National

મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી શંકાસ્પદ કારને લઇને મુંબઇ પોલીસને મળી મોટી સફળતા

મુંબઇ (Mumbai): પોલીસને મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી શંકાસ્પદ કાર વિશે મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે, અંબાણીના ઘરની બહાર પાર્ક કરેલી કાર થોડા દિવસો પહેલા મુંબઇના વિક્રોલી વિસ્તારમાંથી ચોરી થઈ હતી. કારનો નંબર ક્ષતિગ્રસ્ત થયો હતો પરંતુ તેણે કારના વાસ્તવિક માલિકની ઓળખ થઇ ગઇ છે.

મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે મુકેશ અંબાણીના ઘરની બહાર કાર પાર્ક કરનાર વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં જોવા મળી છે. જો કે, તે વ્યક્તિના મોં પર માસ્ક હતો અને તેના માથા પર હૂડનો ઉપરનો ભાગ મૂક્યો હતો, જેના કારણે તે વ્યક્તિની ઓળખ થઈ શકી ન હતી.

ગુરૂવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) માલિક મુકેશ અંબાણીના (Mukesh Ambani) દ. મુંબઇ સ્થિત એન્ટિલિયા બંગલાની (Antilia) બહાર એક શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટકો (explosive gelatin sticks) મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ કાવતરુ ઘડનારાઓ છેલ્લા એક મહિનાથી એન્ટિલિયા પર નજર રાખતા હતા. એટલું જ નહીં, આ લોકોએ મુકેશ અંબાણીના કાફલાનો અનેક વખત પીછો પણ કર્યો હતો.

એન્ટિલિયાની બહારથી મળી આવેલી શંકાસ્પદ કારમાંથી કે જેમાં વિસ્ફોટક હતા તેમાંથી જ એક પત્ર પણ મળી આવ્યો છે. આ પત્ર હાથથી લખાયો નથી. આ પત્ર જે બેગમાંથી મળ્યો તેના પર લખેલુ હતુ ‘મુંબઈ ઈન્ડિયન’ (Mumbai Indians) . પત્રમાં લખ્યું છે કે– ‘મુકેશ ભૈયા અને નીતા ભાભી આ ફક્ત ટ્રેલર હતું, આગલી વખતે સામાન પૂરો થઇને તમારી પાસે આવશે આખી વ્યવસ્થા થઈ ગઈ છે. સાવચેત રહો શુભ રાત્રિ.‘. 

આ બાબતે પોલીસ સૂત્રો કહે છે કે આરોપીઓ ઇચ્છે છે કે તેઓ દરેકની નજરમાં આવે એ રીતે આ બધું આયોજન કરાયું હતું. આ વાહનમાં જે જીલેટીન હતું તે નાગપુરની એક કંપનીનું છે. તેમણે કહ્યુ કે મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ હવે અહીં જઈને આ મામલાની તપાસ કરશે. પોલીસે વધુમાં કહ્યુ કે જે વ્યક્તિ વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરીને ગયો હતો તે કાર મૂકીને અને એક ઇનોવા કારમાં બેસી ભાગી ગયો હતો. હાલમાં એ ઇનોવા અને સ્કોર્પિયો પાર્ક કરનાર શોધખોળ ચાલુ છે.

જણાવી દઇએ કે પોલીસ તપાસમાં 20 નંબર પ્લેટો પ્રાપ્ત થઈ છે. અને સૌથી ચોંકવનારી વાત એ છે કે ઘણા નંબર રિલાયન્સ સ્ટાફની ગાડીઓ સાથે મેળ ખાય છે. પોલીસે આ મામલાની તપાસ માટે 10 ટીમો બનાવી છે. ATS (Anti-Terrorism Squad) અને મુંબઇ ક્રાઇમ બ્રાંચની (Mumbai Crime Branch) આ ટીમોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન કારમાંથી 20 નંબર પ્લેટો મળી આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે નંબર પ્લેટનો અંદાજ લગાવી શકાય છે કે મુકેશ અંબાણીના કાફલાનો પીછો કરવામાં આવ્યો હોત, નહીં તો મુકેશ અંબાણીની કારો સાથે આ નંબર પ્લેટ મેળ ખાવી સહેલી નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top