Charchapatra

મેરીટ આધારીત ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડકલાર્કની પરિક્ષાનું પ્રશ્નપત્ર ફુટવાના કારણે તેની પરિક્ષા રદ કરવી પડી. આ અગાઉ પણ લોકરક્ષક ભરતીની પરિક્ષાનું પેપર ફુટી જવાના કારણે પરિક્ષા રદ કરવી પડેલ હતી. આવા વારંવાર પ્રશ્નપત્રો ફુટી જવાથી રાજયમાં ગંભીર ચર્ચાઓ ઉભી થયેલ છે અને લાખો બેકારો નોકરીથી વંચિત રહે છે. રાજય સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એન્પલોયમેન્ટ એન્ડ ટ્રેનીંગના આંકડા મુજબ રાજયમાં છેલ્લા બે વર્ષમાં માત્ર 12869 યુવાનોને રોજગારી આપી શકાયેલ છે. દેશમાં આજે બેકારીનો પ્રશ્ન મોટો અને ગંભીર હોવાથી રાષ્ટ્રીય રોજગાર પોલીસી બનાવીને દરેક પરિવારમાં ફરજીયાત એક રોજગારી આપવાની હાલની મોંઘવારી અંત્યંત જરુરી બનેલ છે. આપણા રાજયમાં ભૂતકાળમાં પણ આવી વિક્રમ સંખ્યાના ઉમેદવારોની ભરતી માટે પેપરો અવારનવાર ફુટતા રહ્યા છે ત્યારે ભરતી માટે મોટા આયોજનવાળી પરિક્ષા લેવાને બદલે રાજય સરકાર ઉપકારક અને સરળ એવા નીચેના પ્રેકટીકલ નિર્ણયો જરૂર લાગે તો હાઇકોર્ટની પૂર્વમંજૂરી લઇને લેવાથી રાજય સરકારને, વહીવટી તંત્રને તેમજ સ્વયં હોશિયાર ઉમેદવારને પણ ઉપકારક બને એમ હોઇ લેવાની જરુર છે.

મર્યાદિત જગ્યાઓ માટે લાખોની સંખ્યામાં અરજદારો આવતા હોઇ હવે આમ કરવાનું અનિવાર્ય બનેલ છે. જગ્યાની ભરતી માત્ર પાસ કરેલ પરિક્ષામાં મેળવલ માર્ક પરથી બનાવેલ મેરીટ લીસ્ટ પર જ કરવી (વર્ષો પહેલા મેરીટ પ્રમાણે જ ભરતી થતી હતી. વિગતો નીચે પ્રમાણે છે. (1) ભરતીની લાયકાત પોસ્ટ ગ્રેજયુએટ હોય તો પોસ્ટ ગ્રેજયુએટ પરિક્ષાનું, ગ્રેજયુએટ પરિક્ષાનું, ધો.12ની પરિક્ષાનું અને ધો.10ની પરિક્ષાનું એમ ચારેય સંયુકત મેરીટ બનાવવું.(2) ભરતીની લાયકાત ગ્રેજયુએટ હોય તો ગ્રેજયુએટ પરિક્ષાનું, ધો.12નું, અને ધો.10ની પરિક્ષાનું એમ ત્રણેય સંયુકત મેરીટ બનાવવું. (3) ધો.12ની ભરતીની લાયકાત હોય તો ધો.12ની પરીક્ષાનું અને ધો.10ની પરિક્ષાનું એમ બંને પરિક્ષાનું સંયુકત મેરીટ બનાવવું. (4) ધો.10ની ભરતીની લાયકાત હોય તો ધો.10ની પરિક્ષાનું અને તે ધોરણ અગાઉનું ધો.9ની પરિક્ષાનું બંને પરિક્ષાનું સંયુકત મેરીટ બનાવવું.
અમદાવાદ                      – પ્રવીણ રાઠોડ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top