National

ઓમર અબ્દુલ્લાએ સૂફી સંતની દરગાહ પર આયોજિત યોગ કાર્યક્રમને ‘ફોટો પાડવાની તક’ ગણાવી

જમ્મુ-કશ્મીર : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) નિમિતે જમ્મુ-કશ્મીરના (Jammu and Kashmir) બડગામ જિલ્લામાં સૂફી સંતની દરગાહના પરિસરમાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન થવાથી જમ્મુ-કશ્મીરના પુર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ (Omar Abdullah) ખુબ જ નારાજગી વ્યાક્ત કરી હતી. ઓમર અબ્દુલ્લાએ આ કાર્યક્રમને ‘ફોટો પાડવાની તક’ ગણાવી છે. આ યોગ કાર્યક્રમનું ચરાર-એ-શરીફમાં સેનાએ સરકાર સાથે મળીને આયોજન કર્યું હતું. ઓમર અબ્દુલ્લા ઉપરાંત શ્રીનગરના મેયરને પણ આ કાર્યક્રમ સામે વાંધો છે.

બડગામ જિલ્લામાં સૂફી સંતની દરગાહના પરિસરમાં યોગ સત્ર રાખવામાં આવ્યું
ઓમર અબ્દુલ્લાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે બડગામ જિલ્લામાં સૂફી સંતની દરગાહના પરિસરમાં રાખવામાં આવેલ યોગ કાર્યક્રની ટીકા કરી હતી. વાત એવી છે કે જમ્મુ-કશ્મીરમાં સેનાના જાવાનો અને ત્યાંની સરકાર સાથે મળીને બડગામ જિલ્લામા આવેલ ચરાર-એ-શરીફમાં શેખ-ઉલ-આલમ અને આલમદાર-એ-કાશ્મીરના નામથી જાણીતા સૂફી સંત શેખ નૂર-ઉદ્દ-દિન-નૂરાની દરગાહના પરિસરમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ સત્રનું આયોજન સ્કુલના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી નારાજ નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષક ઓમર અબ્દુલ્લાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું હતું. ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે અમારા આદરણિય સંતોમાંના એકનને જ્યાં દફનાવવામાં આવ્યા હતા તે સ્થળનો ઉપયોગ યોગ દિવસ પર ફોટો પાડવા માટે કરવામાં આવી રહ્યો છે.

શ્રીનગરના મેયર જુનૈદ અઝીમ મટ્ટુએ આ કાર્યક્રમને ‘સંપૂર્ણ મૂર્ખતાપૂર્ણ’ ગણાવ્યો
આ કાર્યક્રમને શ્રીનગરના મેયર જુનૈદ અઝીમ મટ્ટુએ ‘સંપૂર્ણ મૂર્ખતાપૂર્ણ’ કાર્યક્રમ ગણાવ્યો હતો. જુનૈદ અઝીમ મટ્ટુએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ‘ચરાર-એ-શરીફમાં શેખ-ઉલ-આલમ અને આલમદાર-એ-કાશ્મીરના નામથી જાણીતા સૂફી સંત શેખ નૂર-ઉદ્દ-દિન-નૂરાની દરગાહ પર દેખાડવો કરવો એ મૂર્ખતા ભર્યુ કામ છે. હું યોગના તરફેણમાં છું પરંતુ આ કાર્યક્રમ ખૂબ જ વાંધાજનક છે. ધાર્મિક મહત્વના સ્થળો સાથે અત્યંત સંવેદનશીલતા સાથે વ્યવહાર કરવો જોઈએ. આ કાર્યક્રમને લઈ સામાજિક-રાજકીય કાર્યકર તાહિર પીરઝાદાએ કહ્યું કે તે લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ હતો.

સુરતમાં દોઢ લાખથી પણ વધુ લોકોએ એક જ સ્થળે એકઠા થયા હતા
આંતરરાષ્ટ્રીય યોગ દિવની ઉજવણીમાં સુરતમાં દોઢ લાખથી પણ વધુ લોકોએ એક જ સ્થળે એકઠા થઇને યોગ કર્યા હતા. એક જ સ્થળે એક સાથે દોઢ લાખથી વધુ સુરતીઓએ ભેગા થઈ એક સાથે યોગ કરીને ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાવ્યો હતો.

Most Popular

To Top