National

જો આવું થશે તો આગામી વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં CRPFની જરૂર પડશે નહિ: ગૃહમંત્રી

શ્રીનગર: છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સુરક્ષા વ્યવસ્થામાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં 2019માં કલમ 370 અને 35A હટાવવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે (HomeMinister Amit Shah) કહ્યુ કે તેનાથી જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકોને ઘણો ફાયદો થયો છે. જમ્મુ-કાશ્મીરના મુદ્દે મોટી ઘટનાઓ બનવાના બનાવો સામે આવતા રહે છે. હવે ફિલ્મ ધિ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ થયા બાદ ઘાટી પર ચર્ચાએ જોર પકડ્યું છે. આ દરમિયાન ગૃહમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની તૈનાતીને લઈને મોટું નિવેદન કર્યુ છે. ગૃહમંત્રી શાહે શનિવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના 83માં સ્થાપના દિવસ નિમિત્તે જમ્મુમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે આગામી વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં CRPFની જરૂર નહીં પડે. મહત્વની વાત છે કે આ પહેલીવાર છે જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની જગ્યાએ જમ્મુ અને કાશ્મીરમાં CRPFના સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કારણ કે દર વર્ષે આ કાર્યક્રમની ઉજવણી દિલ્હીમાં જ કરવામાં આવતી હતી.

અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં CRPFની ભૂમિકાની પ્રશંસા કરતા કહ્યું કે CRPF એ માત્ર ઘાટીમાં જ નહિ પરંતુ બધે જ આતંકવાદ સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત કરવા માટે પણ કામ કરતા હોય છે. CRPFએ જમ્મુ અને કાશ્મીર, નોર્થ ઈસ્ટ અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાનદાર કામગીરી કરી છે. જો આમ જ થાય તો આવનારા કેટલાક વર્ષોમાં આ ત્રણેય વિસ્તારોમાં CRPFની જરૂર ન પડે. આનો તમામ શ્રેય પોતે CRPFને જ જશે. સીઆરપીએફની પ્રશંસામાં આગળ શાહે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થામાં મોટો સુધારો થયો છે. તમામ જવાનોને સંબોધિત કરતા સમયે તેમણે કલમ 370 અને 35A હટાવવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકોને આનો લાભ થયો છે.

CRPF જવાનોને સંબોધતા ગૃહમંત્રીએ CRPF જવાનો અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવી અને CRPFના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જમ્મુના ઐતિહાસિક શહેરમાં CRPFના સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સૌ પ્રથમ તેમણે માતા વૈષ્ણો દેવીને નમન કર્યુ. શાહે કહ્યું કે જમ્મુ એ જગ્યા છે જ્યાં પં. પ્રેમનાથ ડોગરા અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ એક રાષ્ટ્ર, એક ધ્વજ, એક બંધારણ માટે આંદોલન શરૂ કર્યું અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના સપનાને સાકાર કરી શક્યા. અમિત શાહે કહ્યું કે CRPF એ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને આતંકવાદ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે આગળ કહ્યું કે નક્સલ પ્રભાવિત વિસ્તારો હોય કે કાશ્મીર કે પૂર્વોત્તરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ સામે લડતા હોય CRPFએ દેશની રક્ષા માટે કોઈ કસર છોડી નથી. દેશના તમામ જવાનોએ દેશની સુરક્ષા માટે ઘણા બલિદાનો કર્યા છે.

Most Popular

To Top