Dakshin Gujarat

વ્યારામાં પુત્રએ જનેતાને માથામાં લાકડાના ફટકા મારી જીવ લઈ લીધો

વ્યારા: (Vyara) નિઝરના હથનુર ગામે પુત્રે (Son) જનેતાને માથામાં લાકડાના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઈ છે. માતાએ (Mother) જમવાનું નહીં આપ્યું હોવા બાબતે પુત્રે માતા સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ જનેતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યારા પુત્ર વિરુદ્ધ પિતાએ ફરિયાદ આપતાં નિઝર પોલીસે હત્યાનો (Murder) ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.

  • કળિયુગી શ્રવણ: નિઝરના હથનુરમાં જમવાનું નહીં આપતાં પુત્રએ માતાની હત્યા કરી
  • લાકડાના સાંબેલા વડે માતા ઉપર હુમલો, બચાવવા માટે વચ્ચે પડેલા પિતાને પણ ફટકો મારી દીધો

હથનુર ગામની સીમમાં સરવે નં.૧૮/૧૯માં આવેલા અશ્વિન છગનભાઇ પાડવીના ઘરે તા.૫/૪/૨૦૨૩ના રોજ બપોરે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં તેની પત્ની સીલાબેન (ઉં.વ.૫૦) (મૂળ રહે.,આમોદા/મૌલીપાડા, તા.કુકરમુંડા) રસોઇ બનાવતી હતી. એ વખતે પુત્ર સૂરજ (ઉં.વ.૨૫)એ માતા પાસે આવી જમવાનું વહેલું જોઈએ એમ કહ્યું હતું. કોઇ કારણોસર પુત્ર સૂરજને માતા જમવાનું નહીં આપી શકતાં તેની સાથે પુત્ર સૂરજની બોલાચાલી થઈ હતી. જેમાં સૂરજે ગુસ્સામાં આવી ઘરમાં પડેલા સીસમના લાકડાના સાંબેલા વડે માતાને માથાના જમણા ભાગે ફટકો મારી દીધો હતો. આથી પિતા સૂરજને પકડવા જતાં તેણે પિતાને પણ માથાના ભાગે સાંબેલા વડે ફટકો મારી ઇજા પહોંચાડી હતી. અશ્વિનનાં પત્ની સીલાબેન લોહીલુહાણ થઈ જતાં સ્થળ ઉપર જ તેનું મોત નીપજ્યું હતું.

વરેલીમાં મોટર રિપાવરિંગની દુકાનમાંથી તસ્કરો ૯૭ હજારની ચોરી કરી ગયા
પલસાણા: પલસાણાના વરેલી ગામે આવેલા મોટર રિપાવરિંગના વર્કશોપમાં ગત મંગળવારે તસ્કરો રાત્રિ દરમિયાન શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી રોકડ તથા ગાડીઓના સ્પેરપાર્ટ મળી ૯૭ હજારથી વધુનો સામાનની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના વરેલી ગામે ભારત પેટ્રોલપંપની બાજુમાં આવેલી અમર મોટર રિપાવરિંગ વર્કશોપમાં ગત મંગળવારે રાત્રે તસ્કરોએ તાળું તોડી પ્રવેશ કર્યો હતો. અંદર આવેલી ઓફિસના ડ્રોવરમાં મેઇન્ટેનન્સ માટે મૂકેલા રોકડા ૨૭ હજા૨ તથા ગાડીઓના સ્પેરપાર્ટસ મળી કુલ ૯૭,૨૦૦ રૂપિયાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. સવારે વર્કશોપમાં મેનેજર તરીકે કામ કરતા વિજયભાઇ પટેલે આવીને જોતાં શટરનું તાળું તૂટેલી હાલતમાં હતું અને શટર પણ ઊંચકાયેલું હતું. અંદર જઇ તપાસ કરતાં તસ્કરોએ ચોરી કરી હોવાનું જણાઇ આવતાં કડોદરા જીઆઇડીસી પોલીસમથકે ફરિયાદ નોંધાઈ હતી.

Most Popular

To Top