Gujarat

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આજે તારીખ 24મી ડિસેમ્બરે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરના (Gandhinagar) કલોકમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

  • અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

આવતીકાલે તેઓ અમદાવાદ જીએમડીસી ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના સ્વજનો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજશે, ત્યારબાદ તેઓ કલોલ ખાતેના પાનસર તળાવનું લોકાર્પણ, વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

ત્યારબાદ સાંજે 5-00 વાગે અમદાવાદના સાબરમતી એઈસી ગ્રાઉન્ડ ખાતે ખેલો ગાંધીનગર- 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનોમાં રહેલી કૌશલ્ય શકિતને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા પાડવામાં આવશે. ત્યારબાદ સાંજે 07-00 વાગે ગુજરાત સાહિત્ય મહોત્સવનું તેઓ ઉદ્ઘાટન કરશે.

ભારતની પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીમાં ખેડૂતોનો પણ મહત્વનો ફાળો હોવો જોઈએ: કૃષિમંત્રી
ગાંધીનગર: ગુજરાતના ખેડૂતોને “રાષ્ટ્રીય કિસાન દિવસ”ની શુભકામનાઓ પાઠવતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતને અન્નદાતા ગણાવતા કહ્યું હતું કે, ભારત કૃષિપ્રધાન દેશ છે અને દેશના ખેડૂતો અથાગ મહેનત કરીને દિવસ-રાત, ટાઢ-તડકો અને વરસાદના પાણીમાં ભીંજાતા પોતાના ખેતરમાં જે અનાજ પકવે છે, તે જ અનાજ આપણા સૌની થાળીમાં ભોજન સ્વરૂપે પીરસાય છે. એટલે જ ખેડૂત સાચા અર્થમાં અન્નદાતા અને જગતનો તાત કહેવાય છે.

રાઘવજી પટેલએ વધુમાં કહ્યું હતું કે ખેડૂતોના પરિશ્રમના પરિણામે ભારત દેશ આજે અનાજના ક્ષેત્રે સ્વાવલંબી બન્યો છે અને સાથે જ વિદેશમાં પણ અનાજની નિકાસ શરૂ થઈ છે. ખેડૂતોની આવક બમણી થાય, ખેડૂતો સ્વનિર્ભર બને, ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવામાં ખેડૂતોનો પણ મહત્વપૂર્ણ ફાળો રહે તે દિશામાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અનેક ખેડૂતહિતલક્ષી નિર્ણયો લઈ રહી છે અને ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં સતત આગળ વધી રહી છે.

Most Popular

To Top