Top News

યુક્રેન પર મિસાઈલ હુમલાના પગલે 300 લોકોના મોત, જુઓ LIVE વિડીયો…

મોસ્કો: રશિયાએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કરી દીધુ છે. યુક્રેનનાં ચાર શહેરમાં મિસાઈલ હુમલા થયા છે. યુક્રેનની રાજધાની કીવ પર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા છે. કીવ, ખાર્કિવ સહિત ચાર શહેર પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં યુક્રેનના અંદાજે 300 લોકોના મોત થયા હોવાનો દાવો યુક્રેનના ગૃહમંત્રીએ કર્યો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કરતા યુક્રેન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ અધવચ્ચેથી પરત ફરી છે. કીવ, ખારકીવ, ઓડેસા અને મેરિપૉલમાં મિસાઈલ એેટેક કરવામાં આવ્યો છે. રશિયાની સેના ક્રિમિયાની સરહદની અંદર ઘૂસી ગઈ છે. પુતિને જણાવ્યું કે, રશિયા કોઈ પણ કુરબાની માટે તૈયાર છે. રશિયા હવે આક્રમક સ્થિતિમાં આવી ગયું છે. યુક્રેનનાં એરબેસ અને સેનાના ઠેકાણાઓ પર મિસાઈલો વડે હુમલો કરી તબાહ કરી દેવાયા છે.

ભારતની યુદ્ધ ટાળવા અપીલ
રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે ભારત યુદ્ધને તાત્કાલિક સ્થગિત કરવાની અપીલ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ તણાવ ગંભીર સંકટમાં ફેરવાઈ શકે છે. જો હવે તેને સંભાળવામાં નહીં આવે તો તે જીવલેણ બની શકે છે. તમામ પક્ષકારોની સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે.

હુમલા પહેલા કીવનાં આકાશમાં વિમાનો દેખાયા
રશિયાએ યુદ્ધની જાહેરાત કરતા જ યુક્રેનની રાજધાની કીવ સહીત ૧૧ શહેરો પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલા પહેલાના વિડીયો સામે આવ્યા છે. આ વિડીયો યુક્રેનની રાજધાની કીવનાં છે કે જ્યાં હુમલા પહેલા આકાશમાં વિમાનોની ફોજ દેખાઈ હતી. જેનો વિડીયો વાયરલ થયો છે.

રશિયાએ યુક્રેનના આ સ્થળોને બનાવ્યા નિશાન
રશિયાએ કરેલા હુમલામાં ડોનેટ્સકમાં પાંચ વિસ્ફોટ થયા હતા.આ પાંચ વિસ્તારોનાં 2 વિસ્તારો પૈકી એક વિસ્તાર એવો છે જેને રશિયાએ નવા દેશ તરીકે માન્યતા આપી છે. રાજધાની કીવ બાદ ઓડેસા, ખાર્કિવ, ડનિટ્સ્કમાં ઘણા વિસ્ફોટનાં ધમાકાઓના અવાજો સંભળાયા હતા.

Most Popular

To Top