Gujarat

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં 4-5 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી

ગુજરાત : ગુજરાતના અનેક રાજ્યને મેઘરાજાએ ઘમરોળ્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ઉત્તર ગુજરાતમાં (North Gujarat) એક્ટિવ થનાર સાઈક્લોન સર્ક્યુલેશનની (Cyclone circulation) અસર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) પણ જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં આવનારી 4-5 ઓગસ્ટ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે.

  • આગામી ચાર દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની સાથે પવનની ગતિમાં વઘારો રહેવાની શક્યતા
  • અમદાવાદમાં વરસાદિ ઝાપટાં, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મઘ્યમ વરસાદ રહે તેવી સંભાવના

મળતી માહિતીના અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની સાથે પવનની ગતિમાં વઘારો રહેવાની શક્યતા છે. આ સાથે અમદાવાદમાં વરસાદિ ઝાપટાં, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મઘ્યમ વરસાદ રહે તેવી સંભાવના જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે દક્ષિણ-ઉત્તર ગુજરાત સાથે રાજ્યમાં આગામી 4-5 દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. જ્યારે ગુજરાત રીજનમાં 4-5 ઓગસ્ટે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે તેવી આશંકા છે.

ઉત્તર ગુજરાત રીજનલમાં એક સર્ક્યુલેશન બની શકે છે : ડાયરેક્ટર મનોરમા મોહંતી
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત રીજનલમાં એક સર્ક્યુલેશન બની શકે છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે ડાયરેક્ટર મનોરમા મોહંતીએ માછીમારોને દરિયાકિનારે ન જવા ચેતવણી પણ આપી છે. પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશન બન્યું છે જે બાંગ્લાદેશ તરફ વધારે છે. જો કે આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની સંભાવના નહીંવત છે.

ગુજરાતમાં અત્યાર સુઘીમાં 92 ટકા વરસાદ વરસ્યો છે
જો વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં અત્યાર સુઘીમાં 92 ટકા વરસાદ વરસ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં આ જોર વઘી શકે છે. જો વાત કરીએ તો અગાઉ પડેલા વરસાદના કારણે જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, વાપી, નવસારી, સુરત સહિત અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી. આ મેઘમહેરના કારણે જનજીવન અસરગ્રસ્ત થયું હતું. ત્યારે ફરી એકવાર આગામી દિવસોમાં વરસાદને લઈને આવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્ય વરસાદ જોવા મળી શકે છે, પરંતુ ભારે વરસાદની વધારે સંભાવના નથી.

Most Popular

To Top