Gujarat

કેમ પોસ્ટમોર્ટમ વિના સોંપાયા મૃતદેહો? મોરબી દુર્ઘટનામાં જવાબદારો સામે કેવી રીતે થશે કાર્યવાહી?

મોરબી: રવિવારે સાંજે 6.30 કલાકે મોરબીની મચ્છુ નદી પર એક સદી પૂર્વે બનેલો ઝૂલતો પૂલ તૂટી પડતાં (Morbi Accident) નદીમાં પડી જવાના લીધે 141 લોકોના મોત થયા હોવાનો સત્તાવાર આંકડો સામે આવ્યો છે. મોતનો આ આંકડો 190ને પાર પહોંચ્યો હોવાની માહિતી બિનસત્તાવાર રીતે બહાર આવી રહી છે. દરમિયાન 99 મૃતદેહોની ઓળખ થતાં તે મૃતદેહ તેમના પરિવારજનોને પોસ્ટમોર્ટમ કર્યા વિના જ સોંપી દેવામાં આવ્યા છે.

આટલી મોટી ઘટનામાં મૃત્યુ પામનારાઓના પીએમ કેમ કરાયા નહીં તે પ્રશ્ન ઉઠી રહ્યો છે ત્યારે તમને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા GR (ગર્વમેન્ટ રિઝોલ્યુશન) બહાર પાડવામાં આવ્યો હતો તે અનુસાર આવી કમભાગી દુર્ઘટનામાં કોઈ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે નહીં. તે જીઆર અનુસાર મોરબી દુર્ઘટનામાં માર્યા જનારાઓના પીએમ કરાયા નથી. તેના પગલે મોરબીનો પુલ તૂટી પડ્યા બાદ નદીમાં ડૂબી જવાના લીધે, પત્થરો પર પડવાના લીધે કે પછી ગભરાહટના લીધે હૃદય બેસી જવાના લીધે કયા કારણોસર મોત થયું તે જાણી શકાશે નહીં.

મોરબી દુર્ઘટનામાં માર્યા ગયેલા 132 મૃતકોની સત્તાવાર યાદી

દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર રેસ્ક્યૂની કામગીરી ખૂબ ઝડપભેર ચાલી રહી છે. મુખ્યમંત્રી દ્વારા રાત્રિના સમયે જ હાઈપાવર કમિટીનું ગઠન કરાયું હતું. મુખ્યમંત્રી પોતે ખડેપગે રેસ્ક્યૂ કામગીરી પર નજર રાખી રહ્યાં છે.
તે ઉપરાંત જવાબદાર કસૂરવારો સામે સદોષ માનવ વધની ફરિયાદ દાખલ કરાઈ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદમાં ગુનેગારો કોણ છે તે અંગે ફોડ પાડ્યો નથી, પરંતુ કલમ 304, 308 અને 114 હેઠળ ગુનો દાખલ કરાયો છે. પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુનો દાખલ કરાયો છે. રેસ્ક્યૂ કામગીરી પૂરી થયા બાદ અન્ય દિશામાં તપાસ હાથ ધરાશે.

આ રીતે તૂટી પડ્યો પૂલ, મોરબી દુર્ઘટનાનો લાઈવ વીડિયો આવ્યો સામે
મોરબી: મોરબી (Morbi) દુર્ઘટનાનો 35 સેકન્ડના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. દુર્ઘટનાના થોડી મિનિટ પહેલા જ આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ગુજરાતના મોરબીમાં બ્રિજ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેમાં જોઈ શકાય છે કે લોકો બ્રિજ પર સેલ્ફી લેતા અને મસ્તી કરતા જોવા મળે છે. પછી થોડીક સેકન્ડોમાં પુલ તૂટી પડે છે અને લોકો નદીમાં પડી જાય છે.

35 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્રિજ પર ઘણી ભીડ છે. પુલ ખૂબ જ સાંકડો છે. જ્યારે પુલ અચાનક તૂટી જાય છે. માત્ર 13 જ સેકન્ડમાં મચ્છુ નદી પર મોતની ચીસોથી ગુંજી ઊઠી છે. રવિવારની એ સાંજ મોરબી માટે ગોઝારી સાબિત થઈ અને સેંકડો લોકોને ભરખી ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય તેમ ઝુલતા પુલ પર હાજર 500 લોકો કંઈ સમજે એ પહેલાં તો ટપોટપ નદીમાં પડવા લાગ્યા હતા.

Most Popular

To Top