Charchapatra

આ તમે જાણો છો?

આપણે ત્યાં બેંક એકાઉન્ટ ધરાવનાર કરોડો લોકો નિયમિતપણે એટીએમ કાર્ડનો સમયે સમયે ઉપયોગ કરે છે. એક ગણતરી પ્રમાણે ભારતનાં 50 કરોડ લોકો પાસે એટીએમ કાર્ડ છે. ઘણાં વ્યવસાયી લોકો પાસે5/7 બેંકનાં એટીએમ કાર્ડ હોય છે જેમકે વીઝા, માસ્ટર, બોબ, સ્માર્ટ કાર્ડ, રૂપે વિગેરે પરંતુ મોટા ભાગનાં લોકોને એટીએમ કાર્ડના ફાયદાઓની ખબર નથી હોતી. મોટા ભાગના એટીએમ કાર્ડધારકોને જે તે કંપની તરફથી 1 થી 10 લાખ સુધીનું એકસીડેન્ટલ ડેથ વિમા કવરેજ મળે છે. જેથી કાર્ડધારકના પરિવારે જરૂરી ફોર્મ ભરી માંગેલ પુરાવા રજૂ કરવાના હોય છે.

જે અંગે એટીએમ કાર્ડ ઇશ્યુ કરનાર બેંક મેનેજરની મદદ લઇ શકાય છે. એ જ રીતે ઘરેલુ એલપીજી ગેસ સિલીંડર વાપરનાર લોકોને પણ એલપીજી ગેસ અકસ્માત સામે કેન્દ્ર સરકારની યોજના મુજબ વપરાશ કરનારને સિલીંડરથી થતા આગ અકસ્માત મૃત્યુ અને વિસ્ફોટથી મિલ્કતને થતા નુકસાન બદલ 50 લાખનું વિમા કવરેજ મળે છે. જે મેળવવા ફાયરની એફઆઇઆર તથા પોલીસ એફઆઇઆરની કોપી તથા અન્ય માંગેલા પુરાવા અને માહિતીઓ આપવાની રહે છે. આ નુકસાની વળતર ભોગ બનેલ નાગરિકનો કે પરિવારનો કાયદાકીય અધિકાર છે. જેના માટે કોઇને કોઇ પણ જાતની લાંચ રૂશ્વત આપવાની જરૂર નથી.
સુરત              – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જલનું મૂલ્ય નથી પણ અમૂલ્ય છે
સામાન્ય રીતે હાલમાં સુખદ પ્રસંગ કે દુ:ખદ પ્રસંગમાં લગભગ 250 વિટથી પાણીથી બોટલનું કેરેટ મુલાકાતની માટે મુકવામાં આવે છે. આમાં થાય છે. શુ-મુલાકાતી થોડુ પાણી પીને બાકીનું બાટલીમા મુકા દે છે. તેનુ મૂલ્ય નથી. ઘરમાં પણ માટલામાંથી પાણીનો આખો ગ્લાસ વિહે છે. અને થોડુ પાણી પીને બાકીનું ચોકડીમાં નાંખી દે છે તેનું મૂલ્ય નથી. ઘણીવાર સ્નાન કરતી વખતે ડોલમાં પાણીનો નળ ચાલુ રાખી સાબુ-સેમ્પુ કે ટુવાલ લેવા જાય છે. તેવામાં કોઈનો મોબાઈલ પર ફોન આવ્યો તો પાણીની ડોલ વિહવા મૂકી છે તે વાત ભૂલી જવાય છે ને જ્યારે યાદ આવે છે ત્યારે ઘણુખરુ પાણી વેડફાઈ ગયુ હોય છે.

તેનુ મૂલ્ય નથી. હવે વાત કહીએ પાણીનુ મૂલ્ય. તમે ગામડામાં જીવતાં પાણી વિરવા માટે 2થી 3 કિલોમીટર ચાલીને જવું પડે છે. ત્યારે લાગે છે કે પાણી અમૂલ્ય છે. ગામડામાં બેથી માટે બોરીંગ ખોડી પાણી માટે પંપ ચાલુ થાય ત્યારે જે વિજ-વપરાશનું બીલ આવે ત્યારે લાગે છે કે પાણી અમૂલ્ય છે. શહેરમાં અમુક વિસ્તારમાં પાણી સપ્લાયનું રીપેરીંગ કામ હોવાથી 2 દિવસ પાણી આવશે નહિ ત્યારે પાણીનું ટેંકર મંગાવવામાં આવે છે ત્યારે 3,600/-નો ચાર્જ મારે છે ત્યારે લાગે છે કે પાણી અમુલ્ય છે.
સુરત     – મહેશ આઈ.ડોક્ટર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top