National

PM મોદી 370ની નાબૂદી બાદ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, કહ્યું- કાશ્મીર એક નવા યુગમાં પ્રવેશ્યું છે

શ્રીનગર: કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રથમ વખત શ્રીનગરની મુલાકાત લીધી હતી. આજે પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરને કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા અને તેના બદલામાં જમ્મુ-કાશ્મીરના લોકોએ પણ પીએમ મોદી પર ભરપૂર પ્રેમ વરસાવ્યો. લોકોએ મોદી તેરે જાન નિસાર ના નારા લગાવ્યા હતા. પીએમ મોદીની શ્રીનગર મુલાકાતને લઈને લોકોનો ઉત્સાહ એકદમ ઐતિહાસિક હતો. પીએમ મોદીએ ઘાટીના લોકો સાથે વાતચીત કરી હતી. લોકોએ જણાવ્યું કે કેવી રીતે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર એક નવા યુગમાં પ્રવેશ્યું છે.

કલમ 370ની (Article 370) જોગવાઈઓ હટાવ્યા બાદ આજે તારીખ 7 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત કાશ્મીરની મુલાકાતે છે. તેમજ તેઓએ શ્રીનગરના (Srinagar) બક્ષી સ્ટેડિયમ ખાતે ‘વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર’ (Developed India, developed Jammu and Kashmir) કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને અનેક વિકાસ યોજનાઓનું અનાવરણ કર્યું હતું. પીએમ મોદીની (PM Modi) રેલી દરમિયાન 6400 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં શંકરાચાર્ય હિલ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી. તેમજ પીએમ નરેન્દ્ર મોદીએ એક જનસભાને પણ સંબોધિત કરી હતી. આ સભાની શરૂઆત જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કરી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ સભાને સંબોધી ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં લોકલ ઉત્પાદનોના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમજ પીએમ મોદીએ પ્રદર્શનમાં હાજર વેપારીઓ સાથે વાતચીત કરી હતી. તેમજ ખેડૂતો પાસેથી તેમના અનુભવો પણ જાણ્યા અને તેમના સૂચનો આપ્યા હતા.

PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં શું કહ્યું?
પીએમ મોદીએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર માત્ર એક ક્ષેત્ર નથી. પરંતુ ભારતનું મસ્તક છે. તેમજ વિકાસ અને સન્માનનું પ્રતિક છે. તેમણે કહ્યું કે એક સમય એવો હતો, જ્યારે દેશમાં કાયદા લાગુ કરવામાં આવતા હતા. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં તેનો અમલ થતો નહોતો. આ પછી પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાં એક પછી એક ઘણા પ્રોજેક્ટ લાવવાની વાત કરી હતી.

તેમણે કહ્યું, ‘સરકારે આવા 40 થી વધુ સ્થળોની ઓળખ કરી છે જેને આગામી બે વર્ષમાં પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવશે. આજે જુઓ ‘અપના દેશ પીપલ્સ ચોઇસ અભિયાન’ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ એક અનોખી ઝુંબેશ છે. જેમાં લોકો ઓનલાઈન જઈને જણાવશે કે આ ફરવા માટેનું સ્થળ છે. સરકાર તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે. એનઆરઆઈને મારી વિનંતી છે કે તમે ડૉલર લાવો કે પાઉન્ડ લાવો કે ન લાવો, પરંતુ ચલો ઈન્ડિયા વેબસાઈટ દ્વારા લોકોને ભારત આવવાની પ્રેરણા જરૂર આપો. તેમજ જમ્મુ-કાશ્મીરના લોકોને પણ આ યોજનાઓનો લાભ મળવો જોઈએ.

પીએમ મોદીએ ‘વેડ ઈન ઈન્ડિયા’ની કરી અપીલ
વડાપ્રધાને કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું મસ્તક છે. તેમજ મસ્તક ઊંચું રાખવું એ વિકાસ અને આદરનું પ્રતીક છે. તેમણે લોકોને ‘વેડ ઈન ઈન્ડિયા’ની અપીલ કરી હતી. તેમણે લોકોને કહ્યું કે તમે અન્ય દેશોમાં લગ્ન કરો છો. તેથી આ લગ્ન જે તે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે. આ કારણે ભારતમાં જ લગ્ન કરવા જોઇયે. જેથી ભારતની અર્થવ્યવસ્થા મજબુત બનાવી શકાય.

પીએમ મોદીએ ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા
પીએમ મોદીએ કહ્યું જમ્મુ-કાશ્મીરમાં અગાઉની સરકારો દરમિયાન ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ પ્રચલિત હતો. રાજ્ય ભત્રીજાવાદનું મુખ્ય લક્ષ્ય રહ્યું. પરિવાર આધારિત લોકો મોદી પર વ્યક્તિગત હુમલા કરી રહ્યા છે. પરંતુ દેશના ખૂણે ખૂણે લોકો કહી રહ્યા છે – હું મોદીનો પરિવાર છું. કાશ્મીરના લોકો પણ કહી રહ્યા છે – હું મોદીનો પરિવાર છું.

Most Popular

To Top