Sports

ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડ હારતા ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધી

નવી દિલ્હી: કેપ્ટન જોસ બટલરના (Jos Butler) 47 બોલમાં 73 રનની તોફાની ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે (England) બનાવેલા 179 રનને પગલે ન્યૂઝીલેન્ડને (New Zealand) 180નનો ટાર્ગેટ (Target) મળ્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી માત્ર 159 રન જ બનાવી શક્યું હતું. આ રીતે ટી-20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ ઈંગ્લેન્ડ સામે 20 રનથી હાર્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સ 36 બોલમાં 62 રન બનાવી આઉટ થયો ત્યાર બાદ ન્યૂઝીલેન્ડની ટીમની હાર નિશ્ચિત થઈ ગઈ હતી.

ન્યૂઝીલેન્ડ હારી જતા ગ્રુપ1 માં ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધી છે. હાલ પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ નંબર વન અને ઈંગ્લેન્ડ નંબર ટુ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે. ત્રણેય ટીમના પોઈન્ટ 5 જ છે. આમ, ત્રણેય ટીમો અત્યારે એક સરખી સ્થિતિમાં છે. તેથી ન્યૂઝીલેન્ડનું સ્થાન પણ સેમિફાઈનલમાં હજુ પાક્કું થયું નથી. ત્રણેય ટીમોને એક એક મેચ રમવાની બાકી છે. ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ-શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ-આર્યલેન્ડ વચ્ચે મેચો રમાશે. તે મેચોના પરિણામ બાદ જ કોણ સેમિફાઈનલમાં જશે તે નક્કી થશે. જો ત્રણેય ટીમો પોતાની અંતિમ મેચ જીતી જાય છે તો રન-રેટના આધારે નિર્ણય લેવાશે. હાલમાં રન-રેટના આધારે ન્યૂઝીલેન્ડ ટોચ પર છે.

ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. તેણે 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી અને તે માત્ર 28 રન જ બનાવી શક્યો હતો. ફિન એલન 16 અને ડેવોન કોનવે 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ત્યાર બાદ કેન વિલિયમ્સન અને ગ્લેન ફિલિપ્સે ઇનિંગ્સની કમાન સંભાળી હતી. બંનેએ 36 બોલમાં 48 રનની ભાગીદારી કરી હતી.

કેન વિલિયમસન ત્રીજી વિકેટ માટે પેવેલિયન પરત ફર્યો હતો. તે 15મી ઓવરના પાંચમા બોલ પર 40 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો. બેન સ્ટોક્સ શોર્ટ થર્ડ મેન પર આદિલ રશીદના હાથે કેચ આઉટ થયો હતો. તેણે આઉટ થતા પહેલા ગ્લેન ફિલિપ્સ સાથે 91 રનની ભાગીદારી કરી હતી.

આ પહેલા ક્રિસ વોક્સે ડેરીલ મિશેલને પેવેલિયન મોકલી દીધો હતો. તેનો કેચ પણ જોર્ડને લોંગ ઓન પર લીધો હતો. તે માત્ર 3 રન બનાવી શક્યો હતો. જેમ્સ નીશમ ચોથી વિકેટ માટે આઉટ થયો હતો. સેમ કુરેને તેને માર્ક વુડની બોલ પર ડીપ સ્ક્વેર લેગ પર કેચ કર્યો. તે 3 બોલમાં 6 રન જ બનાવી શક્યો હતો.

આ અગાઉ બ્રિસ્બેનના ધ ગાબા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવ્યા હતા. તેના માટે જોસ બટલરે 47 બોલમાં 73 રન બનાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

Most Popular

To Top