Vadodara

જમનાબાઇ હોસ્પિટલ પાસે પિતા-પુત્રનો યુવાન પર છરી વડે હુમલો

વડોદરા, : શહેરના મધ્યમાં આવેલી માંડવી વિસ્તારની જમનબાઇ હોસ્પિટલની પાછળ રહેત મહોમંદઅનીશ સિન્ધી છુટક મુજરી કરી અાજિવીકા રળે છે. થોડા સમય પૂર્વે તેના મિત્ર આરિફ ઉર્ફે ભૂરિયા મેમણને નાણાની જરૂર હોવાથી 5 હજાર રૂપિયા અનીશ પાસેથી ઉછીના લીધા હતા. લાંબા અરસા બાદ પણ મિત્રએ નાણા પરત ના કરતા અનીસે મોબાઇલ દ્વારા વાતચિત કરીને નાણા માંગ્યા હતા. બંને વચ્ચે રકઝક થતા અનીસ મિત્ર આરીફના ઘરે ગયો હતો. નાણીની વાત નીકળતા જ આરીફ ઉશ્કેરાએ ગયો અને ઝપાઝપી કરીને ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને જનૂનભેર અનીસને હુલાવી દીધુ હતું. પિતાની મારામારી જોતા જ તેના પુત્ર શાહનવાઝે નપણ અનિસને ગડદાપાટુનો માર મારતા યુવક બેભાન થઇ ગયો હતો.સ્થાનિક રહીશોએ હુમલાખોર પિતા-પુત્રની ચુંગાલમાંથી ઈજાગ્રસ્તને છોડાવી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મહંમદ અનિસ સિન્ધીએ હુમલાખોર પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધવાત પોલીસે બંને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Most Popular

To Top