Columns

પેજથી સ્ટેજ સુધીની મારી યાત્રા

  • ગુજરાતમાં જયાંની રંગભૂમિ પર સૌથી વધુ નાટકો ભજવાતાં રહ્યાં છે ને રાજયસરકાર આયોજીત નાટ્‌યસ્પર્ધા યા મહાનગરપાલિકા યા અન્ય સ્પર્ધાઓમાં સુરતનાં નાટ્‌યકર્મીઓ કદાચ આખા ગુજરાતમાં સૌથી વધુ સક્રિય છે. હમણાં પંદરેક મહિનાથી નાટકની પ્રવૃત્તિ બંધ છે ને કયારે શરૂ થશે તે ખબર નથી. ‘કર્ટનકોલ’માં નૃત્ય, ચિત્રકળા, શિલ્પ, સ્થાપત્ય, સંગીત જેવી કળાઓની રસસભર ચર્ચા થતી રહે છે અને નાટક તો હંમેશ કેન્દ્રમાં રહે છે પણ હમણાંની મહામારીની પરિસ્થિતિમાં જયારે નાટકો કરવા શક્ય નથી ત્યારે નાટકો સિવાયની અન્ય વૈવિધ્યસભર માહિતી પણ અમે આપને આપતા રહીશું. તો આ વખતના લેખમાં સુરતના નાટયકર્મી સોનલ વૈદ્ય કુલકર્ણીની વાત અમે આપેલા પ્રશ્નોના ઉત્તર વડે કરી છે.
  • આ છે અમે પૂછેલા પ્રશ્નો
  • (૧) નાટકમાં રસ કયારથી પડયો, કેવી રીતે પડયો? (૨) તમારા નાટયગુરુ કોણ કોણ? તેમણે તમને શું શીખવ્યું? (૩) નાટયકળાકાર તરીકેનો તમારો સંઘર્ષ શું છે? (૪) તમે અભિનેત્રી તરીકે / દિગ્દર્શક તરીકે જેમાં ઉત્તમ રીતે પ્રગટયા હો એવાં નાટકો તમારે મન કયાં કયાં? (૫) તમે જોયેલાં તથા વાંચેલા ઉત્તમ નાટકો? (૬) નાટકની પ્રવૃત્તિ માટે તમારે દેશનું કોઇ નગર પસંદ કરવાનું હોય તો કયું પસંદ કરો? (૭)તમારે હવે ભજવવાં છે તે નાટકો કયાં? (૮) આ કોરોના સમયમાં, નાટયપ્રવૃત્તિ બંધ રહી, તો આ દરમ્યાન શું વિચાર્યું? શું કર્યું?

મને એક પ્રશ્ન વખતોવખત પૂછવામાં આવે છે; તમે નાટકના જ પ્રાધ્યાપક બનતે તો ઉત્તમ નહીં હોત? તો મારો જવાબ  છે ‘ના’ મને લાગે છે કે English Literature ની કેળવણીએ મને અન્ય દિગ્દર્શકોથી વેગળી કરી છે. હું એમ કહું કે અંગ્રેજી સાહિત્યના અભ્યાસે મને અલગ, વિશિષ્ટ દૃષ્ટિકોણ આપ્યો. મારી સમજની ક્ષિતિજને વિસ્તારી એટલે જો હું અંગ્રેજીની પ્રોફેસર નહીં હોત તો કદાચ એક સામાન્ય નાટકોની દિગ્દર્શિકા હતે.

હું મારા પપ્પા એટલે કે જયોતિ વૈદ્યના ચરણચિહ્નો પર ચાલનારી વ્યકિત હતી. નાટકના સંસ્કાર પપ્પા વજુભાઇ ટાંકને ત્યાં કે પછી ભગવતીકુમાર શર્માને ત્યાં લઇ જતાં ત્યારથી પડયા. ત્યાં સરોજબેન પાઠક, ગનીચાચા, ચં.પુ. બધાં નાટકો વિષે, સાહિત્ય વિષે વાત કરતા એટલે ત્યારથી જ મારામાં નાટકના સંસ્કાર અંકુરિત થયા હશે.

એક એકટ્રેસ તરીકે મારું પિંડ મારા પિતાએ ઘડયું. એમની નાટયશૈલી જુદી હતી પણ મને કોઠે પડી ગયેલી. તેઓ બતાવે ને હું એમને કોપી કરું. પણ પછી મને કપિલદેવ શુકલે ‘હૈવદન’ અને ‘સુવ્વરની ઓલાદ’માં પપ્પાની શૈલીથી અલગ એક્ટિંગ સ્ટાઈલ શીખવી. આમ શરૂઆતમાં જયોતિ વૈદ્ય અને ત્યાર બાદ  કપિલદેવ શુકલે મને એક્ટિંગ,ડાયરેક્ટિંગ કરતા શીખવ્યું. .

એક્ટિંગમાંથી દિગ્દર્શન કરવું એ મારો ચોઈસ હતો. મારે મોટા સંઘર્ષ તો નથી કરવા પડયા પણ હા એક પોતાની ઓળખ પુરવાર કરવા માટે શરૂઆતમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. પપ્પાએ ધીરેધીરે નાટકો ડાયરેક્ટ કરવાનું છોડવા માંડયું હતું ને મેં પહેલાં મોનો એક્ટિંગ પછી સ્કીટ્સ, એકાંકી ને છેવટે ફુલ લેન્થ પ્લે ડાયરેક્ટ  કરવા માંડયા. છતાં લોકોને એમ જ લાગતું કે દિગ્દર્શન તો જયોતિભાઇ જ કરે છે એ તો સોનલને પ્રમોટ કરવા એનું નામ લખાવે છે પણ જોગાનુજોગ મારા એક નાટક ‘એક મુઠ્ઠી ધુમ્મસ’માં રીના મહેતા (ભગવતીકુમાર શર્માની દીકરીએ)એ એમાં નાનું સરખું પાત્ર ભજવ્યું હતું. નાટક ખૂબ જ સફળ રહ્યું ને ત્યારે, જયોતિભાઇ નહીં પણ ખરેખર સોનલ જ દિગ્દર્શન કરે છે એ વાત પ્રમાણિત થઇ. એ માટે હું  ભગવતીકુમાર શર્માની ઋણી છું કે એમણે ‘ગુજરાતમિત્ર’માં લેખ લખ્યો ‘શ્વાસે શ્વાસે નાટક જીવતી છોકરી’ એ લેખે મારી પોતીકી ઓળખને પ્રમાણિત કરી.

એક દિગ્દર્શક તરીકે હું ગર્વથી કહી શકું કે મેં સ્ટેજ પર ગ્રીક, શેકસપિયર, હેરોલ્ડ પીન્ટર, પિટર શેફર, તેંડુલકર, ગિરીશ કર્નાડ, શાંતા ગાંધીની ભવાઇ વગેરે અને છેવટે ગુજરાતનું પ્રથમ આદિવાસી નાટક ‘મેં ગણદેવીનો ગલો’ પ્રસ્તુત કર્યા છે. મેં ખૂબ જ સજાગતાથી મારી જાતને કયારેય રીપીટ કરી નથી. ઉત્તમ જોયેલાં નાટકો છે ‘સપ્તપદી’, ‘સંતુ રંગીલી’, ‘મુઠ્ઠી ઊંચેરો માનવી’, ‘આંખની અટારી સાવ સૂની’, વિજયા મહેતાનું ‘નાગમંડળ’, નાદીરા બબ્બરનું ‘સકૂબાઈ’, ‘Firoz Abbaskhan The Royal Hunt o the sun Homi Wadia’ ‘શુક્રમંગળ’ અને એક અદ્દભુત પ્રયોગ ડૉ. બિરજે પાટીલનું T.S. Eliot નું અતિ ગહન ને અઘરા કાવ્ય Waste Landનું નાટય રૂપાંતર આ કાવ્ય મને અને સંસ્કૃતિ, માયથોલોજીના સંદર્ભો જે એના allusions /રૂપક એ અતિ વિકટ કાવ્યને music, costumes, lightsથી એ સંદર્ભો અદ્દભુત રીતે સહજ ને સરળ બનાવી પ્રસ્તુત કર્યો.  It was  a Life time Experience.

સાચું કહું તો મુંબઇના પૃથ્વીમાં કે પછી કોલકત્તામાં કે માયસોર- બેંગલુરુમાં જઇ નાટક કરવું કોને ન ગમે પણ હું સ્થળ કરતાં એવાં નગર, ગામ, શેરી કે ફળિયામાં નાટકનું મંચન કરવા ઈચ્છું જેનું ઓડિયન્સ કંઇક નવું જોવા, જાણવા, સમજવા રાજી હોય. મને બે નાટકો કરવાની ખૂબ ઇચ્છા છે. ઓનિલનું Mourning Becomes Electra અને Arthur Millervનું એક રૂપક નાટક Crusable જે એરીકાના સાલેમ વિચ હન્ટની વાત થકી અમેરિકન રાજકારણી મેકાર્થીએ ભયંકર માનવ તાંડવ રચ્યું હતું એની વાત કરી છે. આ ઘટનાથી ચાર્લી ચેપ્લિને ઘણું ભોગવવું પડયું હતું.

એક અતિ કપરા કાળમાંથી આપણે પસાર થઇ રહ્યા છીએ ત્યારે પણ મારી અમરોલી કોલેજ 2021ના સંગીત નાટય એકેડેમીની એકાંકી સ્પર્ધામાં ‘મેં ગણદેવીનો ગલો’ નાટક ભજવ્યું છે. એ સિવાય આ કપરા કાળે નવું પ્રયોગાત્મક વાંચવાની, ભજવવાની મારી ખોજની મોકળાશ આપી.  કોરોના કાળે મને મારા સ્વ સાથેનો આંતરિક સંબંધ બાંધ્યો અને સૌથી અગત્યનું હું આ જ ક્ષણને પૂરેપૂરું જીવી લેવા માંડી છું. કદાચ કાલ હોય કે ન હોય No regrets. Its fine.

Most Popular

To Top