Vadodara

મહાનગર પાલિકાઓને વિકાસ માટે અનેકગણું બજેટ ફાળવાશે : મુખ્યમંત્રી

વડોદરા : વડોદરા શહેર માં પ્રથમ વખત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પધરામણી કરી રહ્યા છે.શહેર ભાજપ સંગઠન ના નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેનાર હોય ત્યારે સંગઠન જોર લગાવ્યા છે.ગત સપ્તાહ માં પુરે પુરી તૈયારી કરી 138000 કાર્યકરો ને ડીજિટલ આમત્રણ આપવામાં આવ્યું હતું.ભાજપ જિલ્લા ના સ્નેહ મિલન કાર્યક્રમ કરતા સભ્યો માણસો ની સંખ્યા વધારે હતી. પરંતુ પ્રીતિ ભોજન ના કારણે સભ્યો ખેંચાઈ આવ્યા હતા.શહેર ભાજપ સંગઠન દ્વારા નવલખી મેદાન ખાતે નવ વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

શહેર માં પ્રથમ વખત પધરામણી કરનાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખુલ્લી જીપ માં એરપોર્ટ થી નવલખી મેદાન ખાતે આવ્યા હતા. ભુપેન્દ્ર પટેલ આવતા અાતશબાજીથી સવાગત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં રહી વિશિષ્ટ પ્રદાન આપનાર  મહાનુભાવો ના નામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ ની શરુઆત વડોદરા ના નામાં કિત કલાકારો દ્વારા દેશભક્તિ અને લોકગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ભવાઈ કરીને સરકારની યોજનાની જાણકારી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નું શહેર સંગઠન અને સાસદ, ધારાસભ્યો, ભાજપ ના વિવિધ મોરચા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર ભાજપ અઘ્યક્ષ ડો. વિજય ભાઈ શાહ દ્રારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મનુભવો અને કાર્યકરોને આવકારી અને નૂતન વર્ષ ના અભિનંદન પાઠવ્યા હતા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉદબોધનમાં જણાવ્યું હતું પહેલી વાર સારું સ્વાગત કર્યું, વડોદરા સાચવણી જવાબદારી ડબલ થઈ, કાર્યકર્તાઓ ને ઉત્સાહ છે, મારો નંબર લાગ્યો તમારા નંબર લાગવાના ચાન્સ વધી ગયા છે. સામે બેસી બેસી મેં ગણી રાહ જોઈ છે,દરેક ના મોઢા પર સ્મિત જોવા માગીએ છે, કાર્યકરો ના મોઢે ક્યારે સ્મિત આવે, ચૂંટણી સમયે સીમા મોહિલે ની સેન્સ લેવા આયો હતો અત્યારે ધારાસભ્ય છે, સારો કાર્યકરો નેતા બની શકે છે, કાર્યકરો જીવતા રણછોડ છે, નેતા માં પણ રણછોડ જોવા જોઈએ, શહેર માં ખૂબ સારા કામ થયો છે,

વિકાસના કામ માં ક્યાર રૂપિયા નહિ ખૂટે જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે. પ્રજા ને પડતી તકલીફો, કાર્યકતા લઈ ને આવે, તે દૂર કરવી અમારી ફરજ છે,  સોમ મંગળ ક્યારે પણ મારી ઓફીસ માં આવી શકો છો. ભાજપમાં કાર્યકરોને મોટા નેતા બનવાની તક મળે છે. વડોદરા શહેર માં વિકાસ ના કામો થઈ રહ્યા છે. સાંસદ ધારાસભ્યો ભેગા થઈ આયોજન બંધ રહે તો બજેટ અલગ વ્યવસ્થા કરી કામ પૂરું કરીશું. સારું કામ કરવા કાર્યકરોની વચ્ચે બેસવું જરૂરી છે, કોરો ના મહામરી માં બાપ બેટા ને છોડી દીધો બેટા એ બાપ ને કાર્યકર્યા એ વચ્ચે રહી કામ કર્યું છૅ. મોદીજી જે પણ બોલતા હતા એ કરી બતાવ્યું છે, આપણે બધા એ ભેગા રહેવાનું છે, તમારું કામ થશે ના કામ થાય તો કેજો, વ્યવસ્થિત કામ પહોંચાડવાનું છે, આગામી વિધાનસભા ની ચૂંટણી માંઆપણે બધી સીટ જીતવી છે, હસતા ચેહરે કામ કરવું છે 2022 એક સીટ ના જાય તેની જવાબદારી તમારી છે તેમ વધુમાં જણાવ્યું હતું.

Most Popular

To Top