Dakshin Gujarat

ગણદેવી તાલુકામાં 4 કલાકમાં સવા 5 ઇંચ વરસાદથી જનજીવન ખોરંભે

બીલીમોરા : હવામાન વિભાગની (Meteorological Department) ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગણદેવી (Gandavi) તાલુકા સાથે બીલીમોરામાં (Billimora) સોમવાર સવારે 8 થી 12 વચ્ચે 131,સવા પાંચ ઇંચ સાથે મોસમનો 2267મીમી 90.68 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.ગણદેવી તાલુકા સાથે બીલીમોરામાં એક સપ્તાહથી અવિરત વરસાદ વચ્ચે સોમવારે સવારે 8 થી 10 વચ્ચે 78 મીમી, 10 થી 12 વચ્ચે 53 મીમી મળી વીતેલા 4 કલાકમાં દેમાર રેકર્ડ બ્રેક 5.24 ઇંચ વરસાદી પાણી ઝીકાયું હતું.

છેલ્લા 4 દિવસથી સતત વરસાદી વાતાવરણથી ઠંડક
કાવેરી નદી 9.50 ફૂટ સપાટી અને અંબિકા નદી 14.36 ફૂટ સપાટી વટાવી ગઈ હતી. વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. એક સપ્તાહથી અવિરત વરસાદને કારણે ખેતી પાકો શાકભાજી સતત પાણીમાં ડૂબેલા રહેવાને કારણે ફૂલોનું ખરણ વધતા ભાવોમાં વધારો જોવાયો હતો.વલસાડ જિલ્લામાં ચાલૂ વર્ષે ચોમાસાની ઋતુનો વરસાદી માહોલ વણથંભ્યો રહેતાં લોકો હવે ઉઘાડની રાહ જોવા માડ્યા છે.છેલ્લા 4 દિવસથી સતત વરસાદી વાતાવરણથી ઠંડકને લઇ ભારે નિરસ જનજીવન જોવા મળી રહ્યું છે.દરમિયાન શુક્રવારે દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાયા બાદ સાંજે 6થી રાત્રે 8ના બે કલાકના ગાળામાં વલસાડ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર થઇ ગયા હતા.

ધરમપુરમાં 2 ઇંચ અને કપરાડા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો
શહેરના તિથલરોડ, હાલર રોડ, એમજી રોડ,ગૌરવ પથ, છીપવાડ, અબ્રામા ઝોન, ધરમપુર રોડ વિગેરે વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી. રાત્રિના ગાળામાં થયેલા વરસાદને લઇ લોકો કામધંધા,દૂકાનો બંધ કરવા શટર પાડી રહ્યા હતા ત્યારે જ મૂશળધાર વરસાદ ઝિંકાયો હતો.પારડી તાલુકામાં પણ 3.5 ઇચ વરસાદ ઝિંકાતા પારડી નગરમાં પાણી પાણી થઇ ગયા હતા.ઉપરવાસ ધરમપુરમાં 2 ઇંચ અને કપરાડા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જો કે ઉમરગામ તાલુકામાં માત્ર અડધો ઇંચ વરસાદ થતાં અહિં લોકોને રાહતની અનુભૂતિ થઇ હતી. શનિવારે ઔરંગાનદી બંન્ને કાંઠે વહી રહી હતી.

દાનહમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો
સેલવાસ|દાનહમાં છેલ્લા 24 કલકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.સેલવાસમાં 105.6એમએમ વરસાદ પડયો છે. સિઝનનો કુલ વરસાદ 3213.6 એમએમ 126.12ઇંચ વરસાદ થયો છે. ખાનવેલમાં 52.2 એમએમ બે ઇંચથી વધુ વરસાદ પડયો હતો સિઝનનો કુલ વરસાદ 3020.6એમએમ 118.92ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 78.40 મીટર છે ડેમમાં પાણીની આવક 28194 ક્યુસેક છે અને પાણીની જાવક 24834 ક્યુસેક છે.

Most Popular

To Top