SURAT

એવું તે શું થયું કે લગ્નનાં 10 દિવસમાં જ પતિએ પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો?

નવસારી : નવસારીમાં (Navsari) પરિણીતાને લગ્નના (Marriage) 10 દિવસમાં જ પતિ અને સાસુએ ત્રાસ આપી માર મારતા મામલો નવસારી ટાઉન પોલીસ (Police) મથકે પહોંચ્યો છે.

સુરતના રાંદેરમાં રહેતી કૌશરબેગમ સમસુદ્દીન સૈયદના ગત 6ઠ્ઠીએ નવસારી ટાટા ગર્લ્સ હાઇસ્કૂલ પાસે એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અશદ સોયેબ બંગડીવાલા સાથે થયા હતા. લગ્ન બાદ કૌશરબેગમ સાસરે રહેવા માટે આવી ગઈ હતી. પરંતુ અશદ રાત્રી દરમિયાન પત્ની કૌશરબેગમના બદલે તેની માતા સાથે રહેતો હતો. 2-3 દિવસ બાદ કૌશરબેગમે આ વાત તેની માતાને જણાવી હતી. જેથી તેણીની માતાએ તેણીના સસરાને વાત કરી હતી. ત્યારબાદ સાસુ યાસ્મીનબેને કૌશરબેગમને તારા અને અશદ વચ્ચે કઈ અણબનાવ થયો છે કે કેમ તે પૂછ્યું હતું. જેથી કૌશરબેગમે ના પાડી હતી. ત્યારે કૌશરબેગમે અશદ બે દિવસથી મારી સાથે મારા રૂમમાં સુતા નથી અને તમારા રૂમમાં સુવે છે તેમ કહેતા યાસ્મીનબેને અશદ ઉપર શક વહેમ કરી રહી છે તેવું તેમને લાગતા કૌશરબેગમને ગમેતેમ બોલી ઝઘડો કરવા લાગ્યા હતા. સાંજે પણ કૌશરબેગમે સાસુ યાસ્મીનબેનને શું જમવાની બનાવવાનું છે તેમ પૂછતાં તેઓએ કોઈ જવાબ ન આપી અચાનક અપશબ્દો બોલી ઝઘડો કરી કૌશરબેગમને ધમકી આપી હતી કે, ‘તું મારા અને છોકરા પર શક કરીને મારા ઉપર ખોટો આરોપ મુકે છે અને હવે પછી તું મારા ઘરમાં અમારી સાથે કેવી રીતે રહે છે તે હું જોઈ લઇશ’.

પતિએ આ રીતે પત્નીને પતાવી દેવાની કોશિશ કરી
ગત 17મીએ કૌશરબેગમ અને અશદ મોપેડ લઈને ફરવા નીકળ્યા હતા. અને અશદે એક અવાવરૂ જગ્યાએ મોપેડ ઉભી રાખી બંને વાતચીત કરતા હતા. વાતચીત દરમિયાન તેઓનો સ્વભાવ ઘણીવાર બદલાતા કૌશરબેગમને બીક લાગતા ઘરે જવાની વાત કરી હતી. પરંતુ અશદે કૌશરબેગમ પાસેથી ફોન લઈ લીધો હતો. અને ત્યારબાદ તેણી સાથે ઝપાઝપી કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી કૌશરબેગમ ભાગવા જતા અશદે કૌશરબેગમને પકડી લઈ ગળું દબાવી દીધું હતું. જોકે કૌશરબેગમ બચીને ભાગવાની કોશિષ કરતા અશદે તેણીના વાળ પકડીને જમીન ઉપર ઢસડી પથ્થર લઈ માથામાં મારવા લાગ્યા હતા. આજે તો ‘હું તને છોડીશ નહીં અને જાનથી મારી નાંખીશ’ તેવી ધમકી આપતા હતા. ત્યારબાદ અશદે કૌશરબેગમના ધક્કો મારી કાંટામાં ફેંકી દીધી હતી. જેથી કૌશરબેગમને મુઢમાર વાગ્યો હતો. જોકે કૌશરબેગમ ત્યાંથી પોતાને બચાવી નજીકન અગ્રવાલ કોલેજના નાના ગેટ પરથી ચડીને કોલેજના અંદરના ભાગે કુદી જઈ કોલેજની બસોના ઓથા હેઠળ સંતાઈ ગઈ હતી. દરમિયાન ત્યાં એક બાઈક ચાલક કોલેજમાં આવતા કૌશરબેગમ તે બાઈક ચાલક પાસે મદદ માંગી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી કૌશરબેગમને પોલીસ મથકે લઈ આવી હતી. આ ઘટના અંગે કૌશરબેગમે નવસારી ટાઉન પોલીસ મથકે પતિ અશદ અને સાસુ યાસ્મીનબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.એચ. ભુવાએ હાથ ધરી છે.

Most Popular

To Top