Vadodara

ખટંબામાં ૧પ૦૦ જેટલા ઢોર રહી શકે તે માટેની કામગીરી પુરજોશમાં

વડોદરા:  શહેરને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરવા  ખટંબા ખાતે આવેલી જમીનનું ફેન્સીંગ અને લેવલીંગની ચાલી રહેલી કામગીરીનું મેયર તથા સાંસદે નિરીક્ષણ કર્યું હતું.1500 ઢોરો રહે તેવી ડિઝાઇન તૈયાર કરી 15 દીવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વડોદરા શહેરને ઢોર મુક્ત અભિયાન ચાલી રહ્યું છે, ઢોરો ની સંખ્યા વધતા પાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.શહેર ના ચાર ખટંબા, જામ્બુવા, કરોડિયા અને છાણી એમ 4 ભાગમાં કલેક્ટર દ્વારા જમીન ફાળવાઈ હતી, ત્યાં પાલિકાની ઢોર ટિમ દ્વારા પકડી ને ઢોર ડબ્બા માં પુરવામાં આવતા હતા.

મંગળવાર ના રોજ મેંયર કેયુર રોકડીયા, સાંસદ રંજનબેનભટ્ટ તથા કોર્પોરેશનના અધિકારીઓ ખટંબા પશુપાલકો માટે ફાળવેલી જમીન નું ફેન્સીંગ અને લેવલીંગ ની કામગીરી ચકાસવા પહોંચ્યા હતા.હાલ માં 300 ઢોર ને રાખવામાં આવે છે હવે ત્યાં 1500 ઢોર રાખી શકાશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ઢોર અહીં શિફ્ટ કરતાં પશુપાલકોને પૂરતી સુવિધા પાલિકા પૂરી પાડશે.

Most Popular

To Top