Sports

મો.શમીએ છગ્ગા સાથે ફટકારી ફિફટી: એક જ સ્ટ્રોકમાં ક્રિકેટના ભગવાનને પણ પાછળ છોડી દીધા

ભારત (India)ના લોઅર ઓર્ડર બેટ્સમેન મોહમ્મદ શમી (Mo sami) અને જસપ્રીત બુમરાહે (Jaspreet bumrah) ઈંગ્લેન્ડ (England) સામેની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચ (2nd test match)ના પાંચમા અને છેલ્લા દિવસે પોતાની શાનદાર બેટિંગ (Amazing batting)ના આધારે ભારતને આગળ વધાર્યું હતું. 

નવમા ક્રમે બેટિંગ કરવા આવેલા શમીએ આ સમયગાળા દરમિયાન સ્પિનર ​​મોઈન અલી (Moin ali)ને છગ્ગો (Sixer) ફટકારીને પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી ફિફટી પૂરી કરી હતી. આ ઇનિંગ દરમિયાન શમીએ પોતાના નામે એક ખાસ રેકોર્ડ (Record) પણ બનાવ્યો છે અને ક્રિકેટ જગતના ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. જેમાં કેપ્ટન કોહલી (Virat kohli) સહિત ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર (Sachin tendulkar)નો પણ સમાવેશ થાય છે.

લંચ બ્રેક સુધી શમી 52 રને અણનમ હતો અને જ્યારે ભારતે બીજી ઇનિંગ 298-8 પર ડિકલેર કરી હતી ત્યારે 56 રને અણનમ રહ્યો હતો. આ સાથે તેણે લોર્ડ્સ મેદાન પર પોતાનો શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો છે, જેને ક્રિકેટનું મક્કા કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેનો સ્કોર ભારતના સચિન તેંડુલકર, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ, સાઉથ આફ્રિકાના જેક કાલિસ અને લોર્ડ્સના મેદાન પર એબી ડી વિલિયર્સના બનાવેલા શ્રેષ્ઠ સ્કોર કરતા વધારે છે. ભારતે પાંચમા દિવસે 298-8 પર બીજી ઇનિંગ્સ ડિકલેર કરી, ઇંગ્લેન્ડને 272 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

આ સિવાય બુમરાહે અણનમ 34 રન બનાવ્યા હતા, જે તેની કારકિર્દીનો શ્રેષ્ઠ સ્કોર છે. ભારતે સવારે છ વિકેટે 181 રનથી રમવાનું શરૂ કર્યું અને શમી-બુમરાહના પ્રભાવશાળી પ્રદર્શન પહેલા પ્રથમ સત્રમાં બે વિકેટ ગુમાવીને 105 રન ઉમેર્યા. આનાથી ઇંગ્લેન્ડની મુશ્કેલીમાં વધારો થયો, જે સવારે વિકેટકીપર રીષભ પંત અને ઇશાંત શર્માના વહેલા આઉટ થયા બાદ વધુ સારી સ્થિતિમાં દેખાતો હતો. 

મહત્વની વાત છે કે ભારતના ઇતિહાસમાં 9માં ક્રમાંકે રમવાના બનાવો પણ ઓછા જોવા મળે છે, ત્યારે મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના આ શાનદાર પ્રદર્શનથી તમામ લોકોને અચંભિત કરી દીધા હતા. અને બીજા દાવમાં શમી 70 બોલમાં 55 રને અણનમ પરત ફર્યો હતો, જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. 

Most Popular

To Top