Comments

મોદીએ પોતાની રાજકીય મૂડી ગુમાવી

મોદી સરકાર પરિવર્તનના આદેશ સાથે બીજી વારની મુદત માટે સત્તા પર બેઠી. એન.ડી.એ. સરકારે ૨૦૧૪ કરતાં ૨૦૧૯ માં વધુ બેઠકો મેળવી અને તેમની કામગીરીને મતદારોએ અભૂતપૂર્વ રીતે મંજૂરીની મહોર મારી. આ સરકારની વિચારસરણીના અમલ માટેના આદેશનો અમલ ૨૦૧૯ માં તરત જ થયો હતો. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ ૨૦૧૭ માં ત્રણ તલાકને ફોક કર્યા હતા અને ગેરબંધારણીય હોવાની જાહેરાત કરી હતી. પણ ભારતીય જનતા પક્ષે નકકી કર્યું હતું કે તેના પગલાં લેવાવાં જોઇએ અને જુલાઇ ૨૦૧૯ માં આ રસમને ગુનાનું સ્વરૂપ આપ્યું.

સમાન નાગરિક ધારાનો અમલ ભારતીય જનતા પક્ષ) જનસંઘની કાર્યસૂચિમાં ૧૯૫૦ ના દાયકાથી સમાવેશ થયેલો છે અને ત્રણ તલાકને ગુનો ગણવાનું કાર્ય એક અર્થમાં વિજય સમાન ગણાય. બંધારણની કલમ ૩૭૦ કાશ્મીરમાં નાબૂદ કરવામાં આવી અને તેના ભારતીય જનતા પક્ષ સિવાયના તમામ રાજકારણીઓને અચોકકસ મુદ્દત સુધી જેલમાં પૂરવામાં આવ્યા. આ ભારતીય જનતા પક્ષની કાર્યસૂચિનો બીજો ભાગ હતો. બે મહિના પછી સુપ્રીમ કોર્ટે અયોધ્યાના મામલે ચુકાદો આપી આ વિવાદની મસ્જિદની મિલ્કત હિંદુ પક્ષને સોંપવાનો હુકમ કર્યો.

ત્રણ જ મહિનામાં મોદી તેમનો પક્ષ જેની દાયકાઓથી ઝુંબેશ ચલાવતો હતો તેની સારી ભૂમિકા બનાવી. ત્યાર પછી ભારતીય જનતા પક્ષે કહ્યું કે અમે ચૂંટણી ઢંઢેરામાં નાગરિકત્વ વિશે જે વચન આપ્યું હતું તેનું પાલન કરીશું. ‘ઘુસણખોરી સામેની લડાઇ’ હેઠળના વિભાગમાં ૨૦૧૯ નો ભારતીય જનતા પક્ષનો ચૂંટણી ઢંઢેરો કહે છે કે ગેરકાયદે ઘુસણખોરીના કારણે કેટલાક વિસ્તારની સાંસ્કૃતિક અને ભાષાકીય ઓળખમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. પરિણામ સ્વરૂપ સ્થાનિક લોકોની રોજગારી અને રોજીરોટી પર પ્રતિકૂળ અસર પડી છે. આ વિસ્તારને અગ્રતાક્રમ આપી અને નેશનલ સિટીઝન રજિસ્ટરની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીશું. અમિત શાહે વર્ણવેલી આ પ્રક્રિયાના પહેલા ભાગ તરીકે ભારતીય જનતા પક્ષે નાગરિકત્વ સુધારા ધારો પસાર કર્યો. આ ધારા હેઠળ પડોશી દેશોમાંથી આવતા બિનમુસ્લિમોને આશ્રય અપાશે જયારે નેશનલ રજિસ્ટર ઘરેઘરે ફરી ‘ઘુસણખોરો’ અને ‘ઉધઇ’ને ઉખેડીને ફેંકી દેશે.

ભારતીય જનતા પક્ષને ભારતના મુસલમાનોના પ્રત્યાઘાતનો આગોતરો અંદાજ નહોતો અને કાયદો પસાર થવા છતાં તેનો ૨૦ મહિને પણ અમલ નથી થઇ શકયો. નેશનલ રજિસ્ટર ૨૦૧૯ ના ચૂંટણી ઢંઢેરાનું વચન હતું તેને પણ અભેરાઇએ ચડાવી દેવામાં આવ્યું છે. દિલ્હીમાં ગત ફેબ્રુઆરીમાં જે કંઇ થયું તે આ નિષ્ફળતાની  પ્રતિક્રિયા હતી. આમ છતાં આ તબકકે જનાદેશનો અમલ કરવાની ભાવના હજી મજબૂત હતી. ખેડૂતોના વટહુકમ જૂન ૨૦૨૦ માં આવ્યા અને સરકાર અને તેના સાથીઓને આગોતરો અંદાજ નહોતો કે કાયદાનો પ્રતિકાર થશે. એન.ડી.એ.નો પંજાબનો મોટો પક્ષ પણ વટહુકમ પસાર થયો ત્યાં સુધી કેબિનેટમાં હતો પણ ખેડૂતો ખૂબ ગુસ્સે થયા છે એવું સ્પષ્ટ થયું ત્યારે સરકારમાંથી સરકી ગયા.

ખેડૂતો માટેના વટહુકમ અને સપ્ટેમ્બરમાં તે કાયદો બને ત્યાં સુધીનો સમયગાળો કોવિડની કટોકટી અને પહેલી લહેરે લઇ લીધો. આ સમયગાળાનું સૌથી મહત્ત્વનું પગલું રાષ્ટ્રીય સ્તરનું લોકડાઉન હતું. પશ્ચિમ અને દક્ષિણ ભારતમાંથી વસાહતીઓની હિજરત અને ચાર દાયકામાં પહેલી આર્થિક મંદી દેશને આભડી ગયા. આમ તો નોટબંધીના કાળથી જ આર્થિક કટોકટી ઘેરાઇ રહેલી પણ તેને ભારતમાં ૨૦૧૪ માં માથા દીઠ એકંદર ઘરેલુ પેદાશ ૧૫૭૩ ડોલર એટલે કે રૂા. ૧.૧૭ લાખ હતી જે બાંગલા દેશની ૧૧૧૮ ડોલર એટલે કે રૂા. ૮૩,૦૦૦ કરતાં ૫૦% વધુ હતી. ૨૦૨૦-૨૧ ના નાણાંકીય વર્ષના અંતે બાંગ્લા દેશ ૨૨૨૭ ડોલર એટલે કે રૂા. ૧.૬૫ લાખે પહોંચી ગયો અને ભારત ૧૯૪૭ ડોલર એટલે કે ૧.૪૫ લાખે પહોંચ્યો હતો.

ન્યાય તંત્રે ખેડૂતોના કાયદાના મામલે મોદી સરકારને બહાર નીકળવામાં મદદ કરી આવશ્યક ચીજવસ્તુ ધારાને ઉલટાવીને સરકારે પોતે જ ખેડૂત કાયદાનો ભંગ કર્યો પણ ખેડૂતો સડક પર રઝળે છે કાશ્મીર આજે પણ અજંપ છે અને જેલમાં પૂરેલા નેતાઓએ સ્થાનિક ચૂંટણીઓમાં સારી કામગીરી કરી છે. લડાખનો  દરજજો બદલવામાં આવતા ચીન ગુસ્સે ભરાયું હતું અને આપણે તેનાં પરિણામ જોયાં.

સમાન નાગરિક ધારાનું ખરેખરું લક્ષ્ય બહુમત વિનાનું છે અને ત્રણ તલાકના વિજયનો ખાસ અર્થ નથી. ન્યાય તંત્રે મંદીના મામલે તેમજ અન્ય મામલે કાશ્મીરીઓની હેબિયસ કોર્પસને નહીં સાંભળીને, નાગરિકતા સુધારાધારાની યથાર્થતા વિશે નહીં સાંભળીને અને કલમ ૩૭૦ ના મામલે યથાર્થતા વિશે નહીં સાંભળીને ચુકાદા આપ્યા છે. ભારતીય જનતા પક્ષના નેતા કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર સામે દિલ્હીના હુલ્લડના મામલે એફ.આઇ.આર. દાખલ કરવાનો હુકમ કરનાર ન્યાયાધીશની તેમના આ હુકમને પગલે તે જ રાતે બદલી થઇ ગઇ. પણ આર્થિક મતના બેરોજગારી અને ફુગાવાનું શું? પેટ્રોલ ૧૦૦ રૂા. ને પાર કરી ગયું.

એન.ડી.એ.ના સાથી નીતીશ જ્ઞાતિ પ્રમાણે વસ્તી ગણતરી કરાવવા માંગે છે, પણ સરકારે તેનો ઇન્કાર કર્યો છે. ભારતનો વ્યવહાર હજી પણ ડો. મનમોહનસિંહ સરકાર દ્વારા એક દાયકા પહેલાં કરાયેલી સામાજિક-આર્થિક વસ્તી ગણતરીને આધારે થાય છે. મોદીએ વાજબી રીતે મેળવેલી પોતાની રાજકીય મૂડી ૨૦૧૯ માં ગુમાવી. ૨૦૨૦ અને ૨૦૨૧ ની સમસ્યાઓ ઉકેલવા કંઇક ખાસ ઉપાય જોઇશે પણ તે અત્યારે દેખાતો નથી. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top