વલસાડમાં જાહેર સ્થળે કોન્ડોમનો ઢગલો જોઈ લોકો અચરજમાં મુકાયા, અધિકારીઓ પણ માથું ખંજવાળવા લાગ્યા

વલસાડ: વલસાડમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં જાહેર સ્થળ પર કોન્ડોમનો ઢગલો મળી આવતા તંત્ર દોડતું થયું છે. નદી કિનારે જ કોન્ડોમનો મોટો જથ્થો બિનવારસી મળી આવતા લોકો અચરજમાં મુકાયા છે. આટલા વિશાળ જથ્થામાં કોન્ડોમ કોણ નાંખી ગયું હશે તે લોકો વિચારવા લાગ્યા છે. આ અંગે માહિતી મળતા વલસાડ નગરપાલિકાના અધિકારીઓ પણ કોન્ડોમના ઢગલા પાસે દોડી ગયા હતા અને આટલા વિશાળ જથ્થામાં ખાનગી વસ્તુ કોણ નાંખી ગયું તે વિચારીને માથું ખંજવાળવા લાગ્યા હતા.

  • નગરપાલિકાના ટ્રેક્ટરો મારફતે જ વલસાડની ઔરંગા કિનારા નજીક ડમ્પિંગ સાઈટ પર બોક્ષમાં કોન્ડોમનો જથ્થો ઠલવાયો
  • વલસાડના એડવોકેટ સહિત જાગૃત નાગરિકોએ તપાસ કરતાં ઘટના બહાર આવી, કલેકટરને આવેદન આપી કાર્યવાહીની માંગણી કરી

(Valsad) વલસાડ નગરપાલિકાના ઔરંગા નદી (Auranga River) કિનારે આવેલા ડમ્પિંગ સાઈટ (Dumping Site) ઉપરથી મોટી સંખ્યામાં સરકારી કોન્ડોમનો (Condom) જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જોકે આટલો મોટો જથ્થો અહીં કોણ ફેંકી ગયું તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. મળી આવેલા જથ્થા ઉપરનું લખાણ જોતા આ સરકારી જથ્થો હોવાનું જણાય આવે છે. ત્યારે લોકોને વિનામૂલ્યે આપવામાં આવતા કોન્ડોમનો જથ્થો કયા વિભાગને ફાળવવામાં આવ્યો હતો તેની તપાસ આવશ્યક બની છે. બીજી તરફ ડમ્પિંગ સાઈટ ઉપર નગરપાલિકાના ટ્રેક્ટરો દ્વારા જ શહેરનો કચરો ઠાલવાઈ છે તેવા સંજોગોમાં પાલિકા દ્વારા પણ તપાસ આવશ્યક બની છે. વલસાડના કેટલાક જાગૃત નાગરિકોને મળેલી માહિતી બાદ તેમણે ડમ્પિંગ સાઈટની મુલાકાત લેતા આ જથ્થો મળી આવ્યો હતો.

તપાસ નહીં કરાય તો પાલિકાના પ્રવેશદ્વારે ઉપવાસ કરવાની ચિમકી

ડમ્પિંગ સાઈટ ઉપરથી આ જથ્થો હોવાની જાણ કરનાર જાગૃત નાગરિકો પેકી એડવોકેટ કેતન શાહે જણાવ્યું કે આ ગંભીર ઘટના છે, આ અંગે અમે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છે. જો 15 દિવસમાં તપાસ કરી કોઈ કાર્યવાહી ન થશે તો પાલિકાના પ્રવેશદ્વાર પાસે ઉપવાસ પર ઉતરીશું.

મને કોઈ માહિતી નથી, કોન્ડોમનો જથ્થો આરોગ્ય વિભાગનો નથી: ડૉ. અનિલ પટેલ

વલસાડ આરોગ્ય વિભાગના સીડીએચો ડૉ.અનિલ પટેલને આ સમગ્ર બાબત અંગે પૂછતાં તેમને આ અંગે તેમની પાસે કોઈ માહિતી ન હોવાનું અને મળી આવેલા કોન્ડોમનો જથ્થો આરોગ્ય વિભાગનો ન હોવાનું જણાવ્યું હતું.

Related Posts