Science & Technology

ભારતમાં નવી 9 ગિયરવાળી મર્સિડીઝ AMG SL 55 લોન્ચ! માત્ર 4 સેકન્ડમાં 100kmphની ઝડપે દોડશે

નવી દિલ્હી: જર્મન લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ AMG (Mercedes AMG) ભારતમાં (India) નવી SL55 લોન્ચ (Launch) કરી છે. કંપનીએ ભારતીય બજારમાં તેની એક્સ-શોરૂમ કિંમત 2.35 કરોડ રૂપિયા નક્કી કરી છે. આ રોડસ્ટરમાં 2+2 સીટિંગ લેઆઉટ અને તેમાં ટ્રિપલ-લેયર ફેબ્રિકની છત છે. જેને ખોલવા અથવા બંધ કરવામાં માત્ર 16 સેકન્ડનો સમય લાગે છે. એટલુ જ નહિ તેમાં 9 ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ છે. પાવરફુલ એન્જીન, શાનદાર દેખાવ અને સ્પીડના સંદર્ભમાં આ રોડસ્ટર માત્ર 3.9 સેકન્ડમાં 0-100 kmphની ઝડપે દોડી શકે છે.

એન્જિન પાવર અને ઝડપ
આ કાર લગભગ 12 વર્ષના અંતરાલ પછી ભારતમાં કમબેક કરવા જઇ રહી છે. આ કરનો SL મોડેલ છેલ્લે વર્ષ 2012 સુધી જ ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ હતી. આ કાર માત્ર તેના દેખાવ જ નહીં પરંતુ તેના નવા અને આધુનિક ફીચર્સને કારણે ખૂજ જ ખાસ છે.ઉચ્ચ-પ્રદર્શન ડ્રોપ-ટોપ મોડલને પાવર આપતું એક મોટું 4.0-લિટર ટ્વીન-ટર્બોચાર્જ્ડ V8 એન્જિન છે. AMG સ્પીડશિફ્ટ MCT 9G ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. આ એન્જિન 476 HP પીક પાવર અને 700 Nm પીક ટોર્ક જનરેટ કરી શકે છે. આ એન્જિન 9-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડાયેલું છે, જે મર્સિડીઝની 4મેટિક+ સિસ્ટમ દ્વારા ચારેય વ્હીલ્સને પાવર મોકલે છે. આ કાર માત્ર 3.9 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપ પકડી શકે છે અને 295 kmphની ટોપ સ્પીડ સુધી પહોંચી શકે છે. તેમાં કલર આપ્શન્સ પણ ઉપલબ્ધ છે. ગ્રાહકો 5 અલગ-અલગ કલર થીમ્સ અને અપહોલ્સ્ટરીમાંથી પસંદગી કરી શકે છે.

કારની ખાસિયત શુ છે?
Mercedes-Benz AMG SL55 5 આંતરિક અપહોલ્સ્ટરી વિકલ્પોમાં ઓફર કરવામાં આવે છે. બે આંતરિક ટ્રીમ વિકલ્પો એલ્યુમિનિયમ અને કાર્બન ફાઇબર તેમજ બે સીટ વિકલ્પો AMG સ્પોર્ટ્સ સીટ્સ અને AMG પ્રદર્શન વિકલ્પ છે. રોડસ્ટરનું ફેબ્રિક રૂફટોપ 16 સેકન્ડમાં ખોલી કે બંધ કરી શકાય છે. તેમાં 11.9-ઇંચ વર્ટિકલી ઓરિએન્ટેડ ટચસ્ક્રીન છે, જે 12.3-ઇંચ LCD ડ્રાઇવર ડિસ્પ્લે અને AMG ટ્વીન-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ પાછળ વૈકલ્પિક હેડ-અપ ડિસ્પ્લે સાથે જોડાયેલ છે. તે બર્મેસ્ટર સાઉન્ડ સિસ્ટમ સહિત તમામ આવશ્યક માનક અને સલામતી સુવિધાઓ આપે છે.

ભારતમાં CBU રૂટથી આવશે કાર
મર્સિડીઝ-એએમજી SL 55 રોડસ્ટર ભારતમાં CBU (કમ્પલીટલી બિલ્ટ યુનિટ) રૂટ દ્વારા વેચવામાં આવશે. તેને સ્થાનિક રીતે એસેમ્બલ કરવામાં આવશે નહીં અને જર્મનીમાં સ્ટટગાર્ટ નજીક કંપનીની ફેક્ટરીમાં બનાવવામાં આવશે. ટુ-ડોર કન્વર્ટિબલ એ જર્મન લક્ઝરી કાર બ્રાન્ડના ફ્લેગશિપ મોડલ્સમાંથી એક છે. આ કારની સાઈઝની પહેલાના મોડલ કરતા સાઈઝમાં મોટી છે. તેની લંબાઈ 4,705 mm, પહોળાઈ 1,915 mm અને ઊંચાઈ 1,359 mm છે. નવી પાછળની સીટો પર સારી જગ્યા માટે વ્હીલબેઝને પણ 117 mm વધારીને 2,700 mm કરવામાં આવ્યો છે. જો કે આ કાર બધી જ રીતે સંપૂર્ણ આધુનિક તકનીકીઓથી તૈયાર કરવામાં આવી છે.

Most Popular

To Top