Gujarat

ગુજકેટ-21 પરીક્ષાની ઓ.એમ.આર નકલ 19 સપ્ટેમ્બર સુધી ડાઉનલોડ કરી શકાશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટ -2021ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ પરિણામની ઓ.એમ.આર નકલ તા. 19 સપ્ટેમ્બર-21 સાંજે 5 સુધી ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજકેટ 2021ની પરીક્ષાનું પરિણામ તા.21 મી ઓગસ્ટ- 2021ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ગુજકેટના પરિણામની ઓ.એમ.આર નકલ મેળવવા માટેની અરજીઓ ઓનલાઇન માધ્યમથી સ્વીકારવામાં આવેલી હતી.

ગુજકેટ- 2021 પરીક્ષાની ઓ.એમ.આર નકલ અને ચકાસણી માટેનો રિપોર્ટ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા gujcet.gseb.org પરથી તા. 10થી 19 સપ્ટેમ્બર-21 સાંજે 5 સુધી ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે. ઓ.એમ.આર કોપી મેળવવા કરવામાં આવેલી અરજીની વિગત સીટ નંબર, મોબાઇલ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરી લોગીન કરવાનું રહેશે.

Most Popular

To Top