Charchapatra

કોઈ પણ ધર્મ મનુષ્યનો દુશ્મન ન જ હોય

કોઈક કવિએ સરસ વાત કરી છે. ‘‘માણસ હોવાનો મને વહેમ છે’’ જાતિ-ધર્મનો દબ-દબો હેમખેમ છે. ‘‘એક ગીતમાં પણ આ જ વાત કરી છે. ’’ રંગ-જાત નસલ ઓર મઝહબ’’ જોભી હો આદમી સે કમતર હે’’ ‘‘બંને વાતમાં તથ્ય છે. ખરેખર મનુષ્ય આજે ચાંદ પર પહોંચી ચૂકયો છે, પણ કમનસીબી છે હજુ મનુષ્ય મનુષ્યના હૃદય સુધી નથી પહોંચી શકયો. હજુએ મનુષ્ય જાતિ રંગ નસલ અને સૌથી વધુ તો ‘‘ધર્મ’’ નામે મારું મરું પર ઊતરી આવે છે. જ્યારે ધર્મની રચના જ્ઞાનીજનોએ મનુષ્યની ભીતર રહેલાં જનાવરને બદલી મનુષ્ય બનાવવા માટે જ કરી હોવાનો પૂરો સંભવ છે પરંતુ મનુષ્ય સૌથી બુધ્ધિશાળી પ્રાણી કહેવાય છે તો એ ધર્મ-શિક્ષણ જેવી જણસોને પણ દૂર ઉપયોગ કરી પોતાની ભીતર મનુષ્યને પ્રગટ કરવા કરતાં પણ ભીતર રહેલા જનાવરને જ ધર્મને માટે વારંવાર પ્રગટ કરતો રહે છે. આથી જ ધર્મની સામે પણ વારંવાર સવાલો ઊઠતા રહે છે. ધર્મનું સાચુકલું મૂલ્યાંકન ત્યારે જ થશે, આપણે સૌ ધર્મને અનુસરી આપણી ભીતર મનુષ્યને પ્રગટાવીશું.
નવસારી           – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top