડ્યે પાસાનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઢોરને રસ્તા પર રખડતા મૂકી દેનાર માટે પણ મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પોલીસ પશુપાલાકો સામે કાયદેસરનો દંડ ફટકારીને યોગ્ય કાર્યવાહી હાથ ધરશે.
આ તરફ વારસિયા વિસ્તારમાં પશુમાલિકોએ હોબાળો કર્યો હોવાનું સામે આવ્યું હતુ.

જેમાં માલધારીઓને શહેર બહાર જગ્યા ફાળવવા માંગ કરાઇ છે. જગ્યા ફાળવ્યા બાદ કેટલ પોલિસીનો અમલ કરવા માંગ કરાઇ છે. આ તરફ મનપાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી 35 ગાયો પકડવામાં આવી છે. તેમજ ઢોર પકડવા પાર્ટીએ ત્રણ ઢોર પકડતા વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે છાણી ટીપી-13 મા ગાયો પકડતી વખતે ભાગદોડ ના દ્રશ્યો સર્જયા હતા. ગઈકાલ રાતથી બુધવાર સાંજ સુધીમાં કુલ 35 ઢોર પકડવામાં આવ્યા હતા. જ્યારે વિવિધ વિસ્તારોમાંથી 174 કીલો ઘાસ જપ્ત કરાયું અને 3 પશુપાલકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી તેમજ 14 ગેરકાયદેસર ઢોરવાડાને નોટીસ ફટકારવામાં આવી હતી.

કેટલ પોલિસીનો કડક અમલ કરાશે
બુધવાર થી નવી કેટલ પોલિસી લાગુ કરવામાં આવી છે. જેમાં પહેલા દિવસે 12 રખડતા ઢોર પકડાયા છે. પોલીસને સાથે રાખીને ટીમોને કામ કરી રહી છે. જેની સાથે જ નવી પોલિસી મુજબ કડક કાર્યવાહી કરાશે. શહેર ના વિવિધ વિસ્તારોમા ટીમો ઉતારવામાં આવી હતી. – પિન્કીબેન સોની, મેયર

અટલાદરામા ઢોર ડબ્બો બનાવવા સામે વિરોધ
શહેર ના અટલાદરા તલાટી ઓફિસની બાજુમાં આવેલ નાળા પાસે ૩૦૦ ગાયો પુરવા માટેનો ઢોર ડબ્બો બનાવવાનું આયોજન મહાનગર પાલિકાએ કર્યું છે. જો અહીંયા ઢોર વાડો બનાવાય તો તેની સામે તમામ ગ્રામજનો તથા આજુબાજુની સોસાયટીના રહીશોએ સખત વિરોધ દર્શાવી ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી.

Most Popular

To Top