કપિલ શર્મા પર સ્મૃતિ ઈરાની ગુસ્સે ભરાઈ, શોનું શૂટીંગ છોડી જતી રહી

મુંબઈ: (Mumbai) કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smruti Irani) પોતાની પુસ્તક (Book) ‘લાલ સલામ’નાં (Lal Salam) પ્રમોશન (Pramotion) માટે કપિલ શર્માનાં શોમાં (Kapil Sharma Show) પહોંચ્યા હતાં પરંતુ કપિલ શર્મા શોનાં શૂટિંગ (Shooting) સ્થળની બહાર ગેટ (Gate) પર ઉભા રહેતા સિક્યુરીટી ગાર્ડ (Security Guard) કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ઓળખી શકયો ન હતો. ગાર્ડે સ્મૃતિ ઈરાનીને શૂટીંગના સેટ પર જતાં અટકાવ્યા હતાં. કેન્દ્રીય મંત્રી દ્વારા પોતાની ઓળખ આપ્યા બાદ વિનંતી કરવા છતાં ગાર્ડ એક નો બે થયો નહોતો. તે સ્મૃતિ ઈરાનીને અંદર જવા દેવા તૈયાર જ થયો નહોતો. આથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની નારાજ થઈ ગઈ હતી અને પગ પછાડીને શૂટીંગ સ્થળ પરથી જતી રહી હતી. જોકે, ગાર્ડની ગુસ્તાખી કપિલ શર્માને મોંઘી પડી હતી. સ્મૃતિ ઈરાની ગુસ્સે થઈને જતી રહેતાં કપિલ શર્માએ શૂટીંગ કેન્સલ કરવું પડ્યું હતું.

વાત જાણે એમ છે કે કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ ટીવી અભિનેત્રી સ્મૃતિ ઈરાનીએ એક પુસ્તક લખ્યું છે. ‘લાલ સલામ’ નામના આ પુસ્તકના પ્રમોશન માટે તે કપિલ શર્માના શો પર મહેમાન તરીકે આવી રહી હતી. આ શોમાં સ્મૃતિ ઈરાની પોતાનાં પુસ્તક વિશે વાત કરવાનાં હતાં. નક્કી થયેલા સમયે સ્મૃતિ ઈરાની તેમના ડ્રાઈવર અને બે સપોર્ટીંગ સ્ટાફ સાથે કપિલ શર્મા શો ના સેટ પર પહોંચ્યા હતા. અહીં મેઈન ગેટ પર કપિલ શર્મા શોના સિક્યુરીટી ગાર્ડે સ્મૃતિ ઈરાનીને અટકાવ્યા હતા. ઓળખ આપ્યા બાદ પણ સ્મૃતિ ઈરાનીને ગાર્ડે અંદર જવા દીધા નહોતા.

સ્મતિએ ગાર્ડને ત્યાં સુધી કહ્યું કે, તેમને સેટ પર એપિસોડના શૂટીંગ માટે ઈન્વાઈટ કરાયા છે. તેઓ શોના સ્પેશ્યિલ ગેસ્ટ છે. પરંતુ સિક્યુરીટી ગાર્ડે સોરી મેડમ, અંદરથી અમને કોઈ આદેશ મળ્યો નથી, તમે અંદર જઈ નહીં શકો એવું સાફ સંભળાવી દીધું હતું. ત્યાર બાદ પણ સ્મૃતિ ઈરાનીએ ગાર્ડને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે માન્યો નહોતો. બાદમાં સ્મૃતિ ઈરાનીએ કપિલ શર્માનો ફોન પર કોન્ટેકટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે થઈ શક્યો નહોતો. આ દરમિયાન ઝોમેટોના ડિલીવરી બોયને ફૂડ પેકેટની ડિલીવરી કરવા માટે ગાર્ડે સેટ પર જવા દીધો હતો તે જોઈ સ્મૃતિ ઈરાનીના સન્માનને ઠેંસ પહોંચી હતી અને તે ગુસ્સે ભરાઈ હતી. તે પગ પછાડીને પોતાની ગાડીમાં પરત ફરી હતી.

આ તરફ થોડા સમય બાદ કપિલ શર્મા અને તેની પ્રોડક્શન ટીમને આ વાતની જાણ થતાં તેઓ ગભરાઈ ગયા હતા. સિક્યુરીટી ગાર્ડને આ વાતની જાણ થઈ એટલે તે તો ડ્યૂટી પરથી ભાગી છૂટ્યો હતો. સેટ પર અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ પણ દોડી ગઈ હતી અને સમગ્ર ઘટનાનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો. આ તરફ સ્મતિ ઈરાની નહીં આવી હોય કપિલ શર્માએ શૂટીંગ કેન્સલ કરવું પડ્યું હતું.

સ્મૃતિ ઈરાનીએ થ્રીલર સ્ટોરી બુક લખી છે

ભૂતપૂર્વ ટીવી અભિનેત્રી અને હાલમાં મોદી સરકારમાં મંત્રી સ્મૃતિ ઈરાનીએ લાલ સલામ નામની એક બુક લખી છે. આ બુક લખતા 10 વર્ષનો સમય લાગ્યો છે. સાચી ઘટના પર આધારિત આ બુકમાં થ્રીલર સ્ટોરી છે. વેસ્ટલેન્ડ પબ્લિસીંગ કંપનીનું આ પુસ્તક 29 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે.

તાજેતરમાં જ સ્મૃતિ ઈરાનીએ વજન ઉતાર્યું છે

તમને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં ખૂબ વજન ઉતાર્યું છે. રાજકારણમાં આવ્યા બાદ તેમનું વજન ઘણી વધી ગયું હતું, તે તેઓએ ડાયટ કરીને ઘટાડ્યું છે. ફરી સ્લીમ થઈ ગયેલાં સ્મૃતિ ઈરાનીનો લૂક પણ બદલાઈ ગયો છે. વજન ઉતાર્યા બાદ સ્મૃતિ ઈરાની લગભગ પહેલીવાર જાહેર સ્થળે પહોંચ્યા હોય અને તેઓને આ કડવો અનુભવ થઈ ગયો છે.

Related Posts