National

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આતંકવાદી હુમલો, નમાઝ પઢતા પૂર્વ SSPની ગોળી મારી હત્યા

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) બારામુલ્લા વિસ્તારમાં આતંકી હુમલાના (Terrorist Attack) સમાચાર છે. મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ નિવૃત્ત SSPની ગોળી મારીને હત્યા (Murder) કરી દીધી છે. આતંકવાદીઓએ પૂર્વ પોલીસ અધિકારી મોહમ્મદ શફી મીરને શેરી બારામુલ્લાના ગંતમુલ્લામાં ગોળી મારીને હત્યા કરી હતી જ્યારે તેઓ મસ્જિદમાં નમાઝ (Namaz) અદા કરી રહ્યા હતા. હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે.

કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદ પર હુમલો કરીને અને પોલીસ અધિકારીને ગોળી માર્યા બાદ આતંકીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હરકતો વધી રહી છે. આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ ચાલુ છે.

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું છે કે આતંકવાદીઓએ શેરી બારામુલ્લાના ગંતમુલ્લાના રહેવાસી પૂર્વ એસએસપી મોહમ્મદ શફી પર હુમલો કર્યો છે. આ હુમલો ત્યારે થયો જ્યારે તે મસ્જિદમાં અઝાન આપી રહ્યો હતો. ગોળી વાગવાથી તેણે જીવ ગુમાવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. લોકોને વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે, પુંછ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા સૈન્યના જવાનોને કોર્ડન અને સર્ચ ઓપરેશન સાઇટ પર લઈ જતા વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓના આ હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આતંકીઓએ કેટલાક જવાનોના હથિયારો પણ લૂંટી લીધા હતા.

તેમજ પૂંછમાં આતંકવાદી હુમલા અંગે પૂછપરછ માટે લાવવામાં આવેલા ત્રણ લોકોના શંકાસ્પદ મૃત્યુને લઈને હોબાળો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે સેનાએ જે ત્રણ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા તેઓના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં શંકાસ્પદોને ટોર્ચર કરતા બતાવવામાં આવ્યા હતા. જ્યાં એક તરફ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સેના અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ આ મામલે મૌન જાળવી રાખ્યું છે.

Most Popular

To Top