Business

પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવ માટે મનમોહન સિંહની કોંગ્રેસ સરકાર જવાબદાર છે: સીતારમણ

હાલ ભારત (India) દેશમાં પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ના ભાવ પોતાની સૌથી વધુ ઊંચાઈ (Highest hight) પર છે. અને સતત વધતા જ જઈ રહ્યા છે. જે સામાન્ય માણસ (Common man) માટે ચિંતાનો વિષય પણ બની રહ્યો છે. જોકે, લગભગ એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 

ભવિષ્યમાં ઇંધણના ભાવ ઘટશે કે કેમ તે હાલ દેશવાસીઓ માટે મહત્વનો પ્રશ્ન થઇ પડ્યો છે. સવાલના જવાબમાં કેન્દ્રીય નાણામંત્રી (Finance minister sitaraman) નિર્મલા સીતારમણે કહ્યું કે અમારા હાથ બંધાયેલા છે. તેમણે પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવ માટે ડો.મનમોહન સિંહ (Dr.manmohan singh)ની આગેવાનીવાળી કોંગ્રેસ (Congress) સરકારને જવાબદાર ગણાવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘યુપીએ સરકારે 1.44 લાખ કરોડ રૂપિયાના ઓઇલ બોન્ડ બહાર પાડીને ઇંધણના ભાવમાં ઘટાડો કર્યો હતો. જો કે અમે યુપીએ સરકારની આ યુક્તિઓનો ઉપયોગ કરીશું નહીં. હાલ તો આ ઓઇલ બોન્ડને કારણે બોજો અમારા પર પડ્યો છે. જેના કારણે હાલ તો પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરી શકતા નથી. 

રાજસ્થાન સરકાર ડીઝલ પર  સૌથી વધુ ટેક્સ વસૂલી રહી છે

મધ્યપ્રદેશ સરકાર પેટ્રોલ પર સૌથી વધુ 31.55 રૂપિયા ટેક્સ વસૂલી રહી છે, જ્યારે રાજસ્થાન સરકાર દેશમાં સૌથી વધુ 21.82 રૂપિયાના ટેક્સ રેટ દ્વારા ડીઝલ પર કામ કરી રહી છે. રાજસ્થાન સરકારની આવક અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં વધીને 15,199 કરોડ રૂપિયા થઈ છે, જે 1800 કરોડ રૂપિયાનો વધારો છે. રાજસ્થાનમાં દૂરના અંતરના વાહનો વધુ વપરાશ થવાથી અહીં ડીઝલ વાહનો જોવા મળે છે, અને માટે જ ડીઝલના ભાવ અને ટેક્સ પણ સતત વધુ જોવા મળે છે. રાજસ્થાન સરકાર પેટ્રોલ પર 29.88 રૂપિયા પ્રતિ લિટર અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા 29.55 રૂપિયા પ્રતિ લીટરની કમાણી કરે છે. 2020-21માં, મધ્યપ્રદેશ સરકારે 1188 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે.

ઉલ્લેખનીય છે કે સરકારે છેલ્લા નાણાંકીય વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ દ્વારા 11,908 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આંધ્રપ્રદેશ સરકાર ડીઝલથી 21.78 રૂપિયા પ્રતિ લીટર, મધ્યપ્રદેશ 21.68 રૂપિયા પ્રતિ લીટર, ઓરિસ્સા 20.93 અને મહારાષ્ટ્ર 20.85 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ દ્વારા કમાય છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં સંસદમાં આ માહિતી આપી હતી.

Most Popular

To Top