National

યુપીમાં કબડ્ડીનાં ખેલાડીઓ માટે શૌચાલયમાં બનાવાયું ભોજન, વિડીયો વાયરલ થતા જ…

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના સહારનપુર(Saharanpur)માં ડો.ભીમરાવ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આયોજિત કબડ્ડી સ્પર્ધા(Kabaddi Competition) દરમિયાન ખેલાડીઓને ટોયલેટ(toilet)ની અંદર બનાવવામાં આવેલુ જમવાનું(Food) ખાવાની ફરજ પડી હતી. સહારનપુરના સ્પોર્ટ્સ ઓફિસર અનિમેષ સક્સેનાનો વીડિયો વાયરલ થયા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસ ગોઠવી છે.

200થી વધુ લોકોની ટીમ આવી છે
હકીકતમાં, સહારનપુરના ડો. ભીમરાવ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં સબ જુનિયર (ગર્લ્સ) કબડ્ડી સ્પર્ધાની ત્રણ દિવસીય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા 16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ચાલી હતી, જેમાં 17 ટીમોએ ભાગ લીધો હતો. એટલે કે 200 થી વધુ લોકોની ટીમ આવી હતી. આ લોકોનું ભોજન શૌચાલયમાં તૈયાર કરવામાં આવતું હતું. ખેલાડીઓને શૌચાલયમાં રાંધેલો ખોરાક ખવડાવવામાં આવ્યો હતો અને કાચા ચોખા પીરસવામાં આવ્યા હતા.

વિડીયો થયો વાયરલ
રમતગમત અધિકારી અનિમેષ સક્સેનાએ જણાવ્યું હતું કે વરસાદના કારણે સ્વિમિંગ પૂલની બાજુમાં આવેલા ચેન્જિંગ રૂમમાં ખાદ્યપદાર્થો રાખવામાં આવ્યા હતા, કારણ કે સ્ટેડિયમની ચારે બાજુ બાંધકામ ચાલી રહ્યું છે, જેના કારણે અમે ચેન્જિંગ રૂમમાં ભોજન રાંધવાની વ્યવસ્થા કરી હતી. જ્યારે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટોઈલેટમાં ખોરાક બનાવવામાં આવી રહ્યો છે. આ અંગે સ્પોર્ટ્સ ઓફિસર અનિમેષ સક્સેનાએ જણાવ્યું હતું કે જ્યારે ભોજન તૈયાર કરવામાં આવ્યું ત્યારે હલવાઈના ચોખા બગડી ગયા હતા, તે ચોખા ફેંકી દેવામાં આવ્યા હતા અને ફરીથી ચોખા બનાવવામાં આવ્યા હતા. જોકે, રમતગમત અધિકારીએ શૌચાલયમાં બનાવવામાં આવેલા ભોજનને લઈને અલગ જ દલીલ કરી હતી.

અધિકારી અનિમેષ સસ્પેન્ડ
વીડિયો વાયરલ થયા બાદ સહારનપુર જિલ્લા મેજિસ્ટ્રેટ અખિલેશ સિંહે એડીએમ ફાયનાન્સ અને રેવન્યુ રજનીશ કુમાર મિશ્રાને તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓના મોબાઈલ નંબર પર આ મામલે વાત કરવી જોઈએ અને પુરાવા સાથે રિપોર્ટ રજૂ કરવો જોઈએ. દરમિયાન, સહારનપુરના સ્પોર્ટ્સ ઓફિસર અનિમેષ સક્સેનાને સહારનપુરમાં યોજાયેલી ગર્લ્સ કબડ્ડી સ્પર્ધામાં ખેલાડીઓને બગડેલું ભોજન પીરસવા અને રસોડા તરીકે શૌચાલયનો ઉપયોગ કરવા બદલ રમત નિર્દેશાલય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જો કે વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો કહી રહ્યા છે કે, આ ખેલાડીઓનું અપમાન છે. ખેલાડીઓ દેશનું ગૌરવ હોય છે, તેઓ દિવસ રાત પરસેવો પાડે છે અને મહેનત કરે છે અને તેના બદલામાં આ મળે છે.

Most Popular

To Top