National

સુરતના આ વિસ્તારમાં 20થી વધુ ‘કપલ બોક્સ’ ધમધમે છે: યુવક-યુવતી અહીં પ્રાઈવેસીના નામ કરે છે ગંદું કામ

સુરત : સુરતના (Surat) કહેવાતા આ પોશ વિસ્તારમાં 20 કરતા વધારે કપલ બોકસ (Couple Box) આવેલા છે. તેમાં યુવક-યુવતી (young boy-girls) તો ઠીક પરંતુ નાની વયના કિશોર-કિશોરીઓ (Teenagers) કઢંગી અવસ્થામાં (Awkward position) બેસતા હોય છે. પ્રાયવેસીના (Privacy) નામે અનૈતિક પ્રવૃતિઓ (Immoral activities) આ કપલ બોકસમાં કરાય છે આવા જ કપલ બોક્સમાં જ્યારે યુવતીની શંકાસ્પદ હત્યા (Suspected murder of a young girl) થઇ ત્યારે આડકતરી રીતે તો ખટોદરા પોલીસની હપ્તાખોરી (Police corruption) આ ઘટના પાછળ કારણભૂત છે. દરમિયાન કૌફી કસલ શરૂ થયું ત્યારે આસપાસ રહેતા લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો પરંતુ પીઆઇ ટી.વી. પટેલ અને તેમના મળતિયાઓ પોલીસ સ્ટાફ દ્વારા કાફી કસલને પરમીશન આપવામાં આવી હતી.

  • ‘ગુજરાતમિત્ર’ દ્વારા એક મહિના પહેલા આવી ઘટનાનો અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો હતો. એક યુવતીના ભોગ પછી હવે પોલીસ આવા કપલ બોકસ બંધ કરાવે તે જરૂરી થઇ ગયું છે. પ્રાયવેસીના નામે સેક્સ પ્રવૃતિઓ માટે આ કપલ બોક્સ કુખ્યાત બન્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભગવાન મહાવીર કોલેજ પાસે આવેલા ‘કાફી કસલ’ કાફે નહીં પરંતુ કપલ બોક્ષ છે. આ કાફે કમ કપલબોક્ષ શરૂ થવા પહેલા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ડિંડોલીના જ કેટલાક યુવકોએ આ કાફે (Cafe) શરૂ કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે, આ કાફે શરૂ કરવામાં ખટોદરા પોલીસનો પણ મહત્ત્વનો રોલ હોવાનું કહેવાઇ રહ્યું છે. લોકોના વિરોધ વચ્ચે પોલીસની મદદગારીથી આ કાફે કમ કપલબોક્ષ ધમધમી રહ્યું હોવાનું કહેવાય છે. ત્યારે કપલબોક્ષના નામે અનેક અનૈતિક ધંધાઓ કરવામાં આવતા હોવાની સાથે પોલીસને હપ્તા પણ મળતા હોવાની ચર્ચા થઇ રહી છે. ત્યારે આવા કાફે કમ કપલબોક્ષની સામે પોલીસ કમિશનર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.

પોલીસ કમિશનર (Police Commissioner) અજય તોમર આવા કપલ બોકસ બંધ કરાવે તે જરૂરી થઇ પડ્યું છે. ‘ગુજરાતમિત્ર’ દ્વારા આવી ઘટનાનો અંદેશો એક મહિના પહેલા વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમાં એક યુવતીના ભોગ પછી હવે પોલીસ આવા કપલ બોકસ બંધ કરાવે તે જરૂરી થઇ ગયું છે. પ્રાયવેસીના નામે સેક્સ (Sex) પ્રવૃતિઓ માટે આ કપલ બોક્સ કુખ્યાત બન્યા છે. ઉમરા પોલીસમાં પણ પંદર જેટલા કપલ બોક્સ હોવાની વાત છે.

Most Popular

To Top