Vadodara

હવે હું આઝાદ છું : દબંગ મધુશ્રીવાસ્તવ

વડોદરા: વડોદરા શહેર મા ચૂંટણી નો ભારે ઘમઘમાટ જોવા મળી રહો છે ઉમેદવારો એ ફોર્મ ભરી દીધા છે સરકારી તંત્રએ ફોર્મ ચકાસણી ની કામગીરી સમાપ્ત કરી દીધી છે કેટલાક ઉમેદવારો ના ફોર્મ રદ થયા છે કેટલાક ના મજુર થયા છે હવે સૌની નજર 21 તારીખ પર છે આ દિવસ ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે ખાસ કરી ને વડોદરા જિલ્લા ની પાદરા અને વાઘોડિયા બેઠક પર સૌની નજર એટલા માટે છેકે આ બે બેઠકો પર ભાજપા ના બે બાહુબલી નેતા અપક્ષ તરીકે ચૂંટણી લના જંગ મા છે જો ભાજપા આ બે નેતા ઓ ને મનાવવામા  સફળ થાય તો ભાજપા ની આ બેઠક પર જીત કહેવાય અને જો આ બે બળવાખોર પોતાનું ફોર્મ પરત ન ખેંચે તો ભાજપા ચૂંટણી લડ્યા વગર હારી ગયેલું કહેવાય.

વડોદરા જિલ્લાની વાઘોડિયાની વિવાદિત બેઠક ના અપક્ષ ઉમેદવાર મઘુ વાસ્તવે ગઇ કાલે કાર્યકર્તા નો કોઈ કોલર પકડશે તો ગોળી મારવાની ધમકી આપી હતી. જયારે પાદરા ના દિનુ મામા એ પણ એક પત્ર લખી ને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ને રાજીનામુ આપી દીઘું છે. એક તરફ મઘુવાસ્તવ  નું રાજીનામુ અને આજે દિનેશ પટેલ નું રાજીનામા બાદ ભાજપા એ અત્યાર સુધી આ બંને ઉમેદવારો સામે કોઈ પગલાં ન ભરતા અનેક તર્કવિતર્ક સર્જયા છે. આ મામલે રાજકીય સલાહકારો નું કહેવું છે કે પાદરા બેઠક પર દિનુ મામા પાદરા તાલુકાના મતદારો મા હોટ ફેવરિટ છે હજુ તેઓ બરોડા ડેરી ના ચેરમેન જેવા મહત્વ ના હોદ્દા પર છે એટલે તેઓ પાદરા બેઠક પર જીત ના દાવેદાર હોવાથી તેમની સામે પગલાં લેવાયા નથી.
આ બન્ને ઉમેદવારો જો જીતી જાય તો તેમની ઘર વાપસી થાય તો નવાઈ નહી.

અને જો હારી જાય તો બન્ને ઉમેદવારો સામે પક્ષ કડક પગલા ભરશે તેમાં ખાસ તો મઘુ શ્રીવાસ્તવ નજર મા હોવાનું કહેવાય છે હજુ પણ પક્ષ ને આશા છે કે આ બન્ને ઉમેદવારો પોતાનું ફોર્મ પાછુ ખેંચી લેશે. જયારે મઘુ વાસ્તવે ચૂંટણી ફોર્મ ભરવા ગયા ત્યારે તેમણે 2 અપક્ષ અને ત્રીજું ભાજપાના ઉમેદવાર તરીખે ફોર્મ ભર્યું હતું. ગઈકાલે ફોર્મ ની ચકાસણી કરવા મા આવતા મઘુ વાસ્તવે ક.ખ.ફોર્મના કોલમમા ભાજપા નો મેન્ડેટ રજૂ ન કરતા આ ફોર્મ રદ કરવા મા આવ્યું હતું અને અપક્ષ તરીકે નું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું તંત્ર દ્વારા એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે ગોળી મારવાના નિવેદન મામલે  ચૂંટણી તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી અને મઘુવાસ્તવ સામે ચૂંટણી તંત્ર દ્વારા આચાર સંહિતા ભંગ માટેની કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણી પંચ દ્વારા જિલ્લા કલેક્ટર પાસે સુઓમોટો રિપોર્ટ માંગ્યો છે.

Most Popular

To Top